________________
૨૮૪ છ, શિવાજી ચરિત્ર
પ્રકરણ ૪ નાસી ગયા. તે બધાં ગામે મહારાજે પોતાને તાબે લીધાં. એમ ગામે કબજે કરતા
ના કબજે કરતા, જરૂર જણાય ત્યાં લૂંટ કરતા અને સામે થાય તેને પાંશરાર કરી નાંખતા, મહારાજ દાળ આવી પહોંચ્યા. દાભોળ સર કરી દાલભેશ્વર મહાદેવનાં મહારાજે દર્શન કર્યા. દાળ છતી ત્યાં અધિકારી તરીકે પોતાને સરદાર નીમી મહારાજ પિતાના લશ્કર સાથે પાલી જવા ઉપડયા. પાલીના રાજા જસવંતે પનાળાના ઘેરા વખતે સીદી જોહરને મહારાજની સામે મદદ કરી હતી, તેને સજા કરવા મહારાજ પાલી તરફ વળ્યા. મહારાજ લશ્કર સાથે પાલી તરફ આવે છે એ સમાચાર જસવંતને મળતાં જ જસવંત ગભરાયો અને નાસીને શુંગારપુરના રાજાના આશ્રય તળે જઈ રહ્યો. ત્યાંથી મહારાજ ચિમળણ ગયા અને ત્યાં જઈ શ્રી પરશુરામનાં દર્શન કર્યા. ચિમળુણથી નીકળી મહારાજ સંગમેશ્વર આવ્યા. શિવાજી મહારાજ આવે છે એ સમાચાર સાંભળી સંગમેશ્વરના મુસલમાન અધિકારીઓ ગામ મૂકીને ચાલ્યા ગયા. સંગમેશ્વર મહારાજના કબજામાં આવ્યું. આ ઠેકાણે એમને એમના બાળસ્નેહી તાનાજી માલુસરેનો મેળાપ થયો. મહારાજ અને તાનાજી બન્ને એકબીજાને પ્રેમથી ભેટ્યા. તાનાજી માલુસરે અને પિલાજી નીલકંઠને સંગમેશ્વરમાં રાખી મહારાજ ૧૦૦૦ ઘોડેસ્વાર અને ૩૦૦૦ પાયદળ લઈ રાજાપુર જવા નીકળ્યા.
૫. રાજાપુરની લડાઈ | શિવાજી મહારાજ પોતાના લશ્કર સાથે નીકળ્યા છે અને એ રાજાપુર ઉપર ચડાઈ લાવે છે એ ખબર પાકે પાયે મળી એટલે રાજાપુરના આદિલશાહી મુસલમાન અમલદારે તૈયારી કરીને તેમની સામે થયા. બન્ને પક્ષ વચ્ચે લડાઈ થઈ. મહારાજે આદિલશાહી અમલદારને હરાવ્યા અને રાજાપુર કબજે કર્યું. રાજાપુર બહુ ધનવાન બંદર હતું. વેપાર માટે અને તેની જાહેરજલાલી માટે એ પ્રસિદ્ધ હતું. બિજાપુર અને મુગલ જેવી જામેલી સત્તા સામે મહારાજે કમર કસેલી હતી. રાજાપુરથી પુષ્કળ દ્રવ્ય મેળવવાની મહારાજની ઈચ્છા હતી. રાજાપુરમાં પ્રવેશ કરી મહારાજે ત્યાંના ધનાઢ૨ હિંદુ, મુસલમાન, અંગ્રેજ, ડચ, ઇરાની, આરબ વગેરે વેપારીઓને બેલાવ્યા અને નાણાં આપવા જણાવ્યું વેપારીઓએ મહારાજને સંતોષ ન આપે તેથી રાજાપુર લૂંટવામાં આવ્યું. રાજાપુરમાં કેટલેક ઠેકાણે જમીનમાં દાટેલું ધન હતું તેની મહારાજને ખબર મળી એટલે મહારાજે જમીને ખોદાવી ધન લીધું. રાજાપુરની લૂંટમાં મહારાજને પુષ્કળ ધન મળ્યું (શિવભારત અ. ૩૦).
રાજાપુરના વહેપારીઓએ મહારાજનું ન માન્યું એટલે ઘણા વેપારીઓને મહારાજે કેદ કર્યા. રવિંટન ટેલર્સ અને ગિફ નામના અંગ્રેજ વેપારીઓને કેદ કરીને વાંસેટા કિલ્લામાં લઈ જવામાં આવ્યા અને થોડા દિવસ પછી વાંસોટેથી સેનગઢ અને પછી રાયરીગઢમાં રાખવામાં આવ્યા હતા. આ વેપારીઓએ પનાળાના ઘેરા વખતે સીદી જોહરને દારૂગોળાની મદદ કરી હતી અને તેપ તથા તેમના ગેળા પણ પૂરા પાડ્યા હતા. તોપ ફોડવા માટે એક હોંશિયાર ગોલંદાજ પણ આપ્યો હતો. શિવાજી મહારાજ આ બધું જાણતા હતા અને દુશ્મનને મદદ કરવા માટે રાજાપુરના આ અંગ્રેજ વેપારીઓને એ સજા કરવા ઈચ્છતા હતા. આ અંગ્રેજ કેદીઓએ ૧૦મી જાન, ૧૬૬૧ ને રોજ મી. મેગ્સ એન્સ અને મી.ન લેબટનને એક લાંબો પત્ર લખ્યા હતા.
અંગ્રેજ વેપારી કંપનીના પ્રમુખને પણ મનમાં લાગ્યું હતું કે રાજાપુરના અંગ્રેજ વેપારીઓએ શિવાજી પ્રત્યે એવું વર્તન રાખ્યું હતું કે શિવાજી તે શું પણ જે કઈ માણસમાં કંઈ દમ હોય તે આવી વર્તણૂક ચલાવનારને સજા કર્યા સિવાય રહેજ નહિ. રાજાપુરના અંગ્રેજ વેપારીઓનાં કૃત્ય પ્રેસિડેન્ટ એન્કંસે પિતાના પત્રમાં વખોડી કાઢવ્યાં છે તે ઉપરથી ખાતરી થશે કે શિવાજી મહારાજે જે કર્યું તે એગ્ય જ કર્યું હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com