________________
૨૩૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ જા ચારથી પાંચના નક્કી કરવામાં આવ્યા હતા અને તે પછી તેાપના ધડાકાની ઈશારત થાય કે નક્કી કરેલા
સેનાપતિઓએ દુશ્મનદળ ઉપર હલ્લા કરવા. દુશ્મનનું લશ્કર મહારાષ્ટ્રના એ ભાગના જંગલ, ડુંગર, ઝાડી, ખીણુ, વગેરેથી પૂરેપુરું જાણીતું નહિ હાવાથી રાત્રિના લાભ ભાગિયાને મળે એ ગણત્રિથી શિવાજી મહારાજે મુલાકાતને વખત નક્કી કર્યા હતા. ઈ. સ. ૧૬૫૯ ના ગુરુવાર તા. ૧૦ મી નવેમ્બરને રાજ અફઝલખાન પ્રતાપગઢની તળેટીમાં મુલાકાત મડપમાં મરાયા પછી સાંજના પોણાપાંચ વાગે પ્રતાપગઢ ઉપરથી નક્કી કર્યા મુજબ તેાપના ધડાકા થયા અને એ ધડાકા થતાંની સાથે જ શિવાજીનું લશ્કર નીકળ્યું. તે રાત્રે ચાર જબરી લડાઈ એ થઈ. કેટલીક ઝપાઝપી પણ થઈ. નીચેની ચાર લડાઈ એ બહુ જબરી થઈ:—(૧) જની2બની લડાઈ, (૨) કાયના પારની લડાઈ, (૩) જાવળીની લડાઈ અને (૪) વાઈની લડાઈ,
હું જનીટે બની લડાઈ.
મહારાજે એવી ગાઠવણુ કરી હતી કે મુલાકાત મંડપમાં જે પરિણામ આવે તેની ખબર અવાજના ઈશારાથી પાતાના સરદાર અને સેનાપતિને મળે, અને તે ઈશારા માટે મુલાકાત મંડપની બહાર નજીકમાં જોરથી રણુશિંગું ફૂંકનારાને શિંગ સાથે હાજર રાખ્યા હતા અને પોતાને હુકમ થાય તથા સૂચના મળે એવી રીતે શિંગ તાબડતાબ ફૂંકવાની એમને સૂચના આપી દીધી હતી અને ગઢ ઉપરના ગાલદાજોને તૈયાર રાખ્યા હતા. રણશિંગ સંભળાય કે તરતજ તેાપાના અવાજ કરવાની તાકીદ આપી દીધી હતી. મુલાકાત મંડપને બનાવ બની ગયા પછી ખાનને પાલખીમાં નાખીને ભેઈ લાંકા લઈ જતા હતા તેમના પગ કાપી નાખી પાલખીમાંથી ખાનનું માથું કાપીને શંભાજી વજીએ શિવાજી મહારાજને આપ્યું અને શિવાજી કૃષ્ણાજી ભાસ્કરને સાથે લઈ ગઢ ઉપર જવા નીકળ્યા તે વખતે મહારાજે શિંગવાળાને શિંગ ફૂંકવાનો હુકમ કર્યાં. ગઢ ઉપરના ગાલદાજો રણશિંગના અવાજની આતુરતાથી રાહ જોતા હતા. ગાલંદાજો રસુથિંગ સાંભળવા માટે જેટલા આતુર હતા તેટલાજ આતુર દૂરદૂર દુશ્મન દળનેા નાશ કરવા તૈયાર થઈ રહેલા સર સેનાપતિ મારા પત પિંગળે, સરનેાખત નેતાજી પાલકર, જેધે, ખાંદલ, પાસલકર વગેરે સેનાપતિ અને સરદારા હતા. મહારાજે હુકમ કર્યાં એટલે રણશિંગવાળાઓએ આનંદથી શિંગ કયાં અને શિંગ સાંભળતાની સાથેજ ગઢ ઉપરના ગાલ દાર્જોએ તેાાના ધડાકા કર્યાં. તાપા છૂટી અને એ સાંકતિક તેાપાના ધડાકા સર સેનાપતિ મારા પત પિંગળે વગેરેએ સાંભળ્યા અને નક્કી કરી રાખેલા સંકેત મુજબ એ રણયાદ્દા ખાનના લશ્કરના જુદા જુદા ભાગ ઉપર તૂટી પડવા આગળ ધસ્યા. આ તાપાના ધડાકા અફઝલખાનના માણુસાએ પણ સાંભળ્યા હતા. પણ એમને તે શિવાજી કઈ વિસાતમાં ન હતા એટલે તાપાના આ ધડાકા ખાનની સલામી માટે શિવાજીએ કર્યાં હશે એમ ધારી આનદ માન્યા. શિવાજી મહારાજે ખાન અને તેના સરદારના જે સત્કાર કર્યાં, એમની જે પરાણાચાકરી કરી, એમને રસ્તામાં ઠેક ઠેકાણે જે માન આપ્યું તે ઉપરથી મુલાકાત મંડપમાં કાઈપણ પ્રકારના ભયકર બનાવ બનશે એવી શંકા અક્ઝલખાનના ડાહ્યામાં ડાહ્યા, અનુભવી અને કસાએલા મુત્સદ્દીઓને પણ નહતી. ખાનના નીકટના અને ખાસ વિશ્વાસુ સરદારા અને અમલદારે। જેમણે ખાનને મનસુખે જાણ્યા હશે તે તા ખાનનાં પરાક્રમની વાત સાંભળવા આતુરતાથી રાહ જોઈ ને બેઠા હરો.
પારની છાવણીથી ખાન મુલાકાત મંડપે આવવા નીકળ્યા ત્યારે શિવાજી મહારાજના વકીલ પતાજી પર્યંતની સાથે કબુલ કરેલી મુલાકાતની શરતે ખાને તેડી અને પેાતાની સાથે છાવણીમાંથી ચૂંટીને ઉત્તમમાં ઉત્તમ ૧૫૦૦ માણુસા લીધાં. આ ૧૫૦૦ લડવૈયાઓને મુલાકાત મંડપે લઈ જવા માટે ખાતે સાથે રાખ્યા હતા અને તેમને મુલાકાત મંડપેજ લઈ જવાના એને નિશ્ચય હતા પણુ ખાન આ ૧૫૦૦ માણસા સાથે ક્રાયના નદીને કિનારે આવ્યા એટલે શિવાજીના વકીલ પતાજી પુતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com