________________
પ્રકરણ ૨ જે ] છે. શિવાજી ચરિત્ર
૨૩૫ સજ્જ થઈ તૈયાર રહેલા સરદારોને નક્કી કર્યા મુજબ દુશ્મન ઉપર હલ્લે કરવાની સૂચના હતી. રણશિંગ અને તોપોના અવાજ સાંભળીને નક્કી કરી રાખ્યા મુજબ લડાઈ શરુ થઈ.
રણશિંગવાળાઓને રણશિંગ ફૂંકવા હુકમ કરી, મુલાકાત મંડપે પ્રતાપ કરી, ત્યાંનું કામ પરવારી પ્રતાપગઢ ઉપર જવા મહારાજ નીકળ્યા. તેપોના અવાજ સાંભળી ખાનના માણસે સમજયા કે આ તોપો ખાનના માનમાં ફેડવામાં આવી હશે. શિવાજી મહારાજના માણસે પૂર્વ સંકેત મુજબ સમજી ગયા કે દુશ્મનના દળને ભાગતાં ભોંય ભારે કરવાની ઈશારત થઈ. મહારાજના માણસ તો તૈયાર થઈને ચાતકની માફક તોપના ધડાકાની રાહ જોતા હતા. તોપોના ધડાકાની સાથે જ રાહ જોતા બેઠેલા મરાઠા દુશ્મન દળ ઉપર તૂટી પડ્યા. ભારે યુદ્ધ જામ્યું.
શિવાજી મહારાજ અફઝલખાનનું લેહી ટપકતું માથું હાથમાં લઈ પ્રતાપગઢ ઉપર ગયા. શ્રી ભવાનીનાં દર્શન કર્યો. ત્યાંથી અફઝલખાનનું માથું હાથમાં લઈ માતા જીજાબાઈને મળવા ચાલ્યા. માતા જીજાબાઈ પ્રતાપગઢની ટોચેથી મહારાજની રાહ જોતાં બેઠાં હતાં. શિવાજીને પોતાના ગાઠિયાઓ સાથે સહીસલામત અફઝલખાનના શિર સાથે આવેલા જોઈ માતાની આંખો આનંદાથી ભરાઈ આવી. શિવાજીએ માતાના પગમાં પોતાનું માથું મૂકયું. શિવાજીને પગમાંથી ઉઠાવી માતા જીજાબાઈ બોલ્યાં “બેટા! શંભના વધનું વેર વસુલ કરીને મારી આંતરડી ઠારી છે. તે તે સાચી સિપાહીગીરી બજાવી. ભવાનીએ મહેર કરી. કાળના જડબામાંથી વિજયી થઈ છૂટી તું મને આવી મળે તે માટે આપણે પ્રભુને પાડ માનવો રહ્યો. આ વિજય એ તો કેવળ પ્રભુની પ્રસાદી છે. એની કૃપા ન હોત તો આમાંનું શું બની શકત?” પછી માતા જીજાબાઈ મહારાજના ગોઠિયાઓ તરફ જોઈને બોલ્યાં “શિવાજી આજે મને સહીસલામત મળે છે એ પ્રભુના પાડ અને તમારા બધાના પ્રતાપ છે. ”
૫. ખાન ખતમ થયા પછી,
અફઝલખાન મરાયા પછી પ્રતાપગઢની આજુબાજુના આસરે ૨૫-૩૦ માઈલના મુલકમાં શિવાજી મહારાજ અને બિજાપુર દરબારના લશ્કર વચ્ચે ચાર લડાઈ છે અને કેટલીક ઝપાઝપી થઈ હતી. શિવાજી મહારાજે મલાકાતને વિસ નક્કી કરવામાં જબરી દીર્ધદષ્ટિ વાપરી હતી. ખાન વાઈથી નીકળી આવ્યા પછી મલાકાત લેવા તૈયાર હતા પરંતુ બે દિવસ વચ્ચે જવા દઈને શિવાજી મહારાજે મલાકાત માટે ગુરુવાર પસંદ કર્યો. ગુસ્વાર એ મુસલમાનોને “ જુમ્મરાત દિન” હાઈ એ રાત્રે ધર્મચુસ્ત મુસલમાને ફકીરને ખેરાત આપવાની ધમાલમાં હોય છે. બીજા મુસલમાનો ગુવારની રાતને અઠવાડિયાની માજશેખની રાત્રિ ગણે છે. બિજાપુર લશ્કરની છાવણીમાં તે દિવસની રાત્રિ ગાનતાન, નાચ, તમાસા વગેરેમાં ગળાતી. લશ્કરના સૈનિકે મોજશોખમાં મશગુલ હોય તેવે વખતે છાવણ ઉપર અચાનક છાપો મારવામાં આવે તે છેડે ભેગે દુશ્મનદળનું ભારે નુકસાન કરી શકાય, એ ગણત્રી ગણવામાં શિવાજી મહારાજે ભારે નજર પહોંચાડી હતી. મુલાકાતને વખત પણ મુલાકાત મંડપનું કાર્ય ખતમ થયા પછીના કાર્ય માટે અનુકૂળ થઈ પડે એ જ નક્કી કરવામાં શિવાજીએ ડહાપણ વાપર્યું હતું. દુશ્મનનું દળ જબર હોય. સંખ્યા મોટી હાય, દારૂગોળા ખૂબ હેય, રસદ અખૂટ હાય, લડાઈ ને સરંજામ પૂરેપુર હોય અને પોતાની પાસેની થોડી સંખ્યા અને દુશ્મનના પ્રમાણમાં થોડાં સાધનોથી શત્રુને મહાત કરે હોય તે ઉત્તમ સેનાપતિ જે ગણત્રી કરે અને ઝીણી ઝીણી બાબત ઉપર પણ ઊંડી નજર પહોંચાડી કાર્યક્રમ વડે અને કામની વહેંચણી કરે તેવી ગોઠવણુ શિવાજી મહારાજે કરી હતી. મુલાકાત મંડપનું કામ આપ્યા પછી પ્રતાપગઢથી તોપોના ધડાકા થાય કે તરત જ ઠેકઠેકાણે છાવણીમાં વહેંચાઈ ગએલા દુશ્મન લશ્કર ઉપર જુદા જુદા સેનાપતિઓએ એકી સાથે હુમલો કરે એવો કાર્યક્રમ ગોઠવાઈ ગયે તે. પોતાના કારણે દમનને નાશ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે મુલાકાતને વખત સાંજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com