________________
૨૨૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ હું નહિ. એને ચલાવવા માટે બહુ પ્રયત્ન કરવામાં આવ્યા. માવતે અનેક પ્રકારના અખતરાઓ કરી થાક્યા .પણ કઈને ગજ વાગે નહિ. નિશાનને હાથી આવી રીતે અટકે એ એક પ્રકારનું અશુભ ચિહ્ન છે અને એ અપશકન છે એમ કેટલાક અનુભવી અને કસાયલે મુત્સદ્દી કહેવા લાગ્યા. ખાને એવા અપશકનને ગણે એવો નહતો. એવા અપશકનને તે એ ગજવામાં ઘાલીને કરે એવો વીર હતે. અટકી પડેલા હાથી ઉપરથી નિશાન કાઢી લઈ બીજા હાથી ઉપર નિશાન મૂકીને કુચ આગળ ચાલુ રાખી (History of the Maratha people Page 180 ). રસ્તે થયેલા સત્કાર અને ગોઠવણ જોઈ અફલખાનને ભારે આનંદ થયો. અફઝલખાને પિતાના લશ્કરમાંથી ફક્ત દશ બાર હજાર સિપાહીઓને સાથે લીધા હતા. બાકીનું લશ્કર વાઈ મુકામે જ રાખ્યું હતું (પ્રતાપદ યુ ૫. ૧૭૦ ). મહાન બાદશાહને જે માન આપવામાં આવે, તે જાતનું માન અને વ્યવસ્થા ખાન માટે કરવામાં આવી હતી. શિવાજી આટલું બધું માન આપશે અને આવો બાદશાહી બંદોબસ્ત કરશે. એવું ખાનને એ પણ લાગ્યું ન હતું. આગળ વધતાં આજુબાજુએ પર્વત ખડે પગે જેની ચેકી કરી રહ્યા છે, જંગલી જાનવરોનાં રહેઠાણ માટે પ્રસિદ્ધિ પામેલી, જબર જંગલ અને ઘાડી ઝાડીના દેખાથી શણગારાયેલી શિવાજી મહારાજને લાંબા કાળ સુધી જેણે ચિંતામાં રાખ્યા હતા અને હિંદુ રાજય સ્થાપવાના કામમાં ડખલ નાખીને બેઠેલા ચંદ્રરાવ મેરે પાસેથી શિવાજી મહારાજે જીતી લીધેલી અને બિજાપુરને બાદશાહ પ્રતાપરાવ મેરેને જીતીને પાછી આપવાનું વચન આપ્યું હતું તે સુપ્રસિદ્ધ જાળી, અફઝલખાને જોઇ. શિવાજીની વ્યવસ્થાશક્તિ, અને કાર્યદક્ષતાનાં વખાણ કરતા કરતા ખાન તેના મુકામે આવી પહોંચ્યા. છાવણી નાખવાની જગ્યા બહુ લાયક અને સુશોભિત બનાવવામાં આવી હતી. છાવણીની જગ્યા અને દેખાવ જોઈ, લશ્કરને દરેક સિપાહી સંતોષ પામ્યા હતા. બાદશાહની લશ્કરી છાવણને દેખાવ બહુ ભપકાવાળા હતા. એક ભપકે જ નહીં પણ ઝીણી વાત ઉપર પણ ધ્યાન દોડાવવામાં આવ્યું હતું. સિપાહીઓની નાનીનાની સગવડ પણ સચવાવી જોઈએ એવો મહારાજને હુકમ હતો. કેઈને પણ કોઈ જાતની અડચણ ન પડે. એ પાકે બંદોબસ્ત થયો હતો. પિતાના સિપાહીઓની વ્યવસ્થા જોવા માટે ખાન પોતે છાવણીમાં આવ્યા અને સર્વ પ્રકારને સુંદર બંદોબસ્ત જઈ રાજી થયા. સિપાહીઓની છાવણીની આ વ્યવસ્થા હતી તે મુખ્ય મેમાનના ઉતારાને બદબસ્ત અને ભપકે કેવું હશે. તેની તા વાંચકેએ કલ્પના કરી લેવી. ખાનના ઉતારાને ઈદ્રભુવનની ઉપમા આપવામાં આવે તો ઝાઝી અતિશક્તિ ન ગણાય એવી ગોઠવણ હતી. આવી વ્યવસ્થા અને ગોઠવણથી બહુ જ સંતોષ પામેલા પિતાને મુકામે આવી પહોંચ્યા. વકીલ ૫તાજીપંત તેમની સાથે જ હતા.
અફઝલખાન જાવળી આવી પહોંચ્યા પછી શિવાજી મહારાજે અને અફઝલખાને એક બીજા તરફ ક્ષેમકુશળ પૂછવા માટે પોત પોતાના વકીલે મોકલ્યા (શ્રી રિત રિાવ મારત, અ. ૨૦, ગ્લૅક ૫૬. પા. ૧૯૮). શિવાજીના વકીલ આગળ ખાને પિતાના દિલનું સમાધાન અને સંતોષ વ્યક્ત કર્યો. પછી ખાને વકીલને જણાવ્યું -“ મારો ઉતારો રાજાએ બહુ અનુકળ બનાવ્યો છે. શિવાજી રોજ મુલાકાત માટે આ મુકામે જ આવે એમ એમને જણુવિજે.” ખાનના આ શબ્દો સાંભળી વકીલે જણાવ્યું -“ ખાનસાહેબની મુલાકાત માટે તે ખાસ મુલાકાત મંડપ ઊભો કરી શણગારવામાં આવ્યા છે. એ બાદશાહી મંડપમાં ખાનસાહેબનું સ્વાગત કરવાને શિવાજી મહારાજાને વિચાર છે (શ્રી રાવ છત્રતિ માત્ર ૫ા. ૧૨૯). મુલાકાત મંડપ ખાનસાહેબના સત્કાર માટે બહુ નમુનેદાર બનાવડાવ્યો છે. બનાવનારાએ પણ ખાસ કારીગરી અને કુશળતાને એક નમુને જ બનાવ્યો છે. એ સુશોભિત મંડપમાં ખાનસાહેબ જેવા બાદશાહી પરોણાને સત્કાર શોભે એ માટે મહારાજે મંડપ તૈયાર કરાવવા માટે જાતે બહુ મહેનત લીધી છે. મુલાકાત મંડપમાં જ રાખવાથી તેમને પણ સંતોષ થશે.” ખાનસાહેબે વકીલની વકીલાત સાંભળી લીધી અને મુલાકાત મંડપમાં જ મળવાનું નક્કી કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com