________________
પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર
૨૫ ખાનને તેડીને જ પંતાજી પંત આવે એ વધારે સારું એમ મહારાજને લાગવાથી પતાછ પતને ખાન પાસે મોક્લવાનું નક્કી કર્યું. મહારાજે પંતાછ પતને ખાન તરફ જવા કહ્યું અને ખાનની સાથે જ આવવા જણાવ્યું. મહારાજે કહ્યું “પતાજી પંત ! તમે તે ખૂબ કરી. ગાડું રાગે પાડયું ખરું! હવે તે ખાનને લઈને જ આવો. તમે પાછા ખાન પાસે જાઓ અને એને જાવળી આવવાનો વિચાર જરા પણ ઢીલું પડે તે એને હરપ્રયને મજબૂત કરજે. ખાનની ખાતરી તમે કરી આપે કે હું એમનાથી બહુ કરું છું અને વાઈ જવા મારી હિંમત નથી ચાલતી અને વળી તમે ખાનને વિનંતિ કરજો કે એ મને બિજાપુર લઈ જાય અને ત્યાં બાદશાહને મેળવી, બાદશાહ પાસે મારી તરફદારી કરે. હું તે ખાનને વડીલ ગણી માન આપું છું તે ખાને પણ વિશ્વાસ રાખીને જાવળી મુકામે આવવું. ત્યાં હું એમની મુલાકાતે આવીશ (ચિત્ત છત્રપતિ રજિસ પા. ૧૫ ). પંતને અફઝલખાન તરફ મોકલ્યા અને તેમને આસરે પંદર દિવસ પછી ખાનને લઈ આવવા જણાવ્યું (History of the Maratha People Page 159). પતાજી પતે બધી વાતો અને સૂચનાઓ સાંભળી લીધી અને મહારાજને નમન કરી રજા લીધી.
પંતાજી પંતની વાતો રૂબરૂમાં વીગતવાર સાંભળ્યા પછી શિવાજીની ખાતરી થઈ કે અફઝલખાને પતાજી પંતના પ્રયત્નોથી જાવળી આવશે. ખાનના સત્કારની તૈયારીઓ ભારે ધામધુમથી થવા લાગી. સત્કારની તૈયારીઓની વાત અફઝલખાનને કાને જાય એ તો મહારાજ ઈચ્છતા હતા. ખાનના સત્કારની અને ખાનની લશ્કરની છાવણીની સગવડોની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, એ વાત ખાનને કાને ગઈ. ખાન દિલમાં ખૂશ થયો. ખાનને લાગ્યું કે “ આ ભેળે ઉંદર ઠીક વાયરે ચડયો છે. એક કે મુલાકાત તો થવા દો પછી બિજાપુરની બાદશાહતની સાચી સેવા બતાવીશ” (શ્રી. ચિટણીસ કૃત શ્રી રિાવ છત્રપતિ ત્રિ. પા. ૧૨૯). શિવાજી મહારાજના અમલદારે આ તૈયારીમાં પડયા હતા, ત્યારે મહારાજે પોતાના સ્નેહીં, સોબતી, સરદાર, અધિકારી, અમલદાર અને એવા બીજા વિશ્વાસુ ગૃહસ્થને સલાહ મસલત માટે બોલાવ્યા. મહારાજની ઈચ્છા મુજબ સર્વે આવ્યા અને ભેગા થયા. ભેગા થયેલા સર્વ જવાબદાર માણસને મહારાજે, અફઝલખાનના જાવળી મુલાકાતે આવવાના સમાચાર સંભળાવ્યો અને ખાનના કપટની અને દુષ્ટ વિચારની જે જે બાતમી મળી તે બધી તેમની સમક્ષ રજુ કરી. લાંબા વખત સુધી મસલત ચાલી, વિચારણા થઈ અને અનેક જનાઓ ચર્ચાઈ. આખરે બધાએ એકમત થઈને જણાવ્યું કે મહારાજ જે નક્કી કરે તે અમને કબુલ છે અને અમને જે જે કામ સોંપવામાં આવશે તે અમે જીવને જોખમે પણ કરીશું અને આખર સુધી અમારી ફરજમાં અડગ રહીશું. શિવાજીએ બૂહરચના ગોઠવી અને વકીલને પત્ર લખ્યો કે ખાનસાહેબની સવારીના મુકામનો બધો બંદોબસ્ત થઈ ગયો છે. રસ્તા વગેરે પણ ઠીક ઠીક થઈ ગયા છે માટે ખાનસાહેબને સાથે લઈ અત્રે આવવા તુરત નીકળશે.
૭. ખાન નીકળ્યા. ખાનસાહેબને મહારાજના પત્રની ખબર આપવામાં આવ્યાથી ખાને નીકળવાની તૈયારી કરી. ખાન સાથે જે મોટું તપખાનું હતું તે સાથે રાખવાનો ખાનને વિચાર ન હોવાથી એ તોપખાનું વાઈ નજીક રાખ્યું ( શિવ પતિ મધર. પા. ૧૨૯) અને કાજ સાથે ઘાટ ચડીને રડતાંડીને રસ્તે થઈ (શ્રી વિશ્વ ગરિજે પ. ૧૫. સી રિસારત પા. ૨૪૫) કેયના નદીને કાંઠે પાર ગામે જ્યાં શિવાજી મહારાજે બહુ સુંદર વ્યવસ્થા કરી હતી ત્યાં ખાને મુકામ નાંખ્યો. વાઈથી નીકળ્યા પછી પ્રતાપગઢ આવતાં રસ્તામાં જ્યાં જ્યાં ખાન અને તેનું લશ્કર થવ્યું ત્યાં ત્યાં બધે ખાનપાનને ઉત્તમ બંદોબસ્ત મહારાજ તરફથી કરવામાં આવ્યો હતો. રડતાંડીને ઘાટ ઊતર્યા કે તરતજ અકઝલખાનને નિશાનનો હાથી જે બહુજ જબ હ તે અટક (History of the Mara tha People Vol. I Page 160 ). એ અટકે તે એ કે તે કેમે કરી આગળ ચાલે જ 29
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com