________________
પ્રકરણ ૨ જ ]
પ્રકરણ ૨ જી
૧. સુલાકાતની શરતા.
૨. મહારાજ અને મુત્સદ્દીઓના નિર્ધાર. ૩. સુલાકાતના દિવસ. ૪. ખાનના વધ
છે. શિવાજી ચરિત્ર
૫. ખાન ખતમ થયા પછી. 5. જનીનેબની લડાઈ.
૭. કાયના પારની લડાઈ. ૮. ાવળોની લડાઈ.
રહ
૯. વાઈનું ૨જીક’દન.
૧. મુલાકાતની શરતા.
મુ
લાકાતની જગ્યા તે નક્કી થઈ, પણ મુલાકાતની શરતો હજુ નક્કી નહાતી થઈ. પછી ખાનસાહેબ, કૃષ્ણાજીપત વકીલ અને પતાજી પર્યંત વગેરેની બેઠક થઈ અને મુલાકાતના સંબંધમાં ખૂબ વિચાર અને વિવેચના થયાં. પતાજી પતે કહ્યું:–“ મહારાજે બહુ સાદિલે સ વ્યવસ્થા કરી છે. ખાનસાહેબ અને મહારાજની રૂબરૂ મુલાકાત થયા વગર મહારાજની ભડક ભાંગશે નહિ. મુલાકાત થઈ ગયા પછી, એક બીજાને એક ખીજાને વિશ્વાસ બેસશે અને પછી તા ખાનસાહેબ જ્યાં કહેશે ત્યાં મહારાજ વા પશુ તૈયાર થશે. આ પરિસ્થિતિમાં તે ક્રૂક્ત બે ત્રણ માણુસાની સાથે જ ખાનસાહેબ મુલાકાત મંડપે જવાનું કબૂલ કરે તા તા શિવાજી મહારાજ રાજી થઈ તે મુલાકાત માટે આવશે અને જો વધારે માણસાનું દબાણ કરવામાં આવે તેા નાહક બીકના માર્યાં કંઈક જીદ પકડીને બેસે તા સમજાવી, સમજાવીને અમે તૈયાર કર્યા છે તે બધું ફ્રાગટ જો, માટે ખાનસાહેબ કૃપા કરીને મુલાકાત વખતે ત્રણુ માણુસાથી વધારે સાથે લઈ જવાનું ન રાખે તેા બધી બાજી સીધે સીધી ઊતરી જશે. કૃષ્ણાજીપત વકીલે પણુ આ વિચારને ટેકા આપ્યા અને આખરે પતાજી પતે નીચે પ્રમાણે મુલાકાતની શરતા સૂચવી અને તે શરતા મહારાજને પણ કબૂલ છે, એમ એમના વકીલે જણાવ્યું.
૧. મુલાકાત વખતે પેાતાના માલાને શાલે એવા સામાન અને સરંજામ વગેરે ખાનસાહેબ પેાતાની સાથે ભલે લાવે, પણ એ બધું કાયના નદીને કિનારે જ રાખવામાં આવશે અને જ્યાં એ બધું મૂકવામાં આવશે, ત્યાં સર્વ પ્રકારની સગવડ અને અંદેોબસ્ત રાખવામાં આવશે.
૨. ક્રાયના નદીને કિનારેથી એટલે જ્યાં આ બધા સરંજામ છેડવામાં આવે ત્યાંથી ખાનસાહેબ પોતાની સાથે ફક્ત એક ખાસ ખરદાર ( A. D. C. ) અને ખીજા બે અમલદાર મળીને કુલ ત્રણ માણુસા જ સાથે લઈને મુલાકાત મડપ તરફ પધારે.
૩. શિવાજી મહારાજ પણ પોતાની સાથે એક ખાસ ખરદાર અને બીજા એ અમલદાર મળીને ત્રણ જ માણસો સાથે લઈ તે મંડપમાં જાય.
૪. ખાનસાહેબ મુલાકાત મંડપે પાલખીમાં બેસીને જાય અને પોતે સશસ્ત્ર હાય.
૫. ખાનસાહેબ પોતે મંડપમાં પધાર્યાં પછી શિવાજી રાજા પણ સશસ્ત્ર પધારી, ખાન સાહેબને એ મ`ડપમાં સત્કાર કરે.
૬. ખાનસાહેબ તેમજ શિવાજી મહારાજના ખાસ ચુનંદા દસ દસ વીરા પોતાના માલીકના રક્ષણ માટે તીરના ટપ્પા જેટલે દૂર ઊભા રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ શરતા ઉપર વાટાઘાટ થઈ અને આખરે આ શરતે કાયમ રહી અને આ શરત મુજબ મુલાકાત મંડપમાં મુલાકાત ગોઠવવાનું નક્કી થયું.
મુલાકાત મંડપ પણ તૈયાર થઈ ગયા હતા. તેને પૂરેપુરા શણગાર્યા અને એ મંડપ તથા તેમાંની વ્યવસ્થા શિવાજી મહારાજે ખાનના વકીલ તથા ખાનના કેટલાક સરદારાને ખેલાવીને બતાવી. એ મડપ
www.umaragyanbhandar.com