________________
પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર
ર થયો છે. મુલાકાતમાં પૂરો થઈ જશે. ખાનસાહેબ! મુલાકાત લેવા, મળીને માફી માગવા અને ખાનસાહેબ નક્કી કરે તે શરતે સલાહ કરવા તો એ તૈયાર છે, પણ વાઈ આવતાં ગભરાય છે. એની
ઈ આવવા, નથી ચાલતી. ખાનસાહેબને જાવળી પધારવાનું આમંત્રણ આપવા શિવાજીએ પિતાના વકીલ પંતાજી પંતને મારી સાથે મોકલ્યા છે. ખાનસાહેબને જાવળી મુકામે બાદશાહી માન આપી ત્યાં મુલાકાત ગોઠવવાને એને વિચાર છે. શહેનશાહી સરભરા અને સત્કારથી ખાન સાહેબ પ્રત્યે પિતાનું માન જાહેર કરી પછી મુલાકાત લેવા ઈચ્છે છે. એને વાઈ લાવવા માટે મેં બધા પાસા નાંખી જોયા પણ પત્તો ન ખાધે. કોટિ ઉપાયે એ વાઈ તે નહિ જ આવે. બાદશાહ સલામતની શક્તિનાં વર્ણન સાંભળી એ કેટલે ગભરાય છે તેની ખાનસાહેબને નજરે જોયા સિવાય કલ્પના નહિ આવે. એને કરેલાં તોફાનને પશ્ચાત્તાપ પણ થાય છે. ખાન સાહેબને વડીલ ગણું સર્વ વાતની દિલ સફાઈ કરવાની એની ઈચ્છા છે.” કષ્ણાજી પંતની વાતચીતથી ખાન ખુશ થયે અને એને લાગ્યું કે કૃષ્ણા પતે કામ ધાર્યા પ્રમાણે કર્યું છે. ખાને કૃષ્ણજી પંતને સાબાશી આપી અને કહ્યું કે “મુલાકાતનું તમે નક્કી કરી આવ્યા એ બહુ જ સારું કામ કર્યું. તમે ગયા ત્યારથી મને ખાતરી તે હતી જ કે તમે નક્કી ર્યા સિવાય પાછા નહિ આવે. મુલાકાતનું નક્કી થયું. હવે પ્રશ્ન સ્થળને છે એ તે નક્કી કરી લઈશું.”
કૃષ્ણજી પત-ખાનસાહેબની કૃપાથી મારા પાસા સવળા જ પડે છે. શિવાજીએ પિતાના વકીલ પંતાછ પંતને મોકલ્યા છે તેમની સાથે એકાંતમાં વાતચીત કરી લે તે પછી જે તે તૈયારી કરવાની સૂઝ પડે.” ખાને પંતાજી પંતને બોલાવ્યા. શિવાજીના વકીલનો વિચાર ખાનસાહેબને જાવળી લઈ જવાનો હતો. આમંત્રણ માટે એ આવ્યો હતો એટલે બહાર વાટ જોતા હતા. ખાનસાહેબને હુકમ થતાંની સાથે જ પતાજી પંત આવ્યા અને ખાન સાહેબ, કષ્ણુજી પંત તથા પતાજી પંત વિચાર કરવા બેઠા.
કષ્ણાજી પંતે ખાનને કહ્યું-“ શિવાજી રાજાએ મારી સાથે આપ સાહેબને મળવા અને મળીને આપને આમંત્રણ આપવા પિતાના ખાસ વકીલ પંતાજી પંતને મેકલ્યા છે. પંતાજી પંત શિવાજી રાજાને સંદેશ લઈ ખાનસાહેબની હજુરમાં હાજર થયા છે.” ખાને વકીલ પંતાજી પંત તથા કૃષ્ણ પંતને બેસવા કહ્યું અને વાતચીત શરૂ થઈ
ખાન –(પતાજી પંતને) કેમ તમારા શિવાજીરાજ ખૂશમિજાજમાં તે છે ને ?
પતાજી પંતઃ– જી હા. શ્રી ભવાનીની કૃપાથી મહારાજ ક્ષેમકુશળ છે. મહારાજે ખાનસાહેબના ખેરિયત પૂછાવ્યા છે.
ખાન–કૃષ્ણજી પત! શિવાજી રાજાનું શું કહેવું છે? તમને શું જવાબ આપ્યો? મળવા આવવા કબૂલ છે કે નહિ ?
કષ્ણાજી –ખાનસાહેબ! શિવાજી રાજાએ આપની સૂચના સ્વીકારી છે અને ખાનસાહેબની.. સાથે એમને કેઈ જાતની જુદાઈ નથી. શિવાજી રાજા તે બહુ પ્રેમથી કહેતા હતા કે “ખાનસાહેબ તે. મારા ચાચા (કાકા) છે અને મારા એ વડીલ છે.” શિવાજી રાજાએ ખાસ કહ્યું છે કે જે માન તેમને પિતાના પિતા સિંહાજી રાજા પ્રત્યે છે તેવુંજ માન ખાનસાહેબ પ્રત્યે છે. ખાનસાહેબને મુકામ જાવળી રહે એવી રાજાની ઈચ્છા છે. રાજા કહેતા હતા કે ચાચાની પરોણાચાકરી કરવાને લાભ મને અનાયાસે મળે એમ છે તે હું એ લાભ કેમ ન ખાટું ?”
પતાજી–સાહેબ ! અમારા મહારાજાને ખાનસાહેબ પ્રત્યે ભારે માન છે. ખાનસાહેબને સંદેશે - સાંભળી મહારાજ રાજી રાજી થઈ ગયા છે. ખાનસાહેબને મહારાજ ચાચા માને છે અને આપની શિખામણને વડીલની શિખામણ સમજી, મહારાજ અંતઃકરણથી સ્વીકારે છે. મહારાજ આપને મળવા અતિ આતુર છે. ખાનસાહેબને ચરણે આગ્રહપૂર્વકનું આમંત્રણ ગુજારવા મને ખાનસાહેબની ખિદમતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com