________________
રરર છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું મોકલ્યો છે. ચાચા ભત્રીજાની મુલાકાત જાવળી મુકામે થાય એવી મહારાજની ઈચ્છા છે. એ માગણી ખાનસાહેબ કૃપા કરી સ્વીકારે એવી આ સેવકની વિનંતિ છે. મહારાજનો બહુ ભારે આગ્રહ છે. ખાનસાહેબ ભત્રીજાની મહેમાની સ્વીકારશે તે ભારે ઉપકાર થશે. વડીલેની સેવાને તે અમારા મહારાજને ભારે શોખ છે એ વાત ખાનસાહેબ ક્યાં નથી જાણતા ? ચાચાના દરજ્જાને શોભે એ બંદોબસ્ત કરવા મહારાજ તૈયાર છે. ખાનસાહેબ આમંત્રણ સ્વીકારે કે તરતજ દેડતે ઘડે મહારાજ પાસે સવાર મોકલવાનું મને ફરમાન છે. મહારાજના આમંત્રણને માન આપી મહારાષ્ટ્રની મહેમાની આપ સ્વીકારવા કૃપાવંત થશો. ખાનસાહેબ તેમજ સાહેબના કેઈ પણ માણસને કોઈ પણ જાતની અગવડ નહિ પડે તેની ખાતરી ખાનસાહેબને હું આવું છું. ખાનસાહેબની સાથેના દરેક માણસનું તેના દરજજ મુજબ સન્માન થશે. ખાનસાહેબ જાવળી પધારવાનું આમંત્રણ સ્વીકારે એવી મારી વિનંતિ છે.”
અફઝલખાન પંતાજી પંતને સાંભળીને બહુ ખુશ થયો. ખાને કૃષ્ણજીપત તરફ નજર નાખી અને ઈશારાથી તેમનો અભિપ્રાય પૂ. કૃષ્ણાજીએ કહ્યું કે શિવાજી રાજા મુલાકાતે આવવા તૈયાર છે. ખાનસાહેબની શિખામણ મુજબ વર્તવા તૈયાર છે. એક ફેરા દિલસફાઈ થઈ જવાની જરૂર છે. ખાનસાહેબ તથા સાથેના લશ્કર વગેરેની વ્યવસ્થા કરવાનું કામ શિવાજી રાજાએ માથે લીધું છે અને એ ઉત્તમ ગોઠવણ કરી શકશે એવી મારી તે ખાતરી છે. મારા પિતાને તે નમ્ર અભિપ્રાય છે કે ખાનસાહેબે શિવાજી રાજાનું આમંત્રણ સ્વીકારવું અને જાવળી મુકામે મુલાકાત નક્કી કરવી. શિવાજી રાજા અંતઃકરણથી બાદશાહ સલામતની સાથે સલાહ કરવા રાજી છે અને સલાહની શરતની બાબતમાં એ ખાનસાહેબને કદી નારાજ નહિ કરે. રાજાનું આગ્રહપૂર્વકનું આમંત્રણ ખાનસાહેબ સ્વીકારે તો તેમાં હું કંઈ ખોટું નથી જે. જાવળી મુકામે મુલાકાત થયા પછી દિલસફાઈ થઈ જશે એવી આ સેવકની ખાતરી છે.
કણાપંતના શબ્દો સાંભળી, ખાને પતાજી પંત પ્રત્યે બેલ્યો “શિવાજી રાજા જબરો કાકર છે. જબરો હરામખોર છે. જાવળી જેવી અડચણ અને અગવડવાળી જગ્યાએ મુલાકાત રાખે છે, તેનું કારણ શું? પતાજી પંત ! તમે બ્રાહ્મણ છે. તમે ઈશ્વરને માથે રાખીને ધર્મના કસમ ખાઈ મારી ખાત્રી કરી આપશો તો તમારી બાંહેધરી સ્વીકારી હું જાવળી આવવા કબૂલ કરીશ ( શ્રી. સભાસદ કૃત–શિવ છત્રપતિ શિષ્ય પાનું ૧૪). ખાનના ગુસ્સાના શબ્દો સાંભળી પંતાજી પતે બહુ ગંભીર ઠંડે મગજે જવાબ આપ્યો. “ ખાનસાહેબ! અમારા શિવાજી મહારાજ આપ સાહેબની વિરુદ્ધ નથી, તેની આ સેવક આપને ખાતરી આપે છે. મહારાજ તરફ સાશંક નજરે આપ ન જોશો. મહારાજનું દિલ ખાનસાહેબ માટે તદ્દન સાફ છે. દિલસફાઈ રૂબરૂમાં થઈ જશે એટલે હું કહું છું તેની ખાન સાહેબને ખાતરી થશે. મહારાજ તે આપના જ છે (શિવ પતિ જિક પાન. ૧૪. ).
કૃષ્ણાજી–“આપણું ફેજ મોટી છે. તેને માટે પાણી વગેરેની સગવડ જ્યાં હશે તેવી જ જગ્યાએ શિવાજી રાજા ઉતારાની ગોઠવણ કરશે એવું મને તેઓ રૂબરૂમાં કહેતા હતા. ટુંકમાં ખાનસાહેબના લશ્કરનાં માણસને કોઈ પ્રકારની તકલીફ નહિ પડે એવી એ ગોઠવણ કરશે. એક ફેરા આપ અને શિવાજીની દિલસફાઈ થઈ જશે એટલે પછી આપ સાહેબની ઈચ્છા હશે ત્યાં જવા શિવાજી રાજા તૈયાર થઈ જશે એવું મને તો લાગે છે.” અફઝલખાને ઊંડો વિચાર કર્યો અને આખરે જાવળી જવાની હા પાડી.
જાવળી જવા માટેના આમંત્રણને હકારમાં જવાબ લીધા પછી પંતાજી પંતે અફઝલખાનની રજા લીધી. પંતાછ પંતનું સન્માન કરી, ખાને રજા આપી. પંતાળ પંત પિતાને મુકામે આવ્યા. મુકામે પસંચીને પતાક પતે શિવાજી મહારાજને પત્ર લખી જણાવ્યું કે “ ખાનસાહેબ સાથે વાતચીત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com