________________
२२०
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ કું
દેરો અને અણીને વખતે ખેદરકાર બનવા માટે અમારા પુત્રપૌત્રાદિક તરફ તિરસ્કારથી આંગળીએ પુરશે. પતાજી પત તૈયાર થઈને આવ્યા. તેમને મહારાજ ખાજુએ લઈ ગયા અને ખાનગીમાં કહ્યું “પતાજી પંત ! બહુ કઠણ પ્રસંગ આવ્યા છે. હિંદુએની ઈજ્જત લૂટવાના એના ઈરાદે છે. મહારાષ્ટ્રમાંથી પણ હિંદુત્વના મંદમંદ ખળતા દીવા યુઝવવાની એની દાનત છે. મુસલમાને હિંદુઓ ઉપર કેવા અત્યાચાર ગુજારી રહ્યા છે તે તમે જાણે છે. હિંદુએ મહારાષ્ટ્રમાં હિંદુત્વ માટે માથું ઊંચુ કરવા લાગ્યા છે તે મુસલમાન સત્તાએથી નથી ખમાતું, એટલે ખાન ધાર પ્રતિજ્ઞા કરીને ચડાઈ લાવ્યેા છે. ખાતે તેમના વકીલ કૃષ્ણાજી પતને મારી પાસે મેાકલ્યા છે. તેમની સાથે મારે વાતચીત થઈ ગઈ છે. ખાનની મુલાકાતે જવાનું મેં કબૂલ કર્યું છે. ખાનને મુકામ વાઈમાં છે. હું ખાનની મુલાકાત જાળવી મુકામે લેવા ઈચ્છું છું. ખાનને જાવળી આવવા આપણા તરફથી આમંત્રણ કરવા વકીલ તરીકે તમારે જવાનું છે. એમના વકીલ કૃષ્ણાજી પરંત વાઈ પાછા જાય છે, તેમની સાથેજ તમે જાએ. એ તમને ખાનની પાસે લઈ જશે. ખાન બહુ પહેાંચેલી માયા છે, એ વાત ભૂલતા નહિ. ખાને ધૃણા માણસાને હથેલીમાં રમાડ્યા છે, એ તમારે ભૂલવાનું નથી. વાતચીતમાં બહુ સાવધ રહેજો, સાવચેતી રાખજો. ખાનને હર પ્રયત્ને સમજાવીને એ જાવળી આવે એવા આગ્રહ કરો. આગ્રહ કરવામાં બાકી ન રાખતા. વિશ્વાસ માટે ખાન જે ખાતરી માગે તે ખાતરી કરી આપજો. પ્રતિજ્ઞા અને સેગથી ખાનનું સમાધાન થતું હોય તો તેમ કરજો. વખત વિચારીને વર્તો. સેગંદ વગેરે લેવડાવ્યા સિવાય એ કબૂલ કરે એવા નથી એટલે પ્રતિજ્ઞા કે સેગદ માટે આનાકાની જરા પણ બતાવતા નહિ. ટુંકમાં જે કરવું પડે તે કરીને ખાનને મુલાકાત માટે જાવળી લાવવાની મહત્ત્વની જવાબદારી હું તમારે શિર નાખું છું, ખીજાં યુક્તિપ્રયુક્તિથી હર પ્રકારે એમના તંબુ ડેરામાંથી, છાવણી લશ્કરમાંથી, મળે તેટલી છૂપી બાતમી લઈ આવજો. ખાનનું અંતઃકરણુ આપણે માટે કેવું છે તેની બારીકાઈથી ખબર કાઢો. ખાનને કાર્યક્રમ અને મનસૂબા ઝીણવટથી જાણ્યા સિવાય તમે પાછા ફરા એવા નથી એ તે હું જાણું છું. ખાનની ખાનદાની અને દરજ્જા મુજબ એમના મુકામનેા બંદેોબસ્ત થશે, એની પણ ખાનને ખાતરી આપજો. તમને વધારે કહેવાનું હાય નહિ. બહુ સાચવીને, સંભાળીને વવાનો વખત આવ્યા છે, એ તમે નહિ જ ભૂલા.’
પતાજી પત કહે “ મહારાજ ! સંદેશાનું મહત્ત્વ સેવક સમજી ગયેા છે. મહારાજની કૃપાથી સર્વે સારાં વાનાં થશે. શ્રી. ભવાની યશ આપશે. સેવક પ્રયત્ન કરવામાં કાઈ નતની કચાશ નહિ રાખે. સેવક બહુ સાચવીને કામ કરશે. મહારાજ ચિંતા ન રાખેા.
૫. અફઝલખાન અને પતાજી પત.
અક્ઝલખાનના વકીલ કૃષ્ણાજીપત અને શિવાજી મહારાજના વકીલ પતાજી પત બંને અક્ઝલખાન પાસે વાઈ જવા નીકળ્યા અને માર્ગે ઉતાવળ કરી જલદી ખાન પાસે આવી પહેાંચ્યા. ખાન પોતે પણુ કૃષ્ણાજી પત સાથે મોકલેલા સંદેશાના જવાબની રાહ જોતા હતા. “ શિવાજી સુંવાળી સૂંઠને નથી ઝટ લઈ ને મુલાકાતે આવવાની હા પાડીદે.” “વખતે કૃષ્ણાજીપત પોતાના વાક્ચાતુર્યથી શિવાજીની સાથે મુલાકાતનું નક્કી પણ કરી આવે.' એવા સામસામા વિચારમાં અફઝલખાનનું મન ઝોલાં ખાતું હતું. કૃષ્ણાષ્ઠ પંત શિવાજીને મોકલેલા સંદેશાના જવાબ લઈને આવ્યા છે એવી ખબર ખાનને પડી કે તરતજ કૃષ્ણાજી પતને ખેલાવ્યા અને બનેલી બધી હકીકત માંડીને કહેવા જણાવ્યું. કૃષ્ણાજી પતે ખનેલી ખીનાના ટુંક સાર ખાનને કહી સંભળાવ્યા અને અંતમાં જણાયું કે “ શિવાજી ખાન સાહેબને મળવા ખુશી છે. એ તેા તદ્દન નરમ પડી ગયા છે. આપણા લશ્કર વગેરેનાં વર્ણના સાંભળીને એ હિંમત હારી ગયા છે. ચાકસાઈથી ઝીણી તપાસ કરતાં જણાવ્યું કે એને રાત્રે ઊઁ સરખી આવતી નથી. ખાનસાહેબની શક્તિને ખ્યાલ અને પૂરેપુરો આવી ગયા છે. મળવા આવવા તે શું પણ શરણુ આવવા તૈયાર છે. એક ફેરા મુલાકાત થયા પછી ખાન સાહેબની મરજી મુજબ ધાટ ઊતરશે, અર્ધો ઢીલા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com