________________
પ્રકરણ ૧૯ ] છે. શિવાજી ચરિત્ર
૨૧૯ કૃષ્ણાજી પંત બહુ વિચારમાં પડી ગયા અને ગૂંચાઈ ગયા. આખરે એમના મેંમાંથી નીચેના શબ્દો નીકળી ગયા–“શિવાજી હિંદુ ધર્મના તારણહાર છે. એમનું ભાવી બહુ ઉજ્જવળ લાગે છે. એમનું તેજ અને પ્રભાવ પણ બહુ જબરાં છે. બહુ પરાક્રમી પુરુષ એમની પડખે છે. એમની જરુર છત થશે” ( શ્રી. ચિટણીસ કત વિર છત્રપતિ ત્રિ. પાનું ૧૨૬. ). શિવાજી-“ પંત ! મને તમારા વચનમાં વિશ્વાસ છે. મને સાચે સાચું કહીદે. તમારા ખાનના વચનમાં અમારે વિશ્વાસ રાખ વિશ્વાસઘાત કરવાના છે, એ વાત મારે જૂઠી માનવી?”
મહારાજના શબ્દો કૃષ્ણજીપતના હૃદયમાં સોંસરા પેસી ગયા. પંતની ખાતરી થઈ ગઈ કે મહારાજનું બળ અદભુત છે. તેઓ ધર્મના રક્ષણ માટે સંકટ વેઠી રહ્યા છે. શિવાજી જ હિંદુ ધર્મના તારણહાર થશે એની પૂરેપુરી ખાતરી કૃષ્ણજીપંતને થઈ. પ્રજામાં પણ મહારાજ બહુ પ્રિય છે, એ વાત કૃષ્ણાજી૫ત જાણતા હતા. આખરે કૃષ્ણજીપંતન નિશ્ચય થયો અને બોલ્યા “ મહારાજ ! આ પામર ઉપર આપે વિશ્વાસ મૂકીને મારા જીવનને ધન્ય કર્યું છે. હું મહારાજને જ છું અને આજથી મને મહારાજ પિતાને ગણે. મહારાજ આપને ચરણે સાચે સાચી વાત કહી દઉં છું. ખાનસાહેબને વિચાર મહારાજ સાથે દગો રમવાનો છે. ખાટી આશા આપી મહારાજને મુલાકાત માટે ખાન લઈ જવા માગે છે અને મુલાકાત માટે મહારાજ જાય એટલે દગો કરી મહારાજને કેદ કરી બિજાપુર લઈ જવાને ખાનસાહેબે ઘાટ ઘડ્યો છે” (શ્રી. સભાસદ કૃત-રાવ છત્રપતિ ત્રિ. પા. ૧૪). કૃષ્ણજી પતે શિવાજી મહારાજને ખાનને હેતુ ખુલ્લેખુલે કહી દીધે.
ખાન દગો કરવાનું છે એ ખબર મહારાજને એમના જાસુસ ખાતા તરફથી મળી ગઈ હતી અને કૃષ્ણજી પંતે એ બાતમીને પુષ્ટિ આપી. ખાન દગો રમવાને છે એ વાત માટે હવે કોઈ પણ જાતને સંદેહ ન રહ્યો. કૃષ્ણજી ૫તનું સાંભળી લીધા પછી મહારાજ સહેજ વિચારમાં પડ્યો, પછી બોલ્યા - “પંત! તમારા વલણથી હું બહુ ખુશી થયો છું. તમારા જેવાની યોગ્ય મદદ છે એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે હિંદુઓને માટે સુખની ઘડી અને સોનાના દિવસે આવવાના છે. કૃષ્ણજી પતા ખાનને મેજમાં આવે એવી રમત રમવા દે. એને દગો કરવા દે. ઈશ્વર અમારો બેલી છે, એ અમારો રક્ષક છે. નિરાધારને એ આધાર છે, પડતાને એ ટેકે છે. રૂબરૂમાં મળીને અમારે પણ ઘણી બાબતની સફાઈ કરી દેવી જોઈએ. રૂબરૂ મળ્યા સિવાય ઘણું ગૂંચવણ ભરેલી વાતોને ઉકેલ થશે નહિ, કૃષ્ણાજી પંત ! હિંદુ ધર્મની દશા સુધારવાના કામમાં દરેક હિંદુએ મદદ કરવાની છે. ગમે તે યુક્તિથી તમે ખાનને મુલાકાત માટે કિલ્લાની નજીકમાં લઈ આવે. ગોઠવણ એવી કરો કે એ કિલ્લાની નજીક મુલાકાત માટે આવવા કબૂલ કરે.”
શિવાજી મહારાજના શબ્દોથી કૃષ્ણજી પંતના હૃદયમાંની હિંદુત્વની જતિ સતેજ થઈ. કૃષ્ણાજી પત મહારાજને જવાબ આપ્યો “મહારાજ! હું આપનું કહેવું સમજી ગયો છું. હું મારાથી બનતે પ્રયત્ન કરીને મુલાકાતને માટે ખાન સાહેબને સમજાવીને જરૂર કિલા નજીક લઈ આવીશ. આ કૃષ્ણાજી પંત પિતાથી બનતું કરશે એની મહારાજ ખાતરી રાખો. જે કરવાનું હોય તેને પુખ્ત પણે વિચાર કરીને નક્કી કરશે. હવે હું મહારાજની રજા લઉં છું. શ્રી પરમકૃપાળુ પરમેશ્વર મહારાજને યશ આપશે.”
બન્નેની વાત પુરી થઈ. કૃષ્ણજી ૫તે મહારાજની રજા લીધી અને પિતાને મુકામે ગયા. જતી વખતે મહારાજે કુષ્ણુજી પંતને કીમતી વસ્ત્રો અને પોષાકનો શરપાવ આપ્યો. પછી પંતાજી પંત વકીલને બોલાવ્યો અને કૃષ્ણાજી પંત સાથે મહારાજના વકીલ તરીકે, અફઝલખાનને જાવળી આવવાનું આમંત્રણ આપવા જવા માટે તૈયાર થઈને આવવા કહ્યું. મહારાજે વિચાર કર્યો કે વખત બહુ બારીક છે. આ કઠણ પ્રસંગે બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સહેજ ભૂલ થઈ જશે કે બેદરકારી થશે તે તેને લાભ દુશમન લીધા સિવાય રહેવાને નથી અને આ પ્રજા તે શું પણ ભવિષ્યની પ્રજા વર્ષો સુધી અમને દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com