________________
ગણું ૧ લુ ]
છ: શિવાજી ચશ્ર્વિ
૦૯
ખાનની છાવણીની ખખરા પહેોંચાડવા વિશ્વાસરાવે કમર કસી. ખાનના પેંતરા અને વિચારે જાણી લેવા માટે વિશ્વાસરાવે ખાનની છાવણીમાં દાખલ થવાનું સાહસ ખેડવાની તૈયારી કરી. મુસલમાન સરદાસ્તી છાવણી એટલે એ છાવણીમાં ફકીરાને ખેરાત લેવાની છૂટ હશે એમ ધારી વિશ્વાસરાવે કારના વેશ લીધા અને ખાનની છાવણીમાં દાખલ થયા. અક્ઝલખાનને મળ્યા સિવાય ખરી ખબર હાથ લાગે એમ ન હાવાથી *કાર વિશ્વાસરાવ ઝલખાનને મળ્યો. ખાનને માંએથી ઘણી ખબરે જાણવાની મળશે એમ આ વેશધારી કારની ધારણા હતી અને તે ધારણા આખરે ખરી પડી. એક પ્રસંગે છાવણીમાં પેાતાના એક સરદાર પાસે અઝલખાન પેાતાના શૌયં અને બહાદુરીભરેલાં કૃત્યોની બડાઈ હાંકતા હતા. ફકીરે વાતા સાંભળી તેમાં અફઝલખાનને ખેલતા સાંભળ્યો કે “ શિવાજીને જાળમાં ફસાવી પકડીને આ બંદા બિજાપુર લઈ જશે ” (History of the Maratha People Page 158). આ શબ્દ સાંભળીને ક્રૂરે મનમાં ગાંઠ વાળી પણ વિચારે અને લાગણીની છાયા મુખમુદ્રા ઉપર પડવા દીધી નહ. વિશ્વાસરાવને ખાતરી થઈ કે ચોક્કસ કાવત્રુ... રચાયું છે અને શિવાજીને જાન જોખમમાં છે. આ ખબર તાકીદે શિવાજીને મેાકલવાની તજવીજ કરવા *કીર ( વિશ્વાસરાવ ) છાવણી બહાર પાતાને સ્થાને ગયે અને ખાસ માણુસ જોડે ખાનગી સંદેશા શિવાજીને માકલ્યા. તેમાં ખાનના શબ્દો અને છાવણીની હકીકેત જણાવી. આમ વિશ્વાસરાવ વારંવાર ક્કીરના વેશમાં અફઝલખાનની છાવણીમાં જતા અને ત્યાં ઝીણી નજરથી સ નિહાળી દરેક ખાતરી શિવાજીને મેકલતા (માટી રિયાસત પાનું ૨૪૪). વિશ્વાસરાવના છૂપા સંદેશા શિવાજીને તરત જ મળે એવી ગાઠવણુ બહુ છૂપી રીતે જાસુસખાતાએ કરી હતી. શિવાજી બહુ પહેાંચેલા છે અને ગમે તેને થાપ ખવડાવી દે છે એવી એની ખ્યાતિ ખાનના ખ્યાલમાં હતી અને એ બધી બાબતાને વિચાર કરી ખાતે અંધેબસ્ત કર્યાં હતા, તેવા સોંગામાં દુશ્મનના દળમાંથી બાતમી લાવી તાકીદે, સહીસલામત અને ગુપ્ત રીતે શિવાજીને પહેોંચાડવી એ વ્યવસ્થા શિવાજીના સરદારાની શક્તિનું માપ બતાવે છે. વિશ્વાસરાવે માકલેલી ખારા અને સંદેશા શિવાજીને મળ્યા. શિવાજીને ખાનનાં મૃત્યામાં વિશ્વાસ તે ન હતા પણ વિશ્વાસરાવની ખખરે શિવાજીને ખાતરી કરી આપી અને બચાવની યાજના યેાજવામાં શિવાજી મક્કમ બન્યા. વિશ્વાસુ વિશ્વાસરાવને સંદેશા મળ્યા પછી અક્રૂઝલખાનના કાવત્રા સબંધી શિવાજીને જરાપણ સંદેહ ન રહ્યો. ખાનને સામી લડાઈ આપી પેાતાના માણસા ખાવાની શક્તિ શિવાજીમાં તે વખતે ન હતી, એથી ખુલ્લી લડાઈ બને ત્યાંસુધી ટાળવાને એમને વિચાર હતા પણ માણસમાત્ર ભૂલને પાત્ર છે એ શિવાજી કદી પણ ભૂલતા નહિ. મોટા અને જવાબદાર માણસેાની ભૂલે પણ મેટી અને અતિશય નુકશાનકર્તા નીવડે છે અને તેનાં કડવાં પરિણામ ઘણાંને વેઠવાં પડે છે, તેથી જવાબદાર માણસેએ જવાબદારીનું કૃત્ય કરતાં પહેલાં પેાતાનું કૃત્ય બરેાબર છે કે નહિ તેની ખાતરી કરી પછી ઝંપલાવવું એવી શિવાજીની માન્યતા હતી. જ્યારે જ્યારે કઠણ પ્રસંગે આવતા અને ગંભીર પગલાં ભરવાનું માથે આવતું ત્યારે શિવાજી પતે પુરેપુરા વિચાર કરતા અને પેાતાના સ્નેહી, સેાખતી, સરદાર વગેરેની સલાહ લેવાનું ચૂકતા નહિ.
આ સંકટ સમયે કયા રસ્તા લેવા અને શું કરવું તેનેા વિચાર કરવા માટે શિવાજીએ પાતાના વિશ્વાસુ ગાઠિયા અને અંગત સ્નેહીઓને ભેગા કરવાને વિચાર કર્યાં. આ પ્રસંગ કઈ જેવા તેવા ન હતા. અક્ઝલખાન જેવા અસામાન્ય શક્તિવાળા, કસાયેલા, જબરા વીર જાતે જબરું લશ્કર લઈ ચડાઈ કરે એ પ્રસંગ તે જમાનામાં તે। મહારાષ્ટ્રમાં ભારેમાં ભારે સંકટરૂપ મનાય. એ સંકટ શિવાજી ઉપર આવી પડયું હતું. સંકટ સામે ટકી શકવાની શિવાજીમાં શક્તિ હતી. શિવાજી હિંમતભાજ હતા, છતાં પોતાનાં ખળ અને શક્તિ ઉપર હદ કરતાં વધારે વિશ્વાસ રાખીને ગમાં મદમાતા બની પડતીને આમંત્રણ કરે એવા તેા ન હતા. એમનામાં અજબ હિંમત હતી છતાં એ શત્રુની શક્તિ બરાબર આંકી શકતા. ખાંકા મુત્સદ્દીઓ સામાની શક્તિ આંકતી વખતે બમણી આંકે છે અને તેની સરખામણીમાં પોતાનું બળ અરધું આંકી તુલના કરે છે. આવી રીતે આંકણી કરનાર મુત્સદ્દીએ જવલ્લે જ છક્કડ ખાય છે, શિવાજી આવા
27
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com