________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું ત્વના તારણહાર છે એ વાત એ ખાતાના માણસેના હૈયામાં હંમેશ જાગૃત હતી એમ એમનાં કૃત્યથી દેખાય છે.
અફઝલખાને શિવાજી ઉપર ચડાઈ કરી ત્યારે અફઝલખાનની છાવણીમાંથી છુપી વાત, છુપી જના, છૂપાં કાવત્રાંઓ વગેરેની માહિતી તથા દુશ્મનની છાવણીમાં બનતા બનાવો અને લેકના હૃદયની વાતે લાવવા માટે શિવાજીનું જાસુસખાતું બહુ ચપળતાથી કામ કરી રહ્યું હતું. આ વખતે આ ખાતાના ઉપરી તરીકે સરદાર વિશ્વાસરાવ નાનાજી મુખરકર હતા (History of the Maratha people Page 168. ઉપર વ.). આ વિશ્વાસરાવ વફાદાર, બાહોશ અને સાહસિકવૃત્તિવાળે અમલદાર હતે. અફઝલખાનની ચડાઈને સમાચાર જાણ્યા ત્યારથી એણે અફઝલખાન છાવણીમાંની ખરી બાતમી મેળવવા માટે એગ્ય તજવીજ કરી હતી. અફઝલખાનની છાવણી બહુ જબરી હતી.ખાનનું લશ્કર વાઈથી મહાબળેશ્વર સુધી પથરાયેલું હતું (મની રિવરત પાનું ૨૪૫.). આવા જબરા વિસ્તારવાળી છાવણી હોવા છતાં છાવણીને બંદેબસ્ત કાચ ન હતું. અગમચેતી અને દીર્ધદષ્ટિ વાપરીને છાવણીના પહેરા ચોક્કસ કરવામાં આવ્યા હતા. શિવાજીના ચપળ જાસુસેની ચાલાકીથી અફઝલખાન અજાણ્યા ન હતે. એની યોજના એના વિશ્વાસપાત્ર મુત્સદ્દીઓ સાથે જ ચર્ચાતી.વ્યુહરચના નક્કી કરવા માટેની સભાઓ પણ અફઝલખાન બહુ ચોક્કસ બંદોબસ્તવાળી જગ્યાએ ભરત અને વિષય ચર્ચા વખતે પણ ચર્ચા જરાપણું બહાર ન જાય અને બાતમીએ જરાપણું ન ફૂટે તે માટે ઘટતું કરવા એ કદી પણ ચૂકતા નહિ. ઝીણી ઝીણી બાબતમાં પણ ઊંડી નજર પહોંચાડી ખાતેના અમલદારોએ એવી ચેકીઓ ગોઠવી હતી કે દુશ્મનના માણસને અંદર પેસવું અશક્ય બનતું. છાવણીના આ સુંદર બંદોબસ્તમાં ચકલીની ચાંચ બળવા જેટલું પણ પિલ ન હતું. સાધારણ અજાણ્યા માણસને પણ અંદર દાખલ થવું મુશ્કેલ હતું તે જાસુસની તે વાત જ શી કરવી? હાથ નીચેના અમલદારોને જોખમનું કામ સંપી પિતે એશઆરામ ભગવી ભારે પગાર પામવાની પદ્ધતિ શિવાજીના રાજતંત્રમાં ન હતી. જાસુસ ખાતાને ઉપરી બહુ જોખમનું કામ હાથ નીચેના અમલદારને આપી પોતે ઊંધા કરે અને એ અમલદાર એ જોખમનું કામ સિપાહીને સંપી પોતે પિતાના ઉપરીને પગલે ચાલે એવી પદ્ધતિ હોત તે શિવાજીએ મેળવેલી જીતે એ ન મેળવી શકત પણ શિવાજીના જાસુસ ખાતામાં આવી બેજવાબદાર અને આત્મઘાતીક પદ્ધતિ દાખલ થઈ ન હતી. સાધારણ બુદ્ધિવાળે સિપાહી જે માંડમાંડ પિતાનું પેટિયું પામે છે તે માથે જોખમનું કામ નાંખવામાં આવે તે એ માણસ શું ધળી શકે? એવાઓના હાથમાં એની શક્તિ અને સાહસિક વૃત્તિ વગેરેનું માપ કાઢ સિવાય જોખમનાં કામ સોંપવામાં આવે તે એ બિચારો શુદ્ધ હેતુથી પણ વિવાહની વરસી કરી મૂકે. વિશ્વાસરાવ આ સ્થિતિ બરાબર સમજી ગયા હતા. અફઝલખાનની છાવણીમાં પેસવું એ જીવનું જોખમ હતું. વિશ્વાસરાવ તો સાચા સિપાહી હતા. સાચા અમલદાર હતા. ખરા સરદાર હતા. માનમાં મહાલવા માટે એ સરદાર નહતા બન્યા. ભારે પગાર લઈ પૈસા ભેગા કરી માલદાર બનવા માટે એ અમલદાર નહોતા થયા. સિપાહી શબ્દ વીરતા બતાવે છે, તેથી તે માન પામવા એ સિપાહી કહેવડાવતા ન હતા. અફઝલખાનની છાવણીમાં ગમે તે વેશે પેસી ત્યાંની મહત્વની ખબરો મેળવી શિવાજી તરફ મોકલવાનું કામ વિશ્વાસરાવ હાથ નીચેના અમલદારે ઉપર મૂકવા તૈયાર ન હતા. વિશ્વાસરા વિચાર કર્યો કે આજસુધી શિવાજીનું નિમક ખાધું, એમની સાથે માન પામ્યા, એ બધું હલાલ કરવાને ખરે વખત આવ્યો છે. આ વખતે ગમે તે બહાનાં નીચે મેં સંતાડી જાન બચાવ એ નિમકહરામી છે એવું વિશ્વાસરાવને લાગ્યું અને અફઝલખાનની છાવણીમાંથી વાત લાવવાનું કામ વિશ્વાસરા પિતાને માથે લીધું. દુશ્મનની છાવણીમાં શું ચાલી રહ્યું છે? સામા પક્ષના સિપાહીઓમાં ચર્ચાનો વિષય શો છે? દુશ્મનના દળમાં પક્ષાપક્ષી, મતભેદ, દ્વેષ, અંટસ વગેરે છે કે નહિ અને હોય તે ક્યાં ? કોની કોની વચ્ચે કેટલા પ્રમાણમાં છે એ બધી બાબતેની સાચી ખબરો મેળવવી અને તે પિતાના સરદારને વખતસર પહોંચાડવી એ લડાઈ વખતે ખરેખર જરૂરનું હોય છે. શિવાજીને અફઝલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com