________________
૨૧૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું પ્રકારના બાંકા મુત્સદ્દી હતા એમ કહી શકાય. અફઝલખાનની ચડાઈ સાંભળી શિવાજી ભારે વિચારમાં પડી ગયા હતા.
ગંભીર પ્રસંગે શિવાજી પિતાના વિશ્વાસ ગેડિયાની અને વફાદાર અમલદારોની સભા બોલાવી એમના વિચાર સાંભળતા અને એમની સાથે દિલસકાઈની વાતો અને વિવેચન કરી સંકટ સમયે સીધી માર્ગ શોધી કાઢતા. શિવાજી મતભેદ સાંખી શકતા હતા અને વિરુદ્ધ વિચારમાંથી પણ સંજોગોને ગ્રાહ્ય હોય એટલું સ્વીકારી પોતાની યોજના મજબૂત કરતા. શિવાજીએ પોતાના સ્નેહી અને સરદારોની સભા ભરી, એમની આગળ અફઝલખાનની ચડાઈ સંબંધી જે જે હકીકત આવી હતી તે મૂકી અને આ સંજોગોમાં એમની સલાહ માગી.
દુશ્મનના કાવાદાવા, શત્રુની જાળ, સેનાપતિ ખાનની વ્યુહરચના, ખડે ખડે લડવાની પઠાણની રીત અને શક્તિ, મહારાષ્ટ્રીઓની તે વખતની મનોદશા, અણી વખતે પણ માહે માંહે લડીને સમાજ
અથવા જનસમુહના લાભ ઉપર છરી મૂકવાને હિંદુઓને ગળથૂથીમાંથી કેઠે પડેલે દુર્ગુણ, ઈર્ષા અને તેજોષથી બળી રહેલા હિંદુઓનું વલણ, એ બધાને વિચાર કરીને ખૂબ વિવેચનો થયાં. ગરમાગરમ મતભેદ અને પ્રમાણિક માન્યતા ઉપર ઊંડો વિચાર કરવામાં આવ્યું અને આખરે શિવાજી અને તેના નેહી સરદારે એ નિર્ણય ઉપર આવ્યા કે આ વખતે આ સંજોગોમાં પણ યવનેને બળથી નહિ પણ કળથી જીતવા. સમરાંગણમાં ખડી લડાઈ (pitched battle ) આપવામાં મરાઠાઓને ઘણું માણુનો ભેગ આપવો પડે એમ હતું. છેડે ખર્ચે મોટું સાહસ ખેડીને જબરી જીત મેળવવાની શિવાજીની રીત હતી. યુક્તિપૂર્વક બાજી રચી હિંમતથી દાવ ખેલવાન શિવાજીએ નિશ્ચય કર્યો અને આ કટોકટીને પ્રસંગે પિતાની જાતને જોખમમાં ઉતારવાનું શિવાજીએ મન સાથે નક્કી કર્યું. આ વખતે ગમે તે થાય તો પણ યવન સાથે સલાહ તો કરવી નહિ જ એ શિવાજીએ મન સાથે નિશ્ચય કર્યો પણ સરદાર અને અમલદારના મુખ ઉપર ધારેલી હિંમત અને ધારે ઉત્સાહ જોયાં નહિ એટલે શિવાજીએ સભા સંકેલી લીધી અને આ બાબત ઉપર રાત્રે નિરાંતે વિચાર કરવાનું રાખ્યું. અફઝલખાનની ચડાઈ એ શિવાજીના જીવનમાં જીવનપરિવર્તનની ઘડી હતી. શિવાજી માટે આ પ્રસંગ ઘણો જ કટીને હતે. અફઝલખાનની શક્તિ અને એના ત્રાસથી મહારાષ્ટ્રની પ્રજા અજાણી નહતી. બિજાપુરથી નીકળ્યા પછી રસ્તામાં જ્યાં જ્યાં મુકામ નાંખ્યો ત્યાં ત્યાં હિંદુપ્રજાનો છલ કરતે અને જુલમની ઝડી વરસાવત
અફઝલખાન આવતું હતું. આવા છલ, જુલમ અને ત્રાસની અસર પ્રા ઉપર ખરાબ થઈ હતી. શિવાજીએ નહિ ધારેલી એવી નાસીપાસી અને કદી નહિ કલ્પેલે ઉત્સાહભંગ પિતાના માણસમાં જોઈને એમની ચિંતા વધી. હિંદુત્વના રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની એમની યોજના હવે ભાંગી પડવાની અણી ઉપર આવી ગઈ. શિવાજી માટે તો હવે બે જ રસ્તા હતા. અફઝલખાનને છત અથવા પિતાને નાશ સ્વીકારી લઈ હિંદુ રાજ્ય સ્થાપવાના વિચારને તિલાંજલિ આપવી. પિતાની જિંદગી સહીસલામત રાખવાને સવાલ તે હતે જ પણ એમ માની લઈએ કે બિજાપુરને બાદશાહ વખતે એમને જીવતે રાખે તે પણ નકારી ની રે ? એ દશા શિવાજીની થાય. કમનસીબે શિવાજી કેાઈના મેં ઉપર હિંમતના ચિહ્નો ન જોઈ શકો. શિવાજીએ આ ખાનગી દરબાર બરખાસ્ત કર્યો અને ગૂંચવાયેલી બાજીમાંથી ગમે તે પ્રકારે રસ્તો શોધી કાઢવાના વિચારમાં એ પડયા. ઊંડા વિચારમાં વખત ખૂબ વીતાડ્યો પણ શિવાજીને રસ્તો જડ્યો નહિ. વાળ વાળુને ઠેકાણે રહ્યું અને શિવાજી બેચેનીથી હૃદયશૂન્ય બન્યા. નાસીપાસી ચારે તરફ પથરાઈ ગઈ હતી. બૂહરચના, યેજના, કાવત્રાં, વગેરેના અનેક પ્રકારના વિચારવમળમાં શિવાજી બિછાનામાં પડ્યા પડ્યાં વિચાર કરતા હતા. ખૂબ થાક લાગવાથી અને મગજ પણ થાકી ગયેલું હોવાથી શિવાજીને સહેજ નિદ્રા આવી પણ એ નિદ્રા ઝાઝીવાર ન ટકી. શિવાજી થોડી વારમાં ઝબકી ઊઠયા અને માતા જીજીબાઈને એકદમ પાસે બેલાવીને કહ્યું કે “તુળજાપુરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com