________________
પ્રકરણું ૧ લું] છે. શિવાજી ચરિત્ર
૧૫ પ્રકરણમાં અને એને લગતા બીજા પ્રકરણમાં રજૂ કરી છે. આ બનાવના સંબંધમાં જુદા જુદા ઇતિહાસકારોને મળેલી માહિતી અમેએ આપી છે અને જુદા જુદા વિચારના વિદ્વાને આ બનાવના સંબંધમાં જે નિર્ણય ઉપર આવ્યા છે તે નિર્ણય, માન્યતા તથા અભિપ્રાય વાંચકાની જાણ માટે પ્રસિદ્ધ કરવાનું અને દુરસ્ત ધાર્યું છે.
બિજાપુરને બાદશાહ મુગલોની સાથે લડાઈ અને ઝગડામાં ગુંથાયે હતા. એ જબરા દુશ્મન સામે બિજાપુર ટકી શકે એમ નહતું. શિવાજીને સજા કરવાનું બિજાપુરના બાદશાહના મનમાં હેવા છતાં મુગલો સાથે પતાવટ કર્યા વગર બાદશાહ શિવાજીને છેડી શકે એમ ન હતું. આવી સ્થિતિ બિજાપુરની હતી, છતાં પહેલી તકે શિવાજીને સજા કરી દબાવી દેવાને વિચાર બાદશાહના મનમાં રમી રહ્યો હતો.
બિજાપુરના બાદશાહને સારે નસીબે ઉત્તર હિંદુસ્થાનમાં દિલ્હીની ગાદી માટે ઝગડે જાગ્યો અને રંગે ચડેલા એ ઝગડામાં જઈ, ગાદી મેળવવાની ઔરંગઝેબને ઈચ્છા થઈ. બિજાપુરના બાદશાહ ઉપર
ઔરંગઝેબને રોષ કંઈ ઓછા ન હતા. બિજાપુરને જમીનદોસ્ત કરવાની ઔરંગઝેબની દાનત હતી, પણ દિલ્હીની બાદશાહત પચાવી પડવાની તક આવી હતી તે તક બિજાપુર ઉપરની કડવાશને લીધે પુએ
એ ઔરંગઝેબ અવ્યવહારુ ન હતે. બિજાપુર સાથેને ઝગડે જલદી પતાવી ઔરંગઝેબને ઉત્તર હિંદુસ્થાનમાં લશ્કર લઈને જવું હતું, એટલે એણે બિજાપુર સાથે પતાવટ કરી દીધી. થયાથી બિજાપુરનો બાદશાહ શિવાજીને સજા કરવા માટે નવરો પડયો. - દક્ષિણ હિંદુસ્થાનમાં શિવાજી દિન પ્રતિદિન વધારેને વધારે બળવાન થતો ગયે એ બિજાપુર બાદશાહ સાંખી શકે એમ ન હતું. શિવાજી બળવાન થાય તે બિજાપુરની બાદશાહતને વહેલે મેડે ધક્કો લાગે, એમ બિજાપુરના મુત્સદ્દીઓનું ધારવું હતું, તેથી વખત આવે શિવાજીને દાબી દેવાને બિજાપુરને ઈરાદે હતા.
(૧) ઔરંગઝેબ લશ્કર લઈને રંગે ચડેલા જંગમાં ઝંપલાવવા માટે ઉત્તર હિંદુસ્થાન તરફ ગયે, એટલે સાધારણ સંજોગોમાં મુગલ તરફના હુમલામાંથી બિજાપુર નિર્ભય બન્યું. એટલે એ નિર્ભયતાને લીધે બિજાપુરને પહેલી તકે કરવાનું કામ આટોપી લેવાનો એને મેકે મળ્યો. શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો.
(૨) મુગલ ઘરની ઘાલમેલમાં આ વખતે રોકાયા હતા તેથી શિવાજી પ્રયત્ન કરે અથવા મુગલોની ઈચ્છા હોય તે પણ મુગલો શિવાજીની કુમકે, સંજોગ પ્રતિકૂળ હોવાને લીધે આવી શકે એમ ન હતું, એટલે શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો.
(૩) જંજીરાવાળા ફરેખાને શિવાજીના લશ્કરી અમલદાર શ્યામરાજ નીલકંઠ રાંઝેકરને સખત હાર ખવડાવી, મરાઠાઓને મહાત કરવાની શરુઆત કરી હતી. તે તકનો લાભ લઈને હાર પામેલાઓને દાબી દેવાનું કામ આવા સંજોગોમાં સહેલું થઈ પડશે એ ધારણાથી અને શિવાજીનો નાશ કરી મહારાષ્ટ્રમાં મરાઠાઓના વધતા જતા બળને તોડી નાખવાની તક આવી મળી છે તેનો લાભ લઈ લેવો જોઈએ એવું બિજાપુરના મુત્સદ્દીઓને લાગ્યું, એટલે શિવાજીને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો.
(૪) શિવાજીએ દક્ષિણના મુગલ અમલદારોને પત્ર લખી પિતાનાં કૃત્ય માટે દિલગીરી દેખાડી એ ખબર બિજાપુરના દરબારમાં પડતાં જ બિજાપુરના મુત્સદ્દીઓએ ધાર્યું કે શિવાજીનું જોર તૂટતું જાય છે. મરાઠાઓ નબળા પડ્યા છે અને શિવાજી ગભરાય છે, માટે આવા સંજોગોમાં દુશ્મનની નબળાઈ અને ગભરાટનો લાભ લઈ તેનું વધતું જતું જોર તોડી નાખવું એ જ બિજાપુરના હિતમાં છે, એમ ધારી શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો.
જ્યારે જ્યારે બિજાપુર સરકારને તક મળતી ત્યારે ત્યારે શિવાજીને સધાય તે પરેશ અને નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com