________________
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧ લું તે અપક્ષ ચૂંટી ખણવાનું કામ બિજાપુર ભૂલતું નહિ. દંડારાજપુરના હબસી સાથે શિવાજીને ઝપાઝપી થઈ તે વખતે પણ બિજાપુરના બાદશાહે હબસીને પક્ષ પકડી શિવાજીનો વિરોધ કર્યો હતે. ( કવિ પરમાનંદ કૃત “શ્રી. શિવ ભારત” મરાઠી ભાષાંતર). શિવાજીએ ચંદ્રરાવ મોરેને નાશ કરી જાવળી જીતી લીધી ત્યારે પ્રતાપરાવ મોરેને બિજાપુર સરકારે આશરે આપ્યો હતે. એવી રીતે નાની નાની બાબતોમાં એક બીજાને વિરોધ વધે જતા હતા. બિજાપુરના મહમદશાહના મરણ પછી દક્ષિણના મુગલ સુબા ઔરંગઝેબે બિજાપુર બાદશાહતને જે મુલક હસ્તગત કર્યો હતો તેમાં શિવાજીએ ઘાલમેલ કરી અને બિજાપુરના મુલકમાં પણ ધમાલ મચાવી મૂકી, તેથી અને નિઝામશાહી રાજ્ય મુગલેએ તેડયું તે શિવાજી પચાવી પડશે એવું બિજાપુરને લાગ્યું, તેથી શિવાજી સામે પગલાં ભરવાની તાકીદ બાદશાહને લાગી. બિજાપુર બાદશાહત સંબંધી –
આ વખતે બિજાપુરની ગાદીએ અલીઆદિલશાહ હતા. બાદશાહ નાની ઉંમરને હેવાથી બિજા પુરના રાજ્યને કારભાર બાદશાહને નામે એની મા રાજમાતા બેગમ બારી સાહેબા ચલાવતી હતી. મુગલ સાથેના છેલ્લા વિગ્રહ વખતે બાદશાહતને બેવફા નીવડી, ફાટી જઈ મુગલ સુબેદાર ઓરંગઝેબ સાથે મળી જવાના ખોટા વહેમથી બિજાપુર રાજ્યના જના પ્રધાન ખાન મહમદખાનને મારી નાખવામાં આવ્યો હતે. ખાન મહમદખાનના મૃત્યુ પછી તેની જગ્યાએ મુખ્ય પ્રધાન તરીકે ખવાસખાનની નિમણૂક કરવામાં આવી હતી. ખવાસખાન પોતાની જવાબદારીના કામમાં અને રાજ્યવહીવટમાં બહુ કાબેલ અને ઉસ્તાદ હતું, છતાં રાજ્યને કારભાર રાજમાતા જ ચલાવતી હતી. રાજકાજના કામમાં બેગમ બારી સાહેબા બહુ જ હેશિયાર, દીર્ધદષ્ટિવાળી તથા હિંમતવાળી હતી. સિંહજીના પુત્ર શિવાજીને હવે દાબી દેવાનું બિજાપુર સરકારે નક્કી કર્યું હતું, પરંતુ બિજાપુરના મુત્સદ્દીઓમાંથી કેઈની સૂચના એવી થઈ કે શિવાજીની સામે પગલાં ભરતાં પહેલાં તેના પિતા સિતાજીને ફરીથી આખરની ચેતવણી આપવી. નીચેની મતલબને પત્ર બિજાપુર દરબાર તરફથી સરદાર સિંહાને બેંગલેર મેકલવામાં આવ્યો હતા. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે –“તમારા છોકરા શિવાજીના સંબંધમાં હવે તમને છેલ્લી ચેતવણી ગંભીરપણે આપવામાં આવે છે. તમે તમારા બંડખોર છોકરાને વારે નહિ તે એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. તમે આ રાજ્યના સરદાર છે. આ રાજ્યનું નિમક તમે ખાધું છે, આ રાજ્ય વડે તમે ચડ્યા છે, ફૂલ્યા છે અને ફાલ્યા પણ છે. આ રાજ્યે તમારા કામની, તમારી સેવાની અને તમારા શૌર્યની કદર કરી છે. આ રાજ્ય તમારી પ્રત્યે આવી માયાળુ વર્તણૂક રાખી છતાં, તમારો જ દીકરે બિજાપુર સરકારની સામે થાય, એમને મુલક લૂંટે, એમના કિલ્લાઓ પડાવી લે, બંડ કરીને તોફાન કરે, બિજાપુરના મલકની પ્રજાને કનડે, સતાવે અને એવાં એવાં અનેક ક કરી, બિજાપુરની ગાદીને ધક્કો પહોંચાડવા તૈયાર થાય એ હવે સહન થઈ શકે એમ નથી. આ રાજ્યની સત્તાની સામે થવામાં એણે નિમકહરામી કરી છે એમ તમે પણ કહી શકશે. તમે હવે વિધવિધ પ્રયત્નો કરી એની સાન ઠેકાણે આણે, નહિ તે એની જિંદગીને જોખમ છે એમ તમારે નક્કી સમજી લેવું. તમે આ બાદશાહતના સરદાર છે એટલે તમારી શરમની ખાતર આજસુધી એનાં કૃત્ય ઉપર ઢાંકપિડ કરી એને જ કર્યો. પાછળથી તમે ભલામણો લાવો અને અમને શરમાવો તે નહિ ચાલે, માટે અમો તમને આ છેલ્લી ચેતવણી આપીએ છીએ કે તમે તમારા દીકરાને સમજાવીને તેની સાન ઠેકાણે આણે, નહિ તે પરિણામ માઠાં આવશે.” આવા પત્રથી સિહાજી ગભરાય એ નરમ ન હતો. સિંહા કંઈ ખુશામત કે મહેરબાનીથી આ દરજજે નહોતે ચડ્યો. આ દરજ્જો અને આ સ્થાન તો સિંહજીએ પિતાની બહેશી અને તલવારના ઘેરથી મેળવ્યાં હતાં. બિજાપુરના દરબારમાં એને જે મે હતો, તે એની સમશેરના પ્રતાપ હતા. આ પત્રના જવાબમાં સિંહાજીએ બિજાપુરના બાદશાહને ચેખે ચોખ્ખું જણાવી દીધું કે “જનાબ! બાદશાહ સલામતે મને મારા દીકરા શિવાજીની સાન ઠેકાણે લાવવા માટે ચેતવણી આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com