________________
છત્રપતિ શિવાજી ચરિત્ર
ભાગ ૨ જે
પ્રકરણ ૧ લું.
૧. બિજાપુર દરબાર. ૨. અફઝલખાન, છે. ૫૮રપુરમાં અત્યાચાર,
[ ૪. શિવાજી મહારાજ અને કરણજી પંત
૫. અફઝલખાન અને ૫તાજી ૫ત.
[ ૬. ખાનના સ્વાગતની તૈયારીઓ. ૭. ખાન નીકળ્યા.
૧. બિજાપુર દરબાર. ददाम्येतं कृपाणं ते गृहाण निगृहाण माम् । . इदं विनिगदन्नेव धीरः सिंहसमस्वरः ॥ ३७॥ सिंहयायी सिंहकायः सिंहदृक् सिंहकंधरः । स्वपाणिद्वितयोध्धु तविकोशायुध सुंदरः ॥ ३८ ॥ तं निर्यातयितुं वैरं प्रवृत्तोसौ महाव्रतः ।
शिवः कृपाणिकाग्रेण कुक्षावेव तमस्पृशत् ॥ ३९॥ & ઘા તને કરું છું. લે જા, હવે પકડ મને” એવું કહીને સિંહ સમે જેને સ્વર,
આ સિંહના જેવી જેની દષ્ટિ, સિંહના જેવી જેની ગરદન, નાગી તલવારના વીંઝવાથી શોભતા તે શૈર્યશાળી અને કરારી સ્વભાવના શિવાજીએ દમનનું વેર વસલ કરવા પ્રવૃત્ત થઈને પોતાના બંને હાથથી પિતાની તલવારની અણી તે દુશ્મનના પેટમાં જ બેસી ( શિવભારત અધ્યાય. ૨૧-૭–૩૯ ).
મહાન પુરુષનાં જીવને બનાવોથી ભરપૂર હોય છે. ઐતિહાસિક પુરુષનાં જીવને જાણીતા અને ઉપયોગી બનાવોથી ભરપૂર હોવા છતાં, બધા બનાવોની મહત્તા સરખી ન આંકી શકાય. એવાઓના જીવનમાં પણ કેટલાક બનાવે છે એટલા બધા મહત્ત્વના હોય છે કે તે બનાવે એવા પુરુષોનાં જીવનનું પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે. સાધારણ માણસના જીવનમાં મહત્ત્વના બનાવો બને, તેથી એ વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય છે, પણ મહાન પુરુષોની તવારીખમાં જે મહત્ત્વના બનાવો બને છે, તેનાથી કેટલીક વખતે સમસ્ત સમાજ અથવા દેશના ઇતિહાસમાં પણ ફેરફાર થઈ જાય છે. શ્રી. શિવાજી મહારાજના જીવનમાં મહત્ત્વના બનાવે સંખ્યાબંધ બન્યા છે તેમાં અફઝલખાનને વધુ એ એક મહત્ત્વનો બનાવ હતો.
આ બનાવના સંબંધમાં વિદ્વાન ઇતિહાસકારમાં કેટલીક વિગતોની બાબતમાં મતભેદ છે. આ બનાવના સંબંધમાં જાના પત્ર. લેખો, માહિતી, દંતકથા, તથા જાના વખતનાં દફતરમાંથી જે પુરાવા મળી આવ્યા છે અને જે ઈતિહાસકારોએ પ્રસિદ્ધ ર્યા છે, તેમાં કેટલીક બાબતે એક બીજાથી જુદી પડે છે. જ્યાં જ્યાં પ્રસિદ્ધ ઈતિહાસકારોને મતભેદ થયા છે, પ્રસિદ્ધ થયેલા શિવાજી ચરિત્રમાં જ્યાં ત્યાં એક બીજાથી ભિન્ન હકીકત આવી છે. ત્યાં ત્યાં તે બની શકે તેટલી ભેગી કરી, વાંચકો આગળ અમે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com