________________
પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર
૧૭૫ સરત સ્વીકારી પિતાની શાહજાદીની શાદી બજાજી નિ બાળકર સાથે કરી અને તેને પોતાને જમાઈ બનાવી મોટી જાગીરીની સનદ કરી આપી.
બજાજી મુસલમાન બન્યો અને થડે કાળ શાહજાદી સાથે બિજાપુર રહ્યો. બિજાપુર બાદશાહના જમાઈને ઉપભોગ ભગવોને બજાજી છેડા વખત પછી પિતાને દેશ પાછો આવ્યો. પોતાને દેશ પાછા ફર્યા પછી બજાજીને કરેલાં કૃત્ય માટે (મુસલમાન બનવા માટે) પશ્ચાત્તાપ થયે. એનું મન એને ડંખ્યા જ કરતું હતું. મોતમાંથી બચવા માટે એણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો પણ તે માટે તેને દિલમાં
અતિ દુખ થતું હતું. એનું દિલ એને ડંખવા લાગ્યું. હવે એને લાગ્યું કે ગમે તેમ કરી, ગમે તેવી સ્થિતિમાં પણ મારે તો હિંદુ જ રહેવું જોઈએ. હવે બગડી કેમ સુધારવી એ ચિંતામાં એ પડ્યો.
બજાજી નિંબાળકરને મુસલમાન બનાવ્યાના સમાચાર શિવાજી મહારાજ તથા જીજાબાઈને મળ્યા. નિબાળકર અને ભેંસલે કુટુંબને સંબંધ બહુ નિકટને હતો તેથી અને હિંદુઓનું બહુ નામીચું કુટુંબ મુસલમાન બન્યું તેથી અને આ કુટુંબના વટલાવાથી હિંદુઓને પક્ષ નબળા બને તેથી મહારાજના દિલને આ કૃત્યથી ધક્કો લાગે. જીજાબાઈને પણ લાગ્યું કે “નિબાળકર જેવું કુટુંબ આજે આ દશાને પામે તે કાલે બીજા સરદારનું શું થશે? શિવાજી મહારાજે શરૂ કરેલા કામની વચ્ચે આ જબરી આડખીલી નીવડશે.” વગેરે વિચારેથી જીજાબાઈ પણ ચિંતાતુર થયાં.
બજાજ નિબાળકર શંભુ મહાદેવનાં દર્શન માટે શિંગણાપુર ગયો હતો, ત્યાં મહાદેવનાં દર્શન કરી પાછા ફરતાં જીજાબાઈને મળ્યો અને પિતાની વીતી અથથી ઈતિ સુધી નિવેદન કરી પોતે મુસલમાન ધર્મ સ્વીકારવા જરાપણ રાજી ન હતા પણ ક્યા સંજોગોમાં એણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતે તે બધું જીજાબાઈને કહ્યું. આપત્તિમાંથી બચવા માટે એને આ બધું કરવું પડયું અને તે માટે એને પશ્ચાત્તાપ થાય છે એ વાત જાબાઈને જણાવી. આ સ્થિતિ તે એને માટે અસહ્ય થઈ પડી છે અને - તેમાંથી ગમે તે રીતે એ બચવા ઈચછે છે એવું એણે ખુલે ખુલ્લું જીજાબાઈને કહ્યું. જીજાબાઈ આગળ
નું દુખ રડી બજાજી ચાલ્યો ગયો. બજાજ પિતાને સ્થાને ચાલ્યો ગયો પણ પોતાની વીતીનું વર્ણન કરીને જીજાબાઈને ઉંડા વિચાર સાગરમાં ડુબાડીને ગયો. જીજાબાઈને ચેન પડે નહિ. એમના મનમાં આ સંબંધી અનેક વિચારો ઉભા થયા. ' આવી રીતે મુસલમાન બાદશાહે સત્તાના જોર ઉપર ત્રાસ અને જુલમથી હિંદુઓને બળજબરીથી વટલાવે અને પ્રસંગ ટળે હિંદુઓ તેમને આપ–સંગનું કૃત્ય ગણું માફ કરી પાછા હિંદુ ધર્મ અને ન્યાતમાં શુદ્ધ કરીને ન લેતો કાળે કરીને હિંદુઓની સંખ્યા તદ્દન ઘટી જવાની અને હિંદુત્વને નાશ થવાને. અનેક જુલમ અને ત્રાસને લીધે પરધર્મમાં જોરજુલમથી ગયેલા હિંદુઓને હિંદુ ધર્મ જે શુદ્ધ કરીને પિતામાં ન મેળવી લે તે મુસલમાનોના જુલમને ઉત્તેજન આપવા જેવું થાય છે. જેને હિંદુ ધર્મમાં હજુ શ્રદ્ધા છે, હિંદુ ધર્મને માટે જેના અંતઃકરણમાં હજુ માન છે, હિંદુ દેવ દેવતા અને હિંદુ સંસ્કૃતિના જે પૂજક છે તેવા ઉપર અત્યાચાર થાય ત્યારે બીક અને ત્રાસને લીધે ફક્ત જીવ બચાવવા માટે જે બીજાને ધર્મ ઉપર ઉપરથી સ્વીકારે છે તે જે હિંદુ ધર્મમાં શુદ્ધ થઈને પાછો આવવા ઈચ્છા રાખતો હેય તે તેવાને માટે હિંદુ ધર્મ પિતાનાં બારણું બંધ રાખે તે હિંદુ ધર્મની મહત્તામાં જરૂર ઉણપ ગણાય. જ્યારે મુસલમાનેએ હિંદુઓને વટલાવી મુસલમાન બનાવવા માટે ત્રાસ, જુલમ, આક્રમણ અને અત્યાચારનું સુત્ર સ્વીકાર્યું હોય ત્યાં તે શુદ્ધિનું દ્વાર હિંદુઓએ ખુલ્લું મૂકવું એજ જુલમ અને સત્તાના દુરુપયોગને હિંદુઓને વ્યાજબી જવાબ ગણાય.” બજાજી કેવા કઢંગા સંજોગોમાં મુસલમાન બન્યો તે સ્થિતિ, તેના ઉપર કરવામાં આવેલું અઘટિત દબાણ, મુસલમાન ન બને તે દેહાંત દંડની શિક્ષાને અમલમાં મૂકવાની ધમકી વગેરે વાતે મરાઠાઓ આગળ મૂકી બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં લેવા તેમને સમજાવવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com