________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૧૨ મું જીજાબાઈએ વિચાર કર્યો. આ કામ માટે જીજાબાઈએ આગેવાની લઇ સમસ્ત મરાઠા મંડળ ભેગું કર્યું. મરાઠા મંડળ સમક્ષ બજાજીએ પિતાની સ્થિતિ રજુ કરી. ક્યા સંજોગોમાં એણે મુસલમાની ધર્મ સ્વીકાર્યો એ પણ વિગતવાર મંડળ આગળ વર્ણવ્યું. પોતે કરેલાં કૃત્ય માટે પિતાનો પશ્ચાતાપ જાહેર કર્યો અને પિતાને શુદ્ધ કરી ન્યાતમાં લેવા માટે મરાઠા મંડળને વિનંતિ કરી. બહુ પ્રતિકૂળ સંજોગોમાં બજાજીને આ રસ્તો લેવો પડયો હતો અને પોતે કરેલાં કૃત્યને હવે એ પશ્ચાતાપ પણ કરે છે તે ન્યાત સર્વ સત્તાવાન અને શક્તિવાન છે, ધારે તે બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં દાખલ કરી શકે છે. પિતાને જીવ બચાવવા માટે બજાજીએ આ કામ કર્યું છે તેનો વિચાર કરી, આપ–સંગે આ કૃત્ય એને કરવું પડયું એમ માની ન્યાત એને પાવન કરી લે એવી જીજાબાઈએ મરાઠા મંડળને વિનંતિ કરી. મરાઠા મંડળે સર્વે સંજોગો ધ્યાનમાં લઈ બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં લીધે. બજાજીની શુદ્ધિ થયાથી શિવાજી મહારાજને આનંદ થયો પણ જીજાબાઈએ મહારાજને જણાવ્યું કે ફક્ત શુદ્ધિ કર્યાથી આપણી જવાબદારી ઓછી થતી નથી. શુદ્ધિ પછી ખરી જવાબદારી શરુ થાય છે, સામાજિક સુધારે છે ત્યારે જ ફળીભૂત થાય કે જયારે સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત પુરુષો સુધારાને કુહાડે પિતાના પગ ઉપર મારે. મરાઠા મંડળે બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં સ્વીકાર્યો. રોટી વહેવારને સહેલે પ્રશ્ન પતી ગયે, પણ બેટી વહેવારને અઘરો પ્રશ્ન તે હજુ બાકી જ છે. બેટી વહેવારના પ્રશ્નના નિકાલ મરાઠા મંડળનું કોઈ આગેવાન કુટુંબ કરે તેજ શુદ્ધિની પ્રથાને ઉત્તેજન મળે. માતા જીજાબાઈને આ બેલ મહારાજના અંતઃકરણમાં ઉંડા પેઠા અને એમને ખાત્રી થઈ કે શુદ્ધ કરેલા કુટુંબને અપનાવવા માટે આગેવાનોએ એમની સાથે સંબંધ બાંધવા બેટી વહેવાર કરવા તરત આગળ પડવું જોઈએ. જે આગેવાન કુટુંબે આ બાબતમાં શિથિલ વૃત્તિ બતાવે તે શુદ્ધ થયેલા બિચારા કમનસીબ માણસની સ્થિતિ અતો તો થયા વગર રહેજ નહિ. મહારાજે માતાને જણાવ્યું કે તમારા વિચારો બરાબર છે. માતાએ તરત જ પુત્રને જણાવ્યું કે
બજાજીને શુદ્ધ કરી લેવા માટે મરાઠા મંડળને આપણે વિનંતિ કરી આ શુદ્ધિની બાબતમાં આપણે આગેવાની લીધી છે તે તારી પુત્રી સખુબાઈનું લગ્ન બજાજીના દીકરા માધાજી જોડે થાય તો જ શુદ્ધિને ખરું ઉત્તેજન મળે. મારો વિચાર તે આપણી સખને માધાજી સાથે પરણાવવાનું છે.” માતાના મુખમાંથી પડતા બોલ ઝીલે એવા આજ્ઞાધારક શિવાજી મહારાજ હતા. એમણે માતાની મરજી મુજબ પિતાની દીકરી સખુબાઈનું લગ્ન બજાજીના પુત્ર માધાજી જોડે કરીને શુદ્ધિને ખરું ઉત્તેજન આપ્યું. દીકરીને પહેરામણીમાં પૂના પ્રાંતમાં પુરંદર તાલુકાની વહાલે ગામની પટલાઈ આપી. તે સંબંધમાં તા. ૨૭ ઑકટોબર ૧૬૫૭ ને રોજ શિવાજી મહારાજે તાકીદ પત્ર મોકલ્યું (શિ. કા. ૫. સા. સં. ખંડ. ૧ પાનું. ૧૬૧ ).
આ આખા પ્રકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અત્યાચાર, ગેરવાજબી દબાણ, ત્રાસ, ધમકી અને જુલમથી વટલાવેલા માણસને શુદ્ધ કરીને જાત જાતમાં લેવા જેટલી ઉદારતા શિવાજી મહારાજના વખતમાં હિંદુઓએ બતાવી હતી. આસરે ૨૦૦-૨૫૦ વરસ પહેલાં હિંદુ સમાજ, આપત્તિમાંથી બચવા માટે, દેહાંત દંડની શિક્ષા ટાળવા માટે, પોતાનો જીવ બચાવવા માટે, જો કોઈ હિંદુ પરધર્મ સ્વીકારી લેતા તે એવા બિચારા કમનસીબ માણસ યા કુટુંબ માટે સાંકડું દિલ રાખે એવા ન હતા. જેરજાલમને લીધે જેને પરધર્મ સ્વીકાર પડ્યો હોય એ પુરુષ ન્યાતમાં આવવા માટે ન્યાતને અરજ કરે અને બહુ વિકટ સંજોગોને લીધે એને ધર્માંતર કરવું પડયું હતું એની ખાત્રી ન્યાતને કરી આપે તે તેવા પુરુષની શુદ્ધિ કરી તેને ન્યાતમાં લેવા જેટલે તે જમાનામાં હિંદુ સમાજ ઉદાર હતા.
બીજે જીજાબાઈ જેવી સ્ત્રીએ આ કામમાં આગેવાની ભર્યો ભાગ લઈ મરાઠા મંડળ ભેગું કર્યું અને બજાજીની હકીકત ઉપર વિચાર કરી તેને પાછા હિંદુ ધર્મમાં લેવાની એમણે ન્યાતને વિનંતિ કરી એ બીના તે વખતની સ્ત્રીઓમાં સામાજિક સુધારાના વિચાર વિકાસ પામેલા હતા, એ બતાવી આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com