________________
૧૭૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મું હાથે એક વડલાના વૃક્ષ હેઠળ મરા (મ. ફિ.). આ વડલાને આજે પણ “જાપ નિચા વડ” એ નામથી મહારાષ્ટ્રમાં લેકે ઓળખે છે.
આ લડાઈમાં મુધાજીનો પુત્ર બજાજી નિ બાળકર કેદ પકડાય અને તેને બિજાપુર લઈ જવામાં આવ્યું. બજાજીને બિજાપુર બાદશાહ સમક્ષ ખડે કરવામાં આવ્યું. બાપના ગુના માટે બેટાને ગરદન મારવાની શિક્ષા ફરમાવવામાં આવી.
બિજાપુર દરબારમાંના મરાઠા સરદારોને બજાજીને થયેલી સજાથી ભારે દુખ થયું. આ સા એ તે બજાજીને કેવળ અન્યાય છે, એમ મરાઠા સરદારોને લાગ્યું. બિજાપુરના બાદશાહ બજાજી ઉપર કેવળ સિતમ સુજારે છે એમ કેટલાકને લાગ્યું અને ઘણા મરાઠા સરદારની લાગણી બજાજી તરફ ખેંચાઈ ગમે તેમ કરી બાદશાહને સમજાવી મનાવીને પણ બજાજીની સજા માંડી વળાવવાને મરાઠા સરદારોએ વિચાર કર્યો. બજાજીને કરવામાં આવેલી સજા બહુ ભારે અને કડક છે માટે બાદશાહ સલામતે બાજીની બાબતમાં ફરી વિચાર કરે એવી અરજ મરાઠા સરદારોએ બાદશાહને ગુજારી. બારીક તપાસ કરતાં બાદશાહને જણાયું કે બજાજીને ગરદન મારવામાં આવે તે દરબારના મરાઠા સરદારોનાં દિલ દુભાવાને સંભવ છે. બિજાપુર દરબારનો ઈચછા બજાજીને નાશ કરવાની હતી કારણ શિવાજી મહારાજે જે હિલચાલ ઉભી કરી હતી તેમાં બજાજી ખુલ્લી રીતે મળશે એવો બાદશાહને ભય હતું અને જો બજાજી શિવાજી સાથે મળીને બિજાપુર સામે ખુલ્લું વેર જાહેર કરે તે બિજાપુર સત્તાને ધક્કો પહોંચે એમ હતું. આ બધી બાબતેને વિચાર કરી બજાજીને શિવાજીને સાથી બનતે અટકાવવા માટે તેને નાશ કરવાને બાદશાહે વિચાર કર્યો. દરબારના મરાઠા સરદારની વિનંતિથી બાદશાહ સહેજ પલળે તે ખરો પણ નિબળકરનું મહારાષ્ટ્રમાં ભારે લાગવગ અને વજન ધરાવતું કુટુંબ શિવાજી સાથે જોડાઈ મુસલમાની સત્તા સામે માથું ઊંચું કરે એ બાદશાહને કોઈપણ રીતે પાલવે એમ ન હતું. જો નિબાળકરને ગરદન મારે તે હિંદુ સરદારમાં બેદિલી ઉભી થાય અને જે નિંબાળકોને સ્ટે કરવામાં આવે તે દુશ્મનનું બળ બમણું વધે છે આવી કઢંગી સ્થિતિમાંથી પણ બાદશાહે ઉંડે વિચાર કરી એક રસ્તે શોધી કાઢ્યો. બજાજી કબુલ ન કરે એવો સરત બાદશાહે બજાજીના છુટકારા માટે નક્કી કરી અને મરાઠા સરદારેને અને બજાજીને જાહેર કર્યું કે – બજાજી નિબળકર જો હિંદુ ધર્મ છોડીને મુસલમાન ધર્મ સ્વીકારે તે એને કરવામાં આવેલી દેહાંતદંડની શિક્ષા માફ કરીને એને બંધનમુક્ત કરવામાં આવશે એટલું જ નહિ પણ એને મટી જાગીર બક્ષીસ આપવામાં આવશે” (મ.શિ.). બજાજી નિબળકર આગળ એના છુટકારાની ઉપર પ્રમાણેની સરત મૂકવામાં આવી. હિંદુધર્મને ત્યાગ કરી મુસલમાન થવું એ સરત બજાજીને અતિ આકરી, અસહ્ય અને નહિ સ્વીકારવા જેવી લાગી. આ સરતથી છૂટવું એ બજાજીને મરવાથી પણ વધારે આકરું લાગ્યું. બજાજી બહુ દુખી થયો અને આ સરત ઉપર વિચાર કરવા લાગ્યો. એની આગળ તે હવે એક જ રસ્તો ખુલ્લે રહ્યો. વતન વાડીવજીફા અને સર્વસ્વ ત્યાગ કરવો અથવા હિંદુધર્મને ત્યાગ કરે. ૩૦૦-૪૦૦ વરસથી ચાલી આવતું વતન અને જાગીરને સવાલ પણ એની નજર આગળ ઉભે થે. બજાજીએ વિચાર કર્યો, ચારે તરફ નર દોડાવી ત્યારે એને લાગ્યું કે આ જમાને કપાઈ મરવાને નથી. “ જીવતો નર ભદ્રા પામે ” એ કહેવત પણ એના મગજમાં તાજી થઈ આવી. સર્વસ્વ ખોવા કરતાં સમય પ્રતિકૂળ છે એટલે તેને આધીન થઈ જીવ બચાવવા માટે ભલે મરજી ન હોય તે પણ સરત સ્વીકારવી. મુસલમાન ધર્મસ્વીકાર જ છે તો પૂરેપુરે ફાયદો મળે એવી સરત આપણે પણ મૂકવી એવો નિશ્ચય કરી બજાજીએ બાદશાહને કહેવડાવ્યું કે “જે બાદશાહ સલામત શાહજાદી સાથે મારું લગ્ન કરી અને બાદશાહને જમાઈ અનાવે તો હ બાદશાહની સરત સ્વીકારવા તૈયાર છું. શાહજાદીની મરછ પણ બજાજી સાથે પરણવાની હશે અને તેણે માગણી કરવાની ખટપટ કરી હોય એમ દેખાય છે ( મ. ફિ.). બાદશાહે બજાજીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com