________________
૧૭૦ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૧ મું શિવાજી મહારાજ બાહોશ અને હોશિઆર માણસની કદર કરનારા હતા એટલે જ્યાં જ્યાં ઉત્તમ પુરુષ એમને શરણ આવ્યા ત્યાં તે બધાને એમણે આશ્રય આપે અને એમના ગુણેનો વિકાસ થાય એવાં કામ એમને સંપ્યાં. એવા પુરષોને તેમની લાયકાત મુજબ કામગીરી સોંપતા. શિકે શરણે આવ્યા એટલે તરત જ મહારાજે તેમને પોતાની નોકરીમાં ધી લીધા. આજુબાજુના જે જે સરદારોએ મહારાજની સામે માથાં ઊંચાં કર્યા તે બધાને સીધા કરી દીધા. આમ રત્નાગિરિની પૂર્વને મોટો ભાગ શિવાજી મહારાજના કબજામાં આવી ગયો.
હિડા કિલે કબજે
જાવળીનું મહાભારત કામ પત્યા પછી શિવાજી મહારાજનું ધ્યાન હિરડસ માવળના દેશમુખના તોફાની વર્તન તરફ ખેંચાયું. એ દેશમુખના ઉગતા તેફાનને વખતસર દાબી દેવામાં ન આવે અને સવેળાએ એને સીધે કરવામાં ન આવે તે વખત જતાં એનાં તોફાનેનો ચેપ બીજે ફેલાય અને પરિણામ ગંભીર આવે એ વિચારથી મહારાજે એ દેશમુખને દબાવી દેવાને નિશ્ચય કર્યો. જાવળીના દિગ્વિજય પછી થોડે જ દિવસે હિરડસ માવળ ઉપર ચડાઈ કરવાનું નક્કી કરી એક રાત્રે મહારાજે હિરડસ માવળના દેશમુખ ઉપર અચાનક હલ્લે કર્યો. હિડા કિલ્લામાં રહીને દેશમુખ બહુ હિંમતથી શિવાજી સામે લડ્યો. દેશમુખે પિતાના શૌર્યથી મહારાજને ચકિત કરી દીધા. થોડા દિવસ સુધી તે એણે હિંમતથી લડત ચલાવી મહારાજને થકવવા માંડ્યા પણ આખરે દેશમુખ માર્યો ગયો અને રોહિડા કિલ્લે મહારાજને કબજે આવ્યું. આ લડાઈમાં દેશમુખના દિવાન બાજીપ્રભુએ મહારાજની સામે લડવામાં કમાલ કરી હતી. લડાઈ વખતે બાજીપ્રભુની હિમત, એની હેશિયારી, એની બહાદુરી, એની કુનેહ અને કાબેલિઅત જઈ મહારાજની નજરમાં આ પુરુષ વસી ગયો. જ્યાં જ્યાં સદ્દગુણી પુરુષો જડે ત્યાંથી તેમને પોતાની નોકરીમાં લઈ લેતા અને એમને એગ્ય સ્થળે ગોઠવી દેતા. પ્રતિકૂળ સંજોગોને લીધે ધૂળમાં પડેલાં રત્ન મહારાજ ઉંચકી લેતા અને શોભે એવે ઠેકાણે એમને ગોઠવતા. કિલ્લે કબજે આવ્યા પછી મહારાજે દિવાન બાજીપ્રભુને બોલાવી તેની હિંમત અને શૌર્ય માટે તેને સાબાશી આપી અને એના સદ્દગુણોની કદર કરી પિતાની નોકરીમાં નંધી દીધો. આ બાજીપ્રભુના પરાક્રમની પ્રતીતિ વાંચકોને આગળ થશે. મેરેને નાશ કર્યાથી વાડીના સાવંત, શૃંગાપુરના સર્વે, દક્ષિણ કંકણના દળવી વગેરે સરદારને સીધા દર કરતાં મહારાજને વાર ન લાગી.
ઈ. સ. ૧૬૫૫ ની સાલ સુધીમાં મહારાજના તાબામાં ઘણો મુલક આવી ગયો. ધીમેથી શરૂઆત કરી ઈ. સ. ૧૬૫૫ સુધીમાં મહારાજે મહારાષ્ટ્રનો ઘણે ખરો મુલક કબજે કર્યો હતો. પ્રોફેસર જદુનાથ સરકારના “શિવાજી” ના પા. ૪૯-૫૦ પ્રમાણે ૧૬૪૬-૪૮ સુધીમાં શિવાજી મહારાજની તાબામાં તેમના બાપની બધી જાગીર તથા બિજાપુર બાદશાહતમાંથી મેળવેલે પ્રદેશ હતો. ટૂંકમાં પૂના પ્રાંતને દક્ષિણ ભાગ તેમના તાબામાં આવી ગયા હતા. આ ઉપરાંત ચાકણનો પણ કબજો લીધે હતો. વધુમાં કલ્યાણ, મહુલી અને થાણા જીલ્લાના દક્ષિણપૂર્વ ભાગને છેડે મુલક તથા કાલાબા જીલ્લાને અર્ધ પૂર્વ ભાગ મેળવ્યો હતો. આટલું તે ૧૬૪૮ સુધીમાં પણ ૧૬૫૫ માં જાવાની છતને પરિણામે મહારાજનો મુલક વિસ્તાર ઘણો વળે. સતારા જિલ્લાની દક્ષિણ સરહદ સુધીને તથા કાંકણમાં મહાડથી શરુ કરી આખો પૂર્વ રત્નાગિરિ જિલે એટલે કે દરિયા કિનારા સિવાયને લગભગ બધે કંકણ પ્રદેશ શિવાજી મહારાજના અમલ નીચે આવી ગયો હતે.
જાળીની છત પછી મહારાજના મલકનો વિસ્તાર બહુ વધી ગયો. મહારાજ જે મુલક છતતા ત્યાં તરત જ સુવ્યવસ્થા અને શાંતિ સ્થાપી દેતા. મહારાજે કામના ભાગ બહુ સુંદર અને વખાણવાલાયક પાડ્યા હતા. મુલક જીતનારાઓ મલક જીતવાનું કામ કર્યોજ કરે. જીતેલા મુલકાની વ્યવસ્થા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com