________________
પ્રકરણ ૧૧ મું ]
છે. શિવાજી ચરિત્ર આવ્યા અને મહારાજને વફાદાર રહેવાના એમણે સેગંદ લીધા. આથી મહારાજે એમને પોતાની નોકરીમાં નોંધી લીધા. આવી રીતે ચંદ્રરાવના આ બે છોકરાઓને મહારાજે ઈ. સ. ૧૬૫૬ ના મે માસમાં પૂને મોકલી દીધા અને રાયરી કિલ્લો હસ્તગત કર્યો. નોકરીમાં નોંધ્યા પછી પણ મહારાજ ગફલતમાં ન હતા. દુશ્મનના દળમાંથી આવેલા સુઇ, જ્ઞાની અને ગુણવાનોને મહારાજ આશ્રય આપતા પણ એમની કસોટીએ પૂરેપુરા ઉતર્યા સિવાય એ તેવાઓ ઉપર કદી પણ પૂરો વિશ્વાસ મૂકતા નહિ. એમની પરિક્ષામાં પાસ થતાં સુધી મહારાજ એવા માણસેનાં વર્તન બહુ ઝીણી નજરથી તપાસતા. ચંદ્રરાવના છોકરાઓને પિતાની નોકરીમાં નોંધ્યા પછી પણ એમના ઉપર ખાનગી જાણો મહારાજે બહુ સખત રાખ્યો હતો. એમનાં કૃત્યો અને હિલચાલની ગુપ્ત ચેકસી રાખવા માટે મહારાજે ગોઠવણ કરી દીધી
વના દીકરાઓ જાણતા પણ ન હતા કે એમની હિલચાલ ઉપર બહુ બારીકાઈથી ધ્યાન આપવામાં આવે છે. મોરેના છોકરાઓને તે મહારાજ ઉપર વેર લેવું હતું એટલે એમણે બિજાપુર બાદશાહ સાથે ગુપ્ત સંદેશા શરુ કર્યા. મહારાજની સામે કાવત્રુ રચવાને પત્રવહેવાર બિજાપુર બાદશાહ અને કૃષ્ણરાજની વચે શરૂ થયો. આ બંને ભાઈઓ ઉપર ગુસ નજર રાખનારાઓને શક આવ્યું એટલે એમણે વધારે સખ્ત જાપ્ત કાઈ ન જાણે એવી રીતે રાખવા માંડયો. આખરે કાવવું ૫કડાયું. મહારાજની વિરુદ્ધ બિજાપુર બાદશાહને મોરેના પુત્ર કૃષ્ણરાજે લખેલા પત્રો પકડાયા. એ પત્ર મહારાજને સ્વાધીન કરવામાં આવ્યા. મહારાજે બહુ ખૂબીથી કૃષ્ણરાજને આ સંબંધમાં પૂછ્યું ત્યારે તેણે કાન ઉપર હાથ મૂક્યા. મહારાજે તરતજ એના પત્રો એને બતા કૃત્ય કબુલ કર્યા સિવાય છૂટકોજ ન હતા. મહારાજે ગુનાની ખાત્રી કરી લીધી અને વિશ્વાસઘાત કરી મહારાજ સામે કાવત્રુ રચવાના આરોપ માટે કૃષ્ણરાજ તથા બીજરાજને પૂના નજીક ફાંસી દેવામાં આવી, આવી રીતે ઈ. સ. ૧૬૫૬ માં મોરે મરાયા, હણમંતરાવ હણાયા અને જાવળી છતાયું. જાળીની છત પછી મોરેના લશ્કરમાંથી જે જે સિપાહીઓને મહારાજના લશ્કરમાં જોડાવાની ઈચ્છા હતી તેમને નોકરીએ ચડાવ્યા. બાજીરાવ મેરે પોતાના ભાઈઓનાં જાગીરનાં ગામ બથાવી પાડ્યો હતો તે ગામે હક્ક મુજબ જેને તેને આપવામાં આવ્યા. મહારાજે જાવળી જાગીરનો આખો મુલક છો. આ જીતમાં નામીચે વાંસેટાને કિલ્લે મહારાજને હાથ લાગે. આ છતથી હિંદવી સ્વરાજ સ્થાપવાની મહારાજની
જનાને માર્ગ બહુ સરળ થે. જાવળી છતવાથી મહારાજને બહુ મેટું લશ્કર ઉભું કરવાની અનુકૂળતા મળી. જાળીની જીતથી શિવાજી નિર્ભય બન્યા. હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં નડતી આડખીલીને નાશ થયો. મોરે કુટુંબે ૭-૮ પેઢીથી જાવળીમાં બહુ ધન ભેગું કર્યું હતું તે બધું શિવાજીને હાથ લાગ્યું. જાવળીના ધનમાંથી મહારાજે મહાબળેશ્વર મહાદેવના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો અને અફઝલખાનના વધથી જાણતા થયેલે પ્રતાપગઢનો કિલ્લો બંધાવ્યો. આ કિલ્લાની માહિતી આગળ આપવામાં આવશે. ૫. શૃંગારપુરમાં શિવાજી, રેહિડા કિટલે કબજે અને મહારાજના મુલકનો વિસ્તાર
જાળીની જીતથી શિવાજી મહારાજના વિજ્ય માટે પશ્ચિમ અને દક્ષિણના દરવાજા ખુલી ગયા. જાવળીના વિજયથી મહારાજની સત્તા જામી અને વધી, કાંકણું પ્રાન્તમાં જાવળીની પશ્ચિમે રત્નાગિરિ જીલ્લામાં સરદાર ચૂર્વેનું શૃંગારપુર આવેલું છે. એ સૂર્વેની જાગીરના મુલકને કારભાર શિકે નામને કારભારી કરતા હતા. જાવળીનું પ્રકરણ પતાવ્યા પછી શિવાજી મહારાજે પિતાને મોરચે શૃંગારપુર તરફ ફેરવ્યું. મહારાજ શૃંગારપુરની હદમાં પઠાની ખબર સૂર્વેને મળી એટલે એ શૃંગારપુર મૂકીને નાસી ગયો. માલીક ચૂર્વે કરતાં કારભારી શિકે વધારે હિંમતબાજ અને બાહોશ હતા. શિર્કે ગામ મૂકીને નાઠે નહિ, પણ શિવાજી મહારાજનું બળ અને તૈયારી જેઈ, કોઈ પણ પ્રકારે સામનો કરવામાં પિતે ફાવવાના નથી એવી ખાત્રી થવાથી શિવાજીને શરણે આવ્યો.
22
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com