________________
૧૬૮
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મુ’ સંબંધ બાંધી એમને મેળવી લેવાય તે તેમ કરવાના મહારાજે વિચાર કર્યાં. ચંદ્રરાવ મારેની છેકરી સાથે પરણીને એની સાથે સસરા જમાઈ ના સંબંધ બાંધવાના પણ વિચાર કર્યાં. આ છેલ્લા ઉપાય અજમાવી જોવાના ઈરાદાથી મહારાજે પોતાના ખાસ વિશ્વાસુ સેવકા શ્રી. રાધે ખલ્લાળ અને શભાજી કાવજીને ખેલાવ્યા અને મારેને ત્યાં જવા કહ્યું. આ બંનેને ઘટતી સૂચના આપવામાં આવી. માલીકના ફરમાન મુજબ આ બંને જાવળી ગયા અને મારે સાથે, શિવાજી મહારાજ સાથે સગપણ સંબંધ બાંધવાની વાતચીત કરી. મેરેએ બેદરકારી બતાવ્યાથી રાધે બલાળ અને શભાજી કાવજીએ મેરેતે ચેાખે ચેખ્ખુ સંભળાવી દીધું. હિંદુત્વરક્ષણના કામમાં શિવાજી મહારાજ સાથે જોડાઈ જવાનું મેરેને કહેવામાં આવ્યું અને જો મારે તે માટે તૈયાર ન હોય તેા પરિણામ માટે તૈયાર રહેવું એમ પણ જણાવ્યું. શિવાજી મહારાજ સાથે સગપણના સબંધ બાંધવા સંબંધી પણ વાતો ચાલી હતી. મારે આવેલા માણસે ને કાઈ જાતને જવાબ આપતા નહેાતા. બધી ગાળગાળ વાતા કરે અને વખત લખાવ્યા કરે. મહારાજના પ્રતિનિધિઓએ જ્યારે મારેતે પડકાર કર્યાં ત્યારે એ સહેજ ડગ્યા પણ ખરા. એણે સંદેશાના જવાબ દેવા માંડ્યા. વખત વિતાડવામાં મેરેને કંઈક હેતુ હતો, એવી શંકા મહારાજને પડી, તેથી મહારાજે બહુ ઝીણી તપાસ કરવા માંડી. શિવાજી સાથે યુદ્ધ જમાવવા માટે બાદશાહ તરફથી મારેએ વધુ મદદ મંગાવી હતી, તેની મારે રાહ જોઈ રહ્યા હતા અને તેથી વખત વિતાડતા હતા એવી શિવાજીના સેવકા ખબર લાવ્યા. સેવકાએ બધી બાતમી મહારાજને આપી. શિવાજી મહારાજે આ ગભીર સ્થિતિના વિચાર કર્યાં. મહારાજ પોતાના ચુનંદા માણસા લઈને પુરંદર જવા નીકળ્યા. રસ્તામાં પોતાના વિશ્વાસુ હેર તરફથી કઈ ખાતમી મળી હાય તેથી કે વિચાર બદલાયા હોય તેથી મહારાજે પુરદરને રસ્તા બલ્યા અને મહાબળેશ્વર ગયા.
કિલ્લાના મજો.
૪. રાયરી કારડે અને કાવજીએ મારે સાથે સંદેશા ચાલુજ રાખ્યા હતા. મારે સીધા જવાબ દેતા નહિ અને માણસા શકાય એવા ઉત્તર આપતા. આખરે જ્યારે કારડે અને કાવજીની ખાત્રી થઈ કે મારે જવાબ આપવામાં ઈરાદાપૂર્વક ઢીલ કરે છે ત્યારે એક દિવસે કારડે અને કાવજીએ મારેને એના હેતુ સબંધી સંભળાવી દેવાના વિચાર કર્યાં અને એને મળ્યા. મારે તથા તેને ભાઈ સૂરાવ મેારે અને એક દિવાનખાનામાં હતા ત્યાં જઈ કારડે અને કાવએ સંદેશાને જવાબ માગ્યા. મેરેએ આડાઅવળા જવાબ દેવા માંડ્યા ત્યારે કારડે અને કાવજીએ ચેાખ્ખુ સંભળાવ્યું કે જવાબ નહિ આપવામાં કાવત્રુ હેવાના અમને શક છે. આ મુલાકાતમાં ખેલતાં ખેલતાં વાત વધી ગઈ. મારેએ મહારાજની ભારે નિંદા કરી એમનું અપમાન કર્યું. બધાએ મગજ ઊપરનો કાબુ ખાયે! અને પરિણામે કારડે અને કાવજીએ મારે અને તેના ભાઈ તે તેમના દિવાનખાનામાં કાપી નાખ્યા. અંતે ભાઈ ને મારીને મહારાજના માણસા કારડે અને કાવજી જાવળીમાંથી નાસી છૂટ્યા અને પેાતાના માલીકને મળ્યા. બાળાજીરાવ મેરેના ભાઈ ઓ કે જેમનાં ગામા બાળાજી ખચાવી પડ્યો હતા તે બધા ખાળા ના પતનમાં રાજી હતા. આ ભાઈ એ શિવાજીને મળ્યા અને બધાએ ભેગા થઈ જાવળી ઉપર ચડાઈ કરી. બાળાજીરાવના છે.કરાઓ અને તેના પ્રધાન હણમતરાવ શિવાજીની સામે બહુ બહાદુરીથી લડ્યા. ચંદ્રરાવ મેરેના છેકરા અને કુટુંબના બીજા માણસા કેંદ્દ પકડાયા અને પ્રધાન હણમંતરાવ કાવજીને હાથે હણાયા. ચંદ્રરાવ મારે મરાયા પછી અને જાવળી મહારાજે જીત્યું એટલે તેના છેકરાએ કૃષ્ણરાજ અને ખાજરાજ, ખીજા સગાં સાથે જાવળીથી નાસી રાયરીના કિલ્લામાં જઈ ભરાયા. મહારાજે એમની પૂંઠ પકડી. મહારાજના માનીતા સરદાર અને સ્નેહી હૈબતરાવ સીલીમકરને મેરેના આ પૂત્રોની ધ્યા આવી તેથી એ વચ્ચે પડયો અને છોકરાને જીવતદાન આપવા મહારાજને વીનવ્યા. ચંદ્રરાવના પુત્રા શરણે આવે તે માફી આપવાનું મહારાજે કન્નુલ કર્યું અને હૈખતરાવ સીલીમકર કૃષ્ણરાજ અને બાજરાજને રાયરી કિલ્લાની નીચે લઈ આવ્યેા. આ બંને છોકરાઓને મહારાજ આગળ રજૂ કરવામાં આવ્યા. છેકરા શરણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com