________________
પ્રકરણ ૧૧ મું ]
૭. શિવાજી ચરિત્ર
૧૬૭
અને ખૂંચે છે. મારા ગામના મારે અધિકાર એજ ભાગવે છે. એ ખળીએ રહ્યો એટલે મારા જેવા નિર્મૂળના કાઈ હાથ ઝાલતું નથી. હું મૂગે માંએ મારેના માર સહન કરી રહ્યો છું. મહારાજે આ ખાબતની તપાસ કરી અને એમને માલમ પડયુ કે સત્તાના જોર ઉપર ચંદ્રરાવ નિળને કચરી રહ્યો છે. મહારાજે ખિરવાડીના પાટીલને તેને અધિકાર અપાવ્યા. મહારાજના આ કૃત્યથી મારે અને મહારાજના વિરાધમાં વધારા થયેા.
૫. શિવાજી મહારાજને પકડવા માટે બિજાપુરના બાદશાહે બાજી શ્યામરાજ નામના સરદારને લશ્કર આપી મહારાજ ઉપર માકલ્યા. જાવળીના જાગીરદારની સલાહ અને સહાય વગર એ કામમાં ખાજી શ્યામરાજ કાંઈ કરી શકે એમ ન હતું. ચંદ્રરાવ મારેએ બાજી શ્યામરાજને મદદ માટે વચન આપ્યું અને જ્યારે બાજીને જરુર પડી ત્યારે એને અને એના લશ્કરને જાવળીની હદમાં છૂપાઈ જવાની સગવડ કરી આપી. મારૈના આ કૃત્યથી બંને વચ્ચે કડવી દુશ્મનાવટ થઈ.
૬. મારેને મનાવી હિંદુત્વરક્ષણના કામમાં સામેલ કરી પોતાના પક્ષમાં લેવાના ઈરાદાથી મહારાજ તે મારેને સમજાવવા જાવળી ગયા હતા. મહારાજ જાવળી ગયા તેના લાભ લઈ મારેએ કાવત્રુ રચ્યું પશુ મહારાજને આ કાવત્રાની પહેલેથીજ ગંધ આવી ગઈ હતી, તેથી એ પેાતાનું કામ આટાપી સાઈથી જાવળીવાળાની જાળમાં ફસાયા વગર સહીસલામત ચાલી ગયા. આ કૃત્યથી તે। ચંદ્રરાવે મહારાજ સાથેના વેરમાં હળાહળ ઝેર રેડયું.
૩. મારે મરાયા, હુણમંતરાવ હણાયા અને જાવળી છતાઈ.
રાજા ચંદ્રરાવ મેારીના જાવળી ગામેથી મહારાજ ચાલાકીથી આબાદ છટકી ગયા. મારેને સમજાવવામાં પાતે ન ફ્રાવ્યા તેથી મહારાજને દિલમાં જરા લાગી આવ્યું. જે કુટુંબની સાથે નહિ ભગાડવા માટે આટલી બધી ખટપટ કરી વિધવિધ રીતે મનાવવાની કેાશિશ કરી છતાં એ કુટુંબ સાથે બગાડવાની ફરજ માથે આવી પડી એ વિચારથી મહારાજને ગ્લાનિ થઈ. મહારાજનું હદય જેટલું દયાળુ અને પાચુ હતું. તેટલું જ ફરજ બજાવવાની બાબતમાં સખત અને કઠણુ હતું. મહારાજ દિલથી માનતા હતા કે દેશ અને ધર્મના ઉદ્ધારના કામની વચ્ચે ડખલ કરનાર માણસને મનાવવાની પૂરેપુરી કૈાશિશ કરવી એ તેમનું ક`વ્ય છે, પણ તેથી રસ્તા સરળ અને સીધા ન થતા હેાય તે એ ડખલને મૂળથી નાશ કરવા એ પણ ફરજ છે. દેશ અને ધર્માધારના કામની આડે આવનાર બાપ હાય કે ભાઈ હાય, સગા હાય કે સ્નેહી હાય, મિત્ર હેાય કે માનીતા હેાય, ગમે તે હેય તે પણ તેને દૂર કરવાની માણુસની ફરજ છે. હિંદુ ધર્મ ઉદ્ધારના કામને માટે મહારાજ અડગ હતા. મારેતે ન મનાવી શક્યા તેથી દિલગીર થયા પણ આવા બનાવો, અકસ્માતે, કપટ અને કાવત્રાંથી પોતાના કામમાં એ જરાએ મેાળા પડે એવા નહતા. શિવાજી મહારાજની ખાત્રી તેા થઈ ગઈ કે ચદ્રરાવ મારે કાટી ઉપાયે પશુ બિજાપુરના બાદશાહુથી જુદો પડશે નહિ. હિંદુધ કે હિંદુત્વની એને કંઈ જ પડી નથી. મુસલમાની સત્તાને મજબૂત કરવામાં એ હિંદુધર્મના ઉચ્છેદ કરનારા બની હિંદુત્વ નાશના કામમાં ભાગીદાર બને છે એનું ભાન મહારાજે પૂરેપુરું એને કરાવ્યું હતું. ચારે તરફના વિચાર કરતાં મહારાજને લાગ્યું કે એ કાંટા રસ્તામાંથી દૂર કર્યે જ છૂટકા છે. મારેતેા નાશ કરવાને વિચાર કર્યાં પણ જૂના ધરે મહારાજની નજર આગળથી ખસતા નહતા. મારે નાશ કરવાને નિશ્ચય કરતાં પહેલાં આખરના એક ઉપાય અજમાવવાના મહારાજે વિચાર કર્યા. મારે ઉપર ચડાઈ કરતાં પહેલાં હજી એક તક એને આપવી ( અને જો આ છેલ્લી તકના લાભ એ લે તે પરિણામ બંને માટે લાભકારક નીવડે એમ હતું) એવા શિવાજી મહારાજે વિચાર કર્યાં. જાવળી ઉપર ચડાઈ લઈ જવા માટે ચંદ્રરાવે પુરતાં કારખ આપ્યાં હતાં છતાં મારે કુટુંબ ઉપર હાથ નાંખી એમને જમીન દેાસ્ત કરવાની એમની જરાપણ છા ન હતી. તેથી મહારાજે ચડાઈ લઈ જવાનું કામ ઢીલમાં નાંખ્યું હતું. ચંદ્રરાવ મારની સાથે સગપણૢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com