________________
પ્રકરણ ૧૦ મું ]
છે. શિવાજી ચરિત્ર મહારાજે રાષ્ટ્રીય વાવટો સમરાંગણ ઉપર મોકલ્યો હશે. ફખાનને આગળ વધતો અટકાવવા માટે મહારાજનું લશ્કર આગળ વધ્યું. દુશ્મન દળ બહુ જબરું હતું. સંખ્યાબળ વિશેષ હતું અને સિપાહીઓ સંદર તાલીમ પામેલા અને વધારે કસાયેલા હતા. મહારાજનું લશ્કર તદ્દન નજદીકમાં જઈ પહોંચ્યું અને બન્ને લશ્કર વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ. ચકમક અને ઝપાઝપી વધીને ત્યાં જબરું યુદ્ધ જામ્યું. ફખાનનું લશ્કર બહુ બળવાન હોવાથી શિવાજીનું લશ્કર ફાવી શકયું નહિ. આદિલશાહીલ સ્કરને મારો બહુ સખત હતો. શિવાજીના લશ્કરને આ મારો બહુ ભારે અને અસહ્ય થઈ પડ્યો. આદિલશાહી લશ્કરના મારા આગળ મહારાજનું લશ્કર ટકી ના શકયું. ઘણાં ઘાયલ થયા, ઘણું મરાયા અને લશ્કરમાં ભંગાણ પડયું. અવ્યવસ્થિત થઈ ગયેલા આ લશ્કરને કરેખાને માર મારીને પા જેજુરી નજીક બેલસર આગળ મહારાજનું લશ્કર અટકયું. દુશ્મન લશ્કર પૂઠે પડયું હતું. મહારાજના લશ્કરને રાષ્ટ્રીય વાવટે પડાવી જવા માટે દુશ્મને એ હલા કરવા માંડયા. રાષ્ટ્રીય ઝુંડાનું રક્ષણ કરવા માટે મહારાજના સિપાઈઓ મરણિયા થયા. બળદ બેલસર આગળ ખરું યુદ્ધ જામ્યું. એક પણ માણસ જીવતો રહે ત્યાં સુધી દુશ્મનના હાથમાં વાવટે જવા દેવો નહિ, એ નિશ્ચય મહારાજના સિપાહીઓએ કર્યો. રાષ્ટ્રીય વાવટા માટે બન્ને લશ્કર વચ્ચે બહુ ભારે લડાઈ થઈ.
શિવાજી મહારાજને રાષ્ટ્રીય ઝંડે કબજે કરવા માટે મુસલમાન મરણિયા થઈને મરાઠાઓને હંફાવી રહ્યા છે એવી ખબર કાન્હોજી રેલ્વેની છાવણીમાં પડી. કાન્હાજી જોધે છોકરે બાજી જેઠે જે મહારાજની જ ઉંમરનો હતો એણે આ સમાચાર સાંભળ્યા અને એનું લેાહી ઉકળી આવ્યું. તે ઘડી ઉપર સ્વાર થયો અને પોતાના ચુનંદા સાથીઓ તથા થોડા સિપાહીઓને સાથે લઈ પિતાને કહ્યા સિવાય રાષ્ટ્રીય ઝંડાનું રક્ષણ કરવા ખળદ બેલસર તરફ દેડી ગયા. બળદ બેલસર આગળ જબરે હત્યાકાંડ ચાલી રહ્યો હતો. મહારાજના મરણિયાઓ એક પછી એક પડતા હતા. દુશ્મનો વિજયના પિોકારે કરીને વાવટો લેવા હલા ઉપર હલા જોરથી કરી રહ્યા હતા.
આખરનો સમય આવી પહોંચ્યો હતો. હવે તે વાવટાના રક્ષણ માટે શિવાજી મહારાજના ફક્ત ૪૦-૫૦ વીર જીવતા રહ્યા હતા. બચેલા બહાદુર સૈનિકે રાષ્ટ્રીય ઝંડાનું રક્ષણ કરી રહ્યા હતા. મુસલમાનેએ તે ઘણીખરી બાજી સર કરી હતી. હવે તે એક બે હલ્લામાં વાવટો દુશ્મનના કબજામાં જશે એમ દેખાતું હતું. રાષ્ટ્રીય ઝંડાના રક્ષણમાં એકે એક માણસે પોતે મરીને નીચે ન પડે ત્યાં સુધી લડવાનો નિશ્ચય કર્યો હતે. દુશ્મનના બળ આગળ ૪૦-૫૦ માણસો શા હિસાબમાં આવે અણીને વખતે બાજી જેધે પિતાના સાથીઓ સાથે રાષ્ટ્રીય ઝંડાના બચાવ માટે ત્યાં જઈ પહોંચે. બાજી અને તેના સાથીઓ કેસરીયાં કરીને જ સમરાંગણે સીધાવ્યા હતા. ઝંડાનું રક્ષણ કરતાં મરણ આવે તે આનંદથી સ્વીકારવાનો નિશ્ચય કરીને જ આ યુવક નીકળ્યા હતા. આ વીરેમાં વીરશ્રીએ પૂરેપુરો સંચાર કર્યો હતો. વિજયહર્ષથી જુસ્સામાં આવી ગયેલા ફખાનના લશ્કર ઉપર બાજી અને તેના સાથીઓએ મરણિયો હલે કર્યો. તાજા લેહીના બાજીએ. અને રણે ચઢેલા તેના સોબતીઓએ સમરાંગણ ઉપર કમાલ કરી. દુશ્મનની ભારે કતલ ચલાવી અને દુશ્મન દળમાં હાહાકાર વર્તાવ્યો. બાજીની મદદ જોઈ મહારાજના મરણિયા વીરેમાં પણ ભારે જુસ્સો આવ્યો અને જોત જોતામાં દુશ્મન લશ્કરમાં ભંગાણ પાડયું. સર થયેલી બાજી બદલાવા લાગી. મરાઠાઓ વિજયનાદ કરતા આગળ ધપ્યા જ કરતા હતા. આખરે ફખાનના માણસોએ નાસવા માંડયું. દુશ્મન સેનાપતિએ પિતાનું લશ્કર વ્યવસ્થિત કરવા ભારે પ્રયત્નો કર્યો, પણ બાજીના જબરા મારા આગળ મુસલમાન ટકી ન શક્યા. લડાઈની બાજી પલટાઈ ગઈ દુશ્મનોએ માનેલી છત હારમાં ફેરવાઈ ગઈ. વાવટે કબજે લેવાને બદલે ફખાનના સિપાહીઓએ નાસવા માંડયું. જેને જ્યાં રસ્તો મળ્યો ત્યાં મુઠીઓ વાળીને નાઠા. દુશ્મન સેના ગભરાટમાં પડી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com