________________
૧૧૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું લાભ બાજીએ પૂરેપરે લીધે. બાજીની છત થઈ અને રાષ્ટ્રીય ઝંડાનું બાજીએ બરોબર રક્ષણ કર્યું. રાષ્ટ્રીય ઝંડે તથા કેદ પકડાયેલા દુશ્મનના સૈનિકોને લઈને બાજી શિવાજી મહારાજ પાસે પુરંદર ગયે.
રાષ્ટ્રીય ઝંડાના રક્ષણ માટે બાજીએ બતાવેલી હિંમત અને સમરકૌશલ્યની વાત સાંભળી શિવાજી મહારાજને ભારે સંતોષ થયો. ખળદ બેલસરના દિગ્વિજય માટે દરબાર ભરી જેમણે જેમણે કામગીરી બજાવી હતી તેમને બધાને કામગીરીના પ્રમાણમાં બદલે આપવામાં આવ્યું. શિવાજી મહારાજે દરબારમાં બાજી જેધનાં ભારે વખાણ કર્યો. તેની દેશભક્તિ અને ધર્માભિમાન નમુનેદાર હોવાથી યુવાનને તેને ધડ લેવા મહારાજે સૂચના કરી. બાજી જેક્વેને મહારાજે કીમતી વસ્ત્રો અને અલંકારો આપ્યાં. સજેરાવનો ” ઈદ્રિકાબ આપી તેની કદર કરી. પોતાના માનીતા ઘોડાઓમાંથી બે ઘડા “ સજેરાવીને ઈનામ આપ્યા. આ વીર યુવક સજેરાવ બાજીને મહારાજે પોતાની નોકરીમાં નેધી લીધે.
જીતાઈ
પ્રકરણ ૧૧ મું ૧. જવળના રાજા ચંદ્રરાવ મારે. | ૪. રાયરી કિલ્લાને કબજો. ૨ મહારાજ અને મારે વચ્ચે અણબનાવ.
કબજે ૩. મારે મરાયા-હણુમંતરાવ હણાયા-જાવી | 5 ઈંગારપુરમાં શિવાજી, રેહા કિ
અને મહારાજના મુલકને વિસ્તાર, ૧. જાવળીના રાજા ચંદ્રરાવ મોરે.
जयपली जयायेम कर्मणा प्रथितं शिवम् । એ હારાષ્ટ્રને ઇતિહાસ વાંચનાર અને શિવાજી મહારાજનું જીવનચરિત્ર તપાસનાર કોઈપણ
છે વાંચકની નજરે જાવળીનું નામ પડ્યા સિવાય રહે જ નહિ. મહારાષ્ટ્રના ઇતિહાસમાં જવળીના રાજા ચંદ્રરાવ મેરેએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે એટલે ચંદ્રરાવ અને જાવળી એ બંનેને સંબંધમાં બની શકે તેટલી માહિતી બહુ ટૂંકમાં વાંચકે સન્મુખ મૂકીએ છીએ. જે જાવળી માટે સત્તાધારીઓને યુદ્ધ કરવાં પડ્યાં, જે જાવળી માટે મુત્સદ્દીઓને ઉજાગરા વેઠવા પડ્યા, જે જાવળી માટે મહારાષ્ટ્રના વીરેને પિતાના લેહીની નદીઓ વહેવડાવવી પડી, જે જાવળી માટે ડાહ્યા અને વિચારવંત પુરુષને પિતાના ધાડા સંબંધી, અને ઘરેબા ઉપર અંગાર મૂકવા પડ્યા અને હિંદુત્વના ઉદ્ધારને માટે જે જાવળીના કબજાની શિવાજી મહારાજને ખાસ આવશ્યક્તા જણાઈ. તે જાળીની વાંચકને ઝાંખી કરાવવી જરૂરી છે. જાવાળી
દક્ષિણ દેશના સતારા જિલ્લાના તદ્દન વાયવ્ય ખૂણા ઉપર જાવળી ગામ આવેલું છે. આસરે સત્તરમા સૈકામાં જાવળીની જાહોજલાલી બહુ જબરી હતી. મહારાષ્ટ્રમાં પિતાની સત્તા પ્રબળ કરવા ઈચ્છા રાખનાર માણસની નજર પહેલવહેલી જાવળી તરફ જતી એવું જાવળીનું મહત્ત્વ હતું. કુદરતી રચનાને લીધે પણ સર્વને જાવળી આકર્ષી રહ્યું હતું. જાવળી પ્રાંત વાઈની તદ્દન નજીકમાં છે. જેવી રીતે પૂના પાસેના માવળ મુલકના કુદરતી રચના પ્રમાણે બાર ભાગ પડી ગયા, તેવી જ રીતે જાળી પ્રાંતના ૧૮ મહાલ બની ગયા. જાંભળોરે, જોરે, શિવતરે, કાંદાટ રે, તામમહાલ, બામણોલી, આટગાંવ અથવા ચતુરએટ, સાસરે વગેરે ૧૮ મહાલ મળીને એક જાવળી પ્રાંત થયા છે. આ પ્રાંત પહાડી અને જંગલવાળો હતો. કુદરતી હરિયાળી અને લીલોતરીથી લીલુંછમ એ મુલક રહેતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com