________________
૧૫૮
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૦ મું એકઠી કરી શક્યા . વગેરે વાતા દરબારીઓમાં ચર્ચાવા લાગી. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણેા એ ન્યાયે બિજાપુરે ઘટતી તૈયારી કરીને ફત્તખાનને લશ્કર આપી શિવાજી ઉપર મોકલ્યા. તેખાને આ વખતે તે શિવાજીના લશ્કરને જખરી હાર આપવાના દૃઢ નિશ્ચય કર્યાં હતા. બાદશાહની જામેલી સત્તા સામે થવુંએ રમત વાત નથી, એતા સાપના દરમાં હાથ ઘાલવા જેવું છે એ શિવાજીને બતાવવાની ફત્તેખાનની ઈચ્છા હતી. પોતાના લશ્કરી બળને વિચાર કરી ફત્તેખાને પોતાને ફત્તેહ જરૂર મળશે એ વિચારથી ઝુલાતા હતા. કુત્તેહનાં સ્વમાં સેવાક્ત્તખાન બિજાપુરથી નીકળ્યો. તે સમાચાર શિવાજી મહારાજને મળી ચૂકયા હતા. મહારાજે સામનો કરવાની તૈયારી કરી. તરતજ કાન્હાજી જેધેતે તેની માવળા ટુકડી સાથે હાજર થઈ જવા તાકીદને હુકમ છેડ્યો. મહારાજને હુકમ મળતાંજ કાન્હાજી પેાતાનું માવળા લશ્કર લઈને મહારાજને આવી મળ્યા. મહારાજ કાન્હાજીને લઈને પુરંદરના કિલ્લામાં ગયા. દરવાજે આવતા દુશ્મનની ખબર લેવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પુરંદરના કિલ્લામાં ખાસ મુત્સદ્દીઓની બેઠક થઈ. મહારાજે સરદારાને સંપૂર્ણ સાંભળ્યા પછી દુશ્મનને પહેાંચી વળવા માટે શાં પગલાં ભરવાં તે ઉપર મુત્સદ્દી અને સરદારેાના વિવેચને થયાં. શિવાજી મહારાજનું વધતું જોર અટકાવવા માટે બિજાપુર બાદશાહે હવે કમર કસી છે અને હિંદુત્વ રક્ષણ કરનારી સત્તા મુસલમાને કદી પણ સાંખશે નહિ માટે મુસલમાનેની દુશ્મનાવટની સામે ટકવા માટે હિંદુઓએ એકત્ર થવું ઘટે છે. હિંદુઓમાં ખળ છે, શક્તિ છે, યુક્તિ છે, કળા છે, કૌશલ્ય છે, હિંમત છે, બહાદુરી છે, પણ સત્તા સ્થાપવા માટે જે સાહસિકપણું જોઈએ તે નથી તેથી હિંદુએની દશા દિવસે દિવસે બગડતી જાય છે. મેટાં મોટાં મુસલમાની રાજ્ય ચલાવવાની શક્તિ હિંદુઓમાં છે. મુસલમાને માટે નવી બાદશાહતા ઉભી કરવાની કુનેહ હિંદુઓમાં છે પણ હિંદુત્વના જુસ્સા હિંદુઓની નસેનસમાં નહિ હાવાથી પ્રજા તરીકે હિંદુ કાવી નથી શકતા. હિંદુત્વ માટે હિંદુઓમાં કાઈને કઈ જ પડી નથી એવી આજે દેશની સ્થિતિ છે તેથી હિંદુ પ્રજામાં હિંદુત્વ માટે જીસ્સા અને ભાવના પેદા કરવાં જોઈ એ, તેમને સતેજ કર્યા સિવાય નવી સત્તા સ્થાપવાનું કામ બહુજ કઠણ થઈ પડશે માટે હિંદુએમાં હિંદુત્વ ભાવના જાગૃત કરી હિંદુઓનું સંગઠન કરવાનું રચનાત્મક કામ ધમધોકાર શરુ થઈ જવું જોઈએ અને તેને અનેક રસ્તેથી ઉત્તેજન મળવાં જોઈ એ. સાધુઓ, બાવાઓ, કથાકારા, કિર્તનકારા વગેરેની મારફતે નિર્માલ્ય બનતી હિંદુ પ્રજામાં ચેતન રેડવાનું સંગીન કામ થવું જોઈએ અને તે થશે તે જ મુસલમાની સત્તાને આંકડા આપણે નીચે નમાવી શકીશું. આ બધી વાતે મુત્સદ્દી અને સરદારાએ દિલ ખોલીને મહારાજ આગળ કહી. મહારાજે બહુ ધ્યાનપૂર્વક સધળું સાંભળી લીધું અને કીમતી સૂચનાઓ અમલમાં મૂકવા ધટતું કરવા સર્વેને ખાત્રી આપી. બિજાપુર દરબારે મહારાજ ઉપર મેાકલેલા ફત્તેખાનની ચડાઈના સંબંધમાં પણ શું કરવું તે સંબંધી સરદારેાએ પોતપોતાના વિચારે દર્શાવ્યા. ફત્તેખાનને સજ્જડ હાર ખવડાવવા સરદારાએ અનેક યુક્તિઓ અને વ્યૂહરચના મહારાજ આગળ રજુ કરી. બિન્તપુર દરબારને મહારાજના મરણિયા વીરાના બળના ખ્યાલ નથી તેથી તે મહારાજને વારંવાર છંછેચ્યા કરે છે પણ આ વખતે ક્રૂત્તખાનને ભારે પાઠ ભણાવવાના સરદારાએ વિચાર કર્યા હતા. ફત્તેખાનની સામે કઈ રીતે બાજી ગાઠવવી તે મહારાજે નક્કી કર્યું અને કાન્હાજીના માવળા લશ્કરની કવાયત પેાતે કરાવવા માંડી. લશ્કરીઆની તાલીમ વગેરે જોઈ મહારાજે માવળા દળમાંથી ઉત્તમ સિપાહીએ નેાખા કાઢવા, સારામાં સારા ચાલાક અને હેશિયાર વીર સિપાહીની ચૂંટણી કરી તેનું એક નાનું લશ્કર મહારાજે બનાવ્યું. ફત્તખાન મજલ દડમજલ ફ્રેંચ કરતા પોતાના લશ્કર સાથે પૂના તરફ ધસી જતેા હતેા. તેને અટકાવવા મહારાજે ચૂંટી કાઢેલા માણસોનું આ લશ્કર રાષ્ટ્રીય વાવટા સાથે મોકલ્યું. રાષ્ટ્રીય વાવટા સમરાંગણુ ઉપર ઉડતા રાખવામાં મહારાજનો હેતુ એ હતો કે લડાઈ વખતે સિપાહીએમાં એ ભાવના જાગૃત થાય કે અમા દેશ અને ધર્મના ઉદ્ધાર માટે અમારા પ્યારા પ્રાણ પાથરવા તૈયાર થયા છીએ. આ રાષ્ટ્રીય વાવટા જોઈને સિપાહીઓમાં દેશાભિમાન અને ધર્માભિમાન જાગૃત થાય એ હેતુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com