________________
પ્રકરણ ૧૦ મું ]. છે. શિવાજી ચરિત્ર
૧પ૭ મેટાઓના હાથ અંદરખાનેથી ખેલ ખેલતા હોય તે તકરાર ગંભીરરૂપ લીધા સિવાય રહેતી નથી. આદિલશાહીના સરદાર અફઝલખાને અંદરખાનેથી ઉશ્કેરણી કરીને આ ઝઘડે ઊભો કર્યો હતો. સરદાર અફઝલખાનને ટેકે હતો એટલે મુસ્તફા ખાન નામના મુસલમાને સિંહાજીના કનકગિરિ નામના કિલ્લાને કબજો લીધે હતો. સિંહાજીને પાટવી પુત્ર સંભાજી કેઈનાં આવાં કૃત્યો સાંખે એવો ન હતો. પિતાની
યથી પુત્રના પરાક્રમને સુંદર પ્રકાશ મળે છે, એ વાત સત્ય છે. પણ જ્યાં ઈજ્જત અને આબરુનો સવાલ આવી પડ્યો હોય ત્યાં પરાક્રમી પુત્રે પિતાની એથની રાહ નથી જોતા. એવા સંજોગોમાં ખરા પરાક્રમી પુત્ર તે કોઈની ઓથ વગર પિતાના તેજથી જ ઝળકી ઊઠે છે. સંભાજીની બાબતમાં પણ તેવું જ બન્યું. સંભાજીને કનકગિરિના કિલ્લાની ખબર પડી એટલે તરતજ એ લશ્કર લઈ, કનકગિરિ આગળ આવી પહોંચ્યો. નજીકમાં છાવણી નાખીને સંભાજીએ મુસ્તફા ખાનને લખી જણાવ્યું કે આવી રીતે આપણે આ કિલ્લા માટે લડાઈ કરીને નાહક બંને તરફના માણસોના જાનની ખુવારી કરીશું. આપણે એક બીજા સાથે લડીને ઝેરના અંગાર વરસાવવા કરતાં આપણી તકરારનો નિકાલ બાદશાહ સલામતની લવાદી ઉપર સોંપીએ. બાદશાહ સલામત ન્યાય તોલીને નિકાલ આપશે એ પ્રમાણે આપણે બંને વર્તીશું. મુસ્તફા ખાનને તે સરદાર અફઝલખાનને હાથ મળ્યો હતો, એટલે એ આ તકરાર બાદશાહની લવાદી ઉપર છોડવા રાજી ન હતો. મુસ્તફા ખાન અને શંભાજી વચ્ચે સુલેહના સંદેશા ચાલુ જ હતા, એ સંબંધમાં ચર્ચા ચાલી રહી હતી, એવે વખતે મુસ્તફાખાને શંભાજી અને તેની આજુબાજુ ઊભેલા એના લશ્કરી અમલદારો ઉપર તોપના ગોળા છોડવાની ઈશારત કરી. ધણધણાટ કરતો તોપને ગાળે અચાનક છૂટ્યો અને તે શંભાજી ઉપર પડ્યો. શંભાજી તત્કાળ મરણને શરણ થયા. આવી રીતે સિતાજીનો પાટવી પુત્ર સંભાજી વિશ્વાસઘાતથી મરાયો. મુસ્તફા ખાન આજે પણ એ વિજયનું સુખ ઝાઝા દિવસ ભોગવી શકો નહિ.
માનપાનથી બિજાપુરથી પૂર્ણ મુક્ત થયા પછી તુંગભદ્રા નદીના ગાળાના ભૂલકામાં થોડા કાળ ગાળીને સિંહાજી ઈ. સ. ૧૬૫૩ માં બેંગ્લોર ગયા. બેંગ્લોર ગયા પછી પોતાનું લશ્કર ભેગું કરી, સિંહાજીએ કનકગિરિ જીતવા માટે મુસ્તફા ખાન ઉપર જાતે ચડાઈ કરી. કનકગિરિને કિલ્લે સિંહાએ સર કર્યો. પિતાના દીકરા ઉપર વિશ્વાસઘાતથી ગેળો છોડનાર સિહાજીના હાથમાં આવ્યો, પણ સિંહજીએ તેને દીકરાના ખૂન માટે દેહાંતદંડની શિક્ષા ન કરી, પણ તેને જીવતે છેડી દઈ, પિતાનું દરિયાવ દિલ અને ખાનદાન ખમીર સાબીત કર્યા.
૮ ખળદ બેલસરની લડાઈ અને રાષ્ટ્રીય અંડાને બચાવ. બિજાપુર બાદશાહતના સરદારની આંખમાં શિવાજી મહારાજ ખૂંચી રહ્યા હતા. શિવાજીને પાંસરો કરવા માટે બિજાપુરે અનેક અખતરા અજમાવ્યા પણ એકેમાં તેઓ ફાવ્યા નહિ. આખરે બાપ ઉપર દબાણ લાવી દીકરાને દાબવાને રસ્તો પણ લેવાયે. સિંહાજીની સતામણથી પણ શિવાજી મહારાજને સીધા ન કરી શક્યા એટલે શિવાજી ઉપર લશ્કર મોકલવાનો બિજાપુર બાદશાહે વિચાર કર્યો. જ્યાં જ્યાં સામને થયું ત્યાં ત્યાં મહારાજના લશ્કરે બિજાપુરના લશ્કરને પિતાની સમશેરને ઠીક ઠીક સ્વાદ ચખાડયો હતો. શિવાજી કઈ રીતે માનતા નથી અને ગાંઠત પણ નથી અને પિતાની હિલચાલ આગળ ધપાવ્યા જ જાય છે એ જોઈને બિજાપુર બાદશાહ શિવાજી ઉપર અતિ ગુસ્સે થયા હતા. શિવાજીનું દરેક કૃત્ય બિજાપુર બાદશાહના હૈયામાં હળી સળગાવતું હતું. શિવાજીને શરૂઆતમાં જ દાબી ન દીધે એ બાદશાહે ભારે ભૂલ કરી એમ સરદારો માટે માંહે બોલવા લાગ્યા. માથું ઊંચું કરતાંની સાથે જ શિવાજીને કચડી નાંખ્યો હોત તે બાદશાહતનો એક જબરો દુશમન દર થઈ જત. એનાં કત્યો તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા તેથીજ આજે એ બાદશાહતને ધા દેવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com