________________
૧૫૬ છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૧૦ મું પરાક્રમી નીવડ્યો છે. પિતાને લાગ્યું કે પુત્રે જે કામ હાથમાં લીધું છે તે અનેક અડચણે નડે તે પશુ આગળ વધારતે જ જાય છે. પિતાને જીવ પુત્ર તરફ ખેંચાય એ તે સ્વાભાવિક છે તેમાં શિવાજી જેવા સુપુત્ર તરફ સિંહાજીને જીવ ખેંચાયા વગર કેમ રહે? પિતાના પુત્રને આવા સંજોગોમાં પાકટ અનુભવના અને કસાયેલા, વિશ્વાસુ અને વફાદાર માણસની ખાસ જરૂર હશે. એવાં માણસે એની પાસે હોય તે હાથ લીધેલા કામમાં એને નડતી અડચણોમાં કેટલેક ઘટાડો થશે એ વિચાર કરી સિંહાએ પિતાના તાવેલા અને તપાસેલા કાનજી જેધે અને દાદાજી લેહકરેને પોતાની પાસેથી દેશ પાછા મોકલવાને વિચાર કર્યો. જે શકાવલીમાં આ સંબંધમાં નીચેની મતલબનું લખાણ છેઃ—“ કાનજી જેધે અને દાદાજી લેહકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. શાહજી (સિંહાજી ) જ્યારે એમને પિતે મુક્ત થયા પછી મળ્યા ત્યારે તેણે નીચેની મતલબનું પિતાના આ નિમકહલાલ અમલદારને કહ્યું હતું કે બાદશાહની સાથે અમે તહ કર્યો છે. પાંચ લાખ આવકનો અમને આપેલે કર્ણાટકને મુલક હજુ અમારી જાગીર તરીકે કાયમ છે. હું હવે કર્ણાટકમાં જવાનો છું. તમારું વતન માવળ પ્રાન્તમાં છે. મારો દીકરો શિવબા ખેડેભારે અને પૂનામાં રહે છે. ત્યાં જઈ તમે તમારા લશ્કર સાથે એની નોકરીમાં જોડાઈ જજે. એ પ્રાન્તમાં તમારી ઈજજત આબરૂ વધેલાં છે. ત્યાં તમારી પ્રતિષ્ઠા પણ જામેલી છે. માવળ પ્રાન્તના બધા દેશમુખને શિવબાની સત્તા નીચે લાવવાને તમે પ્રયત્ન કરે. ન કરે નારાયણ અને જો મુગલ લશ્કર કે આદિલશાહી લશ્કર શિવાજી ઉપર ચડાઈ કરે તે તમે શિવબાને પડખે રહેજો. શિવબા તરફથી દુશ્મન લશ્કર સામે તમે નિમકહલાલીથી લડજે.” પછી કાનજી જેધે અને દાદાજી લેહકોએ શિવાજી મહારાજના કાર્યમાં પૂર્ણ મદદ કરવાના અને ગમે તેવાં સંકટ આવે તે પણ તેમની પડખે રહેવાના સેગંદ લીધા. શિવાજી મહારાજના કામમાં જોડાઈ જવા માટે સિંહાજીએ આ બે કેળવાયેલા મુત્સદ્દીઓને મોકલ્યા.
આ બન્ને સિંહાજીના વફાદાર માણસો સિંહાજને સંદેશો લઈ શિવાજી પાસે જવા નીકળ્યા. સિંહાજીને ભારે સંતોષ થયો અને એણે કહ્યું કે “તમારાં બાળબચ્ચાંની ફીકર તો અમારે અને અમારાં 1ળબચ્ચાંઓએ કરવાની છે. તમે એ સંબંધમાં નિશ્ચિંત રહે. તમારી વફાદારી અમે કદી પણ ભૂલીશું નહિ. અમે અને અમારાં બાળબચ્ચાંઓ અમારી ફરજ બરાબર અદા કરીશું. તમારાં બાળબચ્ચાં પ્રત્યે અમારું વર્તન પ્રેમનું અને મીઠું જ રહેશે. તમારી વફાદારીને બદલે તમને અને તમારાં બાળબચ્ચાંઓને આપવાનું હું વચન આપું છું.” સિંહાજીએ પછી શિવાજી ઉપર પત્રો લખી આપ્યા અને એમને વિદાય કર્યા. કાનજી જે અને દાદાજી લેડકરે મહારાજ પાસે આવી પહોંચ્યા. સિંહાજીએ આપેલા પત્રો મહારાજને આપ્યા. શિવાજી મહારાજે એમને ડાળીબા અને શિવણે ગામને મેકા (પટલાઈ) આપે. અને તેમને તેમના લશ્કર સાથે પોતાની નોકરીમાં રાખ્યા.
૭. પાટવી પુત્ર શંભાજીનું મરણ. સંજોગોને આધીન થઈ કર્ણાટકમાં શિથિલ બની ગયેલી સત્તાને મજબૂત કરવા માટે બિજાપુર બાદશાહને સિતાજીને પૂર્ણ મુક્ત કરવાની ફરજ ન પડી ત્યાં સુધી એટલે લગભગ ચાર વર્ષ સુધી સિંહાઇ બિજાપુરમાં પુરાયેલા રહ્યા. ગિરફતાર થયા પછી થોડે વખત સિંહાજી કેદમાં રહ્યા. પછી થોડો વખત નજરકેદી હતા. ત્યાર પછી મુક્ત કરવામાં આવ્યા, પણ બિજાપુરની હદ છોડી નહિ જવાની બાદશાહની એમને સખત તાકીદ હતી. સિહાજીની ગેરહાજરીને લાભ લઈ એની બેંગલોરની અને કર્ણાટકની જાગીરમાં એના તાબાના નાના અમલદારો અને અધિકારીઓએ અવ્યવસ્થા કરી મૂકી હતી. કેટલાક સ્વાર્થીઓએ સ્વાર્થ સાધવાની દાનતથી અંધેર ચલાવવા માંડયું હતું. બિજાપુરના બાદશાહે સિંહાજીને કનકગિરિને કિલ્લો આપી દીધો હતો અને એ સિંહાના કબજામાં હતા. એની માલીકીના સંબંધમાં ઝઘડે ઊભે થયે. તકરાર વધી પડી અને ઝઘડાએ ગંભીર રૂપ પકડયું, કઈ પણ તકરારમાં, પછી તે ગમે તે પ્રકારની હેય, નાની હોય કે નજીવી હોય તે પણ જે તકરારમાં મેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com