________________
પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૫૫ એ નહતા એની બિજાપુર દરબારને ખાત્રી હતી. સિંહાજીને વાળ વાંકે થતાની સાથે જ શિવાજી મુગલે સાથે સલાહ કરીને બિજાપુર બાદશાહતને ડેલાવી દેવામાં જરાયે વિલંબ કરે એવું નથી એ પણ બાદશાહ જાણતો હતો એટલે સિંહાને છેડે જ છૂટકો હતો. દિલ્હીના બાદશાહને ખરીતે આવ્યો એટલે સિંહાજી જામીન ઉપર છૂટે થયો અને સંપૂર્ણ રીતે મુક્ત કરવા માટે સિંહાજીએ પોતે બાદશાહને વિનંતિ કરી. સિંહાજ તરફથી ઘણું સરદારોએ અને વગવસીલાવાળાઓએ બાદશાહને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ એ બધાએ પ્રયત્નો ફેગટ નીવડ્યા. બીજું જંજી જીત્યા પહેલાં સિહાજીને જરાપણ છૂટ આપવામાં આવી ન હતી પણ અંજી જીત્યા પછી જ્યારે બાદશાહની ખાત્રી થઈ કે બાદશાહની પૂર્ણ સત્તા એ ગાળામાં જામી ગઈ છે અને સિંહાજીને છૂટછાટ આપવામાં આવે તે ત્યાં કોઈ જાતનું ડખલ એ કરી શકે એમ નથી, ત્યારે જ સિંહાજીને કેટલીક છૂટ આપવામાં આવી. સિંહાજી બિજાપુરમાં જામીન ઉપર છૂટો હતો તે વખતે કર્ણાટકમાં અવ્યવસ્થા અને અંધેરનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું. ચારે તરફ અસંતોષ ફેલાયો હતો. સરદારોએ ઠેર ઠેર માથાં ઊંચાં કરવા માંડ્યાં. બાદશાહી સત્તા ઘટવા માંડી. બાદશાહનાં ફરમાનો અને હકમ કર્ણાટકમાં કાઈ માનતું નહિ. એવી સ્થિતિ થઈ ત્યારે તોફાની સરદારોને સીધા કરવા તથા બંડ સમાવવા તથા બાદશાહની ડોલી ગએલી સત્તા ફરી પાછી મજબુત કરવા કઈ કસાએલા અને વજનદાર સરદારને કર્ણાટકમાં મેકલવાને બાદશાહે વિચાર કર્યો. કર્ણાટકની બધી પરિસ્થિતિને સમજીને ત્યાં વ્યવસ્થા સ્થાપવાની શક્તિ તે સિંહાજીમાં જ હતી, એમ બાદશાહને લાગ્યું અને બાદશાહે સિંહજીને છૂટા કરી, કર્ણાટકમાં બાદશાહી સત્તા મજબૂત કરવા માટે મેકલવાનો નિશ્ચય કર્યો. સિંહાજી બહુ ટેકીલે અને જાગૃત આત્મામાનવાળે હતા એ બાદશાહ જાણતો હતો એટલે એની દભાયેલી લાગણી શી રીતે સંતોષવી એ વિચારમાં બાદશાહ પડ્યો. સિહાજી કેટલે પરાક્રમી અને વજનદાર સરદાર હતા અને બિજાપુર બાદશાહતમાં તેનું સ્થાન ક્યાં હતું તે આ બનાવ ઉપરથી વાચકે કલ્પી શકશે. બાદશાહે બિજાપુરમાં એક મોટે દરબાર ભર્યો. સિંહજીને બહુ માનપૂર્વક દરબારમાં બોલાવવામાં આવ્યો. બાદશાહે દરબારમાં સિંહાજીની વફાદારીનાં અને પરાક્રમનાં ભારે વખાણ કર્યા. સિંહાજીને વસ્ત્રો અને આભૂષણો આપવામાં આવ્યાં અને બાદશાહ સલામતે જણાવ્યું કે –“તમે હવે ગઈ ગુજરી ભૂલી જાઓ અને આ રાજ્યની સેવા જેવી નિમકહલાલીથી તમે કરી છે તેવી જ કરવાની ચાલુ રાખશે. કર્ણાટકમાં બાદશાહની સત્તા મજબૂત કરવા માટે તમારી જરૂર છે.” બાધોરપડ ઉપર વેર ન રાખવાનું બાદશાહે સિંહજીને કહ્યું. ઘેર પડેનાં કૃત્યે ભૂલી જવા માટે બાદશાહે સિંહાજીનું મન મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા. બાદશાહ અનુભવથી જાણતા હતા કે, સિંહાએ જો એને દાઢમાં ઘાલ્યો હશે તે ગમે તે રસ્તે એ એનું વેર વસૂલ કરશે. બાછઘોરપડેના બચાવ માટે સિંહાને બાદશાહે બહુ વિનવ્યો. સિંહાજી જબરો કિન્નાખોર છે એવી પિતાની માન્યતા હતી તેથી બાદશાહ પોતે માનતો હતો કે સિંહાજી બારપડેને ખેડો કાઢી નાખશે. બન્નેનાં મન એકબીજા પ્રત્યે મીઠાં બની જાય તે હેતથી બાદશાહે બનેને પોતાની પાસે બોલાવીને ખૂબ સમજાવ્યા અને મીઠાશ અને નેહની નિશાની તરીકે બાદશાહે બન્નેની જાગીરના મુલકમાંથી થોડોક ભાગ એકબીજાને અદલબદલ કરાવ્યો. સિંહાને કિન્નો બાધરપડે ઉપરનો જરાયે ઓછો થા ન હતા. આ દરબારમાં બાદશાહે સિંહાજીને “મહારાજ ફરજંદ”ને ઈલ્કાબ આપે. રાજવાડે પત્ર સંગ્રહના નં. ૫૬૬ ઉપરથી આ વાત સિદ્ધ થાય છે.
બિજાપુર બાદશાહના દરબારમાં માનપાન સાથે સિંહજીને તેને હોદ્દો પાછો આપવામાં આવ્યો. પૂર્ણ મુક્તિ મળ્યા પછી [ તા. ૧૬ મી મે, ૧૬૪૮ ને રોજ સિંહાજીને મુક્ત કરવામાં આવ્યો હતે (જેધે શકાવલી).] સિંહાજી તુંગભદ્રા નદીને લગતા મુલકમાં રહ્યો હતો.'
આ વખતે સિંહાએ શિવાજી પાસેથી સિંહગઢનો કિલ્લે બિજાપુરના બાદશાહને અપાવ્યો હતે. પુરંદરની શિવાજી મહારાજની જીતથી સિંહાજીને અતિ આનંદ થયો. એને લાગ્યું કે પુત્ર બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com