________________
૧૫૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું
દારો તે એક પગે તૈયાર હોય પણ બધા સરદાર જાણતા હતા કે શિવાજીને ૫કડ એ કંઈ છોકરાંના ખેલ નથી. શિવાજીનાં બળ અને ચાતુર્યથી બિજાપુરના સરદારો વાકેફ હતા એટલે ભર અરણ્યમાં વાઘની બેડમાં જતાં બધાએ વિચાર કરવા માંડ્યો. આખરે બાજી શ્યામરાજ નામના મરાઠા સરદારને આ કામ સેંપવામાં આવ્યું. પહાડ ઉપર ચડાઈ કરી શિવાજીને જીવતા પકડી લાવવાનું બીડું બાજી ચામરાજે ઝડપ્યું. બની શકે ત્યાં સુધી શિવાજી મહારાજને જીવતા પકડવાની બાદશાહે બાજી શ્યામરાજને ખાસ સૂચના કરી. બાજી શ્યામરાજે બહુ ભારે જવાબદારી અને જબરું જોખમ માથે લીધું હતું. માથે લીધેલી જવાબદારી સંબંધી બાજી શ્યામરાજે વિચાર કર્યો અને વ્યુહરચના કરવા માંડી. વિચાર કરતાં બાજી શ્યામરાજને માલુમ પડી આવ્યું કે જાવળીના ચંદ્રરાવ મેરેની મદદ આ કામમાં ન હોય તે માથે લીધેલા કામમાંનું કંઈ પણ બને એમ નથી. આખરે જાવળીના ચંદ્રરાવ મોરેની સાથે આ બાબતમાં બાજી શ્યામરાજે મસલત ચલાવી. બાદશાહ શિવાજી માટે બહુ ચિંતાતુર છે અને એની મરજી ગમે તે ભેગે પણ શિવાજીનો ફેંસલે કરવાની છે એ વાત ચંદ્રરાવ મેરેએ જાણી હતી એટલે તેઓ બાજી શ્યામરાજને મદદ કરવા માટે તૈયાર થયા. બાજી શ્યામરાજ જ્યારે શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરે ત્યારે, વખત આવી પડે અને જરૂર જણાય ત્યારે, પિતાના મુલકમાં તેમને છુપાઈ રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કામ મેરેએ માથે લીધું.
મોરેની સાથે જાવળીનું નક્કી કર્યા પછી બા શ્યામરાજ ૧૦૦૦૦ માણસનું લશ્કર લઈને શિવાજીને પકડવા માટે અને તેમ ન થાય તો શિવાજીનો ફેંસલો કરવા માટે બિજાપુરથી નીકળ્યો. બાજી શ્યામરાજ ચડાઈ કરવા માટે નીકળી ચૂક્યો છે તેની ખબર શિવાજી મહારાજને મળી ગઈ હતી. શિવાજી મહારાજ ઉપર ઓચિંતે છાપે મારવાની રચના બાજી શ્યામરાજે ગઠવી હતી. શિવાજી મહારાજની હિલચાલ ઉપર બિજાપુરના હેર ઝીણી નજરથી દેખરેખ રાખતા હતા તેવી જ રીતે બળે તેથી પણ વધારે હોશિયારી અને ચાલાકીથી બિજાપુર લશ્કરની હિલચાલ ઉપર શિવાજી મહારાજના હેર નજર રાખી રહ્યા હતા. વાઈ અને જવળીને રસ્તે થઈ બાજી શ્યામરાજ શિવાજીને પકડવા મહાડ આવે છે એની : ખબર છૂપી રીતે મહારાજને મળી ગઈ હતી. બાજી શ્યામરાજની વ્યુહરચના પણ મહારાજે જાણી. મહારાજે જાણ્યું કે બાજી શ્યામરાજ તેમને પકડવા માટે મહાડ આવે છે અને મહાડમાં આવી એકદમ એચિંતે છાપ મારવાની તૈયારી રાખી છે. વિરેાધીને બૃહ જાણી લઈને મહારાજે પિતાની ગોઠવણ કરી દીધી. શિવાજી મહારાજે પિતાના લશ્કરને ઘટતી સૂચનાઓ આપી દીધી. શિવાજી મહારાજ પોતે ચઉલ ગામે રહ્યા. બાજી શ્યામરાજ લશ્કર સહિત શિવાજી મહારાજને પકડવા મહાડ નજદીક આવી પહોંચ્યો છે, એવી ખબર મહારાજના લશ્કરને મળી એટલે લશ્કરની ટુકડીઓ સજ્જ થઈ ગઈ અને મહારાજે આપેલી સૂચના મુજબ લશ્કરની એક ટુકડીએ સામા લશ્કર સાથે યુદ્ધ આરંક્યું. બને લશ્કરની ઝપાઝપી ચાલતી હતી એટલામાં એક તરફથી શિવાજી મહારાજે અને બીજી તરફથી નેતાજી માલકરે લશ્કર સાથે આવીને બાજી સામરાજના લશ્કરને ઘેરી લીધું. બાજી સ્યામરાજના લશ્કર ઉપર ચારે બાજુએથી મારો ચાલ્યો. શિવાજીના લશ્કરે આદિલશાહી લશ્કરની ભારે કતલ કરી. આખરે બાજી શામરાજ ભારે નુકસાન વેઠીને પાછો હઠક્યો. બાજી શ્યામરાજ જે રસ્તે લશ્કર લઈને આવ્યો હતો તે જ રસ્તે તેને મહારાજે મારીને પાછા કાઢો. મહાડની લડાઈમાં બાજી શામરાજની હાર થઈ (ઈ. સ. ૧૬૫૨ ).
૬. સિંહાની પૂર્ણ મુક્તિ, દિલ્હી સરકારના દબાણથી બિજાપુર બાદશાહને સિંહાજીને છૂટા કરવા પડ્યા, પણ બાદશાહ સિંહાજીને પૂર્ણ સ્વતંત્ર કરી શકે એમ ન હતું. આદિલશાહી સરકાર ભારે મુંઝવણમાં પડી કારણ કે સિંહાજીની જિંદગીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેને દીકરો શિવાજી બાપનું ખૂન પૂગે મોઢે સહન કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com