________________
પ્રકરણ ૯ મું]. છે. શિવાજી ચરિત્ર
૧૩૯ મોભો વધારવાની છે. તે કરવાને બદલે તમે તો બાદશાહી મુલકમાં ભારે તોફાન મચાવ્યું છે એ ઠીક નહિ. તમારાં કૃત્યોથી આ સરકારને ભારે નુકસાન થયું છે. તમે અમારું અપમાન કર્યું છે. તમારા કૃત્યોને વિચાર કરતાં ભારે ક્રોધ ઉત્પન્ન થાય છે, પણ તમારા પિતાની વફાદારી યાદ આવતાં ગમ ખાવી પડે છે. કલ્યાણથી બિજાપુર આવતા બાદશાહી ખજાનો તમે લૂંટયો છે. કલ્યાણ શહેર લૂંટીને પાયમાલ કર્યું છે. કલ્યાણ પ્રાંત તમે બથાવી પડ્યા છે તેથી અમારી સરકાર તમારા ઉપર નારાજ છે. તમે અમારા અમીરના દીકરા છે, એ અમે નથી ભૂલતા. આ બાદશાહતના અનેક કિલ્લાઓ તમે પચાવી પડ્યા છે, એ કામ તમે બહુ ખોટું કર્યું છે. આ બાદશાહતની વિરુદ્ધ તમે ઘણું કામ કર્યો છે. આ દરબારની મહેરબાની તમે ખાઈ છે. તમારા પિતા બાદશાહતના જૂના નોકર હોવાથી તમારા ઉપર રહેમિયત તે થશે જ, પણ તમે આ પત્ર મળે તમારાં કૃત્યોનો જવાબ આપવા બિજાપુર આવી દરબારમાં રજૂ થશો.”
બિજાપુરથી સિંહાજી ઉપર રવાના થયેલો પત્ર સિંહાજીને મળ્યો. પત્ર વાંચી સિંહાજી ભારે ચિંતામાં પડ્યો. બેદિલીનાં બી વવાયાં એ સિંહાજી સમજી ગયો પણ બને ત્યાં સુધી મીઠાશથી કામ થતું હોય તે કડવાશ ન કરવી એ સિંહાની રીત હતી. બાદશાહના પત્ર ઉપર પૂરેપુરે વિચાર કર્યો, શાંત ચિત્તે પત્રમાંની બાબતોને જુદી જુદી દૃષ્ટિથી તપાસી, બિજાપુરમાં બાદશાહ પાસેના સરદારો કેવા પ્રકારના હતા અને તેમાંના કે સંબંધ પિતાની સાથે કેવો છે તેનો પણ સિંહાએ વિચાર કર્યો. પિતાના કયા વિરોધીનું વજન બાદશાહ પાસે કેટલું છે તેને પણ સિંહાજીએ વિચાર કર્યો. આ બધી બાબતો ઉપર વિચાર દોડાવી સિંહાએ નીચેની મતલબને જવાબ બાદશાહ તરફ લખી મોકલ્યો –“બાદશાહ સલામત પત્ર વાંચી મને ભારે ખેદ થયો છે. શિવાજીના સંબંધમાં સરકારે લખેલી હકીકત વાંચી આ સેવકને ભારે દિલગીરી થઈ છે. સરકારના પત્રમાંની બિના વાંચી મારું દિલ દઝાઈ ગયું છે. આવા અણધાર્યા અને અણચીંતવ્ય સંજોગો ઊભા થયા છે ત્યારે તે મારે જેવી હોય તેવી સ્થિતિ ચેકબેચેખી ભાષામાં માલીક આગળ રજૂ કરી દેવી એ મારી પવિત્ર ફરજ સમજું છું. માલીકને શું ગમશે, માલીક શું લખવાથી રાજી થશે એ બાબતનો જરાયે વિચાર નહિ કરતાં, આવા સંજોગો ઊભા થાય ત્યારે સ્પષ્ટ ભાષામાં સાચી હકીકત માલીક આગળ રજૂ કરી દેવામાં જ ખરી વફાદારી આ સેવક માને છે. એટલે આ પત્રમાં લખેલી બીન માટે પ્રથમથી જ માફી ચાહું છું. મારા આ પત્રમાં લખેલી બીના બાદશાહ સલામતને વખતે ન રુચે તો પણ તેના ઉપર માલીક ઊંડે વિચાર કરશે તે માલીકની નજરે સત્ય જરૂર તરી આવશે. સરકાર ! શિવાજી મારે પુત્ર છે અને હું એને પિતા છું એ વાત સાચી છે. આડે રસ્તે દોરવાએલા પુત્રને પાંસરો કરવાની જવાબદારી તેના પિતાની હોય છે, એ પણ હું કબૂલ કરું છું પણ મને લખતાં દિલગીરી થાય છે કે શિવાજી તદ્દન સ્વછંદી બની ગયો છે. એ હવે મારી એનામાં બીલલ રોજ નથી. સરકાર ! શિવાજી આડે રસ્તે ચડી ગયો છે, એ વીકર્યો છે, એ હવે મારા હાથમાં બીલક્ષ રવો નથી. એ તોફાને ચડ્યો છે એ સાંભળી મારું હૃદય રડે છે. મારા હાથમાંથી એ કમાન ટકી ગઈ છે એ લખતાં હું શરમાઉં છું. હું શિવાજીની બાબતમાં બહુ દુખી થયેલે છું. એનાં તફાની કૃત્યના સંબંધમાં હું તદ્દન લાચાર બની ગયો છું. એને સુધારવાની જવાબદારી મારી છે એ હું કબૂલ કરું છું, છતાં હું દુખી દિલે માલીક આગળ કબુલ કરું છું કે શિવાજીની બાબતમાં હું હાર્યો છું. દીકરો એવો પાક્યો છે કે મને સુખેથી માલીકની નોકરી પણ કરવા દેતો નથી. શિવાજીએ મને દુખી કર્યો છે. એનાથી હું હિંમત અને હામ હારી બેઠા છું. એની બાબતમાં મેં મારા હાથ હેઠા નાખ્યા છે. હું બાદશાહને વફાદાર સેવક છું. બિજાપુરની ગાદીને હું નિમકહલાલ કર છું. મારી રાજભક્તિ બાદશાહ સલામત જાણે છે. મારા જેવા સ્વામિભક્તની સહાનુભૂતિ, શિવાજી મારે પુત્ર હોવા છતાં આ બાદશાહતની વિરુદ્ધનાં એનાં કૃત્યમાં હેય જ નહિ. દીકરાના ગુના માટે હજૂરની અવકૃપા મારા ઉપર ન ઉતરવી જોઈએ. પખાલીને પાપે પાકિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com