________________
૧૩૮
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું
બિજાપુર આવી જાય તેા બધી વાતના અનુકૂળ ફૈસલા થઈ જાય એવી બાદશાહ સલામતની માન્યતા હતી. બાદશાહે દીર્ધદષ્ટિ દોડાવી એક પત્ર, સિંહાને શિવાજીની ચાલચલગત સુધારવા માટે તથા તેને તેના કૃત્યોનો જવાબ આપવા માટે બિજાપુર દરબારમાં હાજર કરવા માટે, લખ્યા. ખીજે એક પત્ર ખાદશાહે શિવાજી મહારાજ ઉપર ઠપકાના લખ્યા અને શિવાજીને બિજાપુર દરબારમાં હાજર થવા જણુાવ્યું. બિજાપુર ખાદશાહે નીચેની મતલબને પત્ર સિંહાજી ઉપર લખી કર્ણાટક રવાના કર્યા:—“ તમે બાદશાહતના વફાદાર સરદાર છે. બાદશાહના માનીતા અમીર ઉમરાવની પંક્તિમાં તમને ગણવામાં આવે છે. ઊંચા દરજ્જાના ઉમરાવનું પદ તમે કેટલાયે વરસથી આ દરબારમાં ભેગા છે. આ સરકારની શીળી છાયા તળે તમે મૂલ્યાફાલ્યા છે. આ ગાદીની સેવાથી જ તમે તમારાં ઈજ્જત આબરૂ અને મેભા વધાર્યાં છે. આ રાજ્યના તમે સુંદર સેવા બજાવી છે અને સરકારે તમારી સેવાની વારંવાર કદર પણ કરી છે. બિજાપુર ખાદશાહતના સુનદા સરદારા પૈકી તમે એક છે અને તમારી વફાદારીથી બાદશાહની તથા રાજકુટુંબની પ્રીતિ અને ચાહુ મેળવ્યાં છે. તમે આ સરકારના વિશ્વાસુ અને વજ્રાદાર અમીર હાવા છતાં તમારા પોતાના છોકરા શિવાજી ખાદશાહતને ખેવફા નીવડવો છે. પૂના પ્રાન્તમાં રહીને સરકારની સામે એણે ઝંડા ઉડાવ્યેા છે. તમે વાદાર અને કરા બંડખોર એ શું કહેવાય ? શિવાજી તમારા દીકરા છે અને જે સરકારની સેવા તમે નિમકહલાલીથી કરી રહ્યા છે તેને એણે દ્રોહ કર્યો છે. તમારી સરકારની સામે તમારા છોકરા દુશ્મનાવટ બાંધે એ તમારાથી કેમ સખાય ? શિવાજીએ આ સરકારને વિશ્વાસધાત કર્યાં છે. કલ્યાણુથી બિજાપુર આવતા ખાદશાહી ખાને એણે લૂટયો છે. આ સરકારનું કલ્યાણ શહેર લૂટી કલ્યાણ પ્રાંત એણે કબજે કર્યો છે. બિજાપુર સરકારના કેટલાએ કિલ્લાએ શિવાજી પચાવી પડ્યો છે. તમારી વફાદારી ધ્યાનમાં લઈ, તમારા ખંડખાર પુત્ર શિવાજીની સાન ઠેકાણે લાવવાનું તમને જ સાંપવામાં આવે છે. તમારા દીકરા બાદશાહના પ્રતિનિધિ અને અમલદારાને દાદ દેતા જ નથી. બાદશાહના અધિકારીઓને એ ન ગાંડે એ ડીક ન કહેવાય. શિવાજીએ બિજાપુર સરકારનું અપમાન કર્યું છે અને બાદશાહ સલામત સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચલાવ્યું છે. શિવાજીને સમજાવી ઠેકાણે લાવવાની જવાબદારી તમારી છે. શિવાજીને તેનું વર્તન સુધારવા માટે સખત તાકીદ આપવાની ફરજ પણ તમારી છે. આ સરકારની કૃપા સંપાદન કરીને એ પેાતાની ઈજ્જત આબરૂ ભલે વધારે. બિજાપુર સરકારને તાબે રહીને એ પાતાની આવક વધારી શકે છે. બાદશાહ સલામતની મહેરબાની એ મેળવે તે એની આવક સહેલાઈથી એ વધારી શકે એ તમારે એને સમજાવવાનું છે. આ સરકાર સામે શિંગડાં માંડવામાં એ લહાણુ નહિ કાઢે એ વાત તમે એને ગળે ઉતારા. એનાં તાકાને હવે નિભાવી લેવામાં નહિ આવે એની એને ખરાખર સમજણુ તમે પાડા. શિવાજીએ જે તેના શરુ કર્યાં છે તે ચાલુ રાખશે તે એને ધણું સહન કરવું પડશે. આ સરકારને છેડવામાં એ સાર નહિ કાઢે. એનાં કડવાં કળા એને ચાખવાં પડશે. તમારી શરમ હવે એને બચાવી શકશે નહિ, એ બાબતની તમે એને સખત તાકીદ આપી દેશે. શિવાજીને સુધારીને તમે સીધા કરો. બહેકી ગયેલા પુત્રને પાંશા કરવાની જવાબદારી પિતાની હાય છે, એ તમે કેમ ભૂલ્યા છે ? શિવાજી જો પાંશરા નહિ થાય તે! તમે બાદશાહ સલામતની ઈતરાજી માથે વહેારશે. આ સરકારની ઈતરાજી થયે તમને પણ નુકસાન છે. બાદશાહ સલામત નારાજ થશે તે તમારાં ઈનામ, વગેરે છીનવી લેશે અને શિવાજીને તથા તમને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે. એને સુધારવાનું તમારાથી ન બની શકે અથવા એનાં મૃત્યા માટે એને પશ્ચાત્તાપ તમે ન કરાવી શકે। તે તમે એને બિજાપુર ખેલાવી બાદશાહના દરબારમાં રજુ કરી. ” ઉપરની મતલબને પત્ર બિજાપુર સરકાર તરફથી સિંહાજી તરફ રવાના કરવામાં આવ્યો. બાદશાહે શિવાજી મહારાજને પણ એક પત્ર તેજ વખતે રવાના કર્યાં હતા. તે નીચેની મતલબને હતાઃ— તમે અમારા વાદાર સરદાર સિંહાજીના પુત્ર છે. તમારા પિતાએ આ બાદશાહતની બહુ નિમકઠલાલીથી સેવા કરી છે અને હજી પણ ભારે સેવા કરી રહ્યા છે. સિંહાજી આ દરબારના ખાસ વિશ્વાસુ ઉમરાવો પૈકીના એક છે. એવા વફાદાર અમીરના તમે ક્રૂરજંદ છે. તમારી ક્રૂરજ આ બાદશાહતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com