________________
૧૪૦
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯
યાને ડામ એ રીત તે એક પ્રકારને અન્યાય જ છે. મારી વફાદારીમાં કાઈપણ પ્રકારની ખામી કે ઉણુપ મેં નથી આવવા દીધી. મારા કાઈપણ કૃત્યમાં બાદશાહ સલામતને મારા અપરાધ અથવા ગુને માલમ પડ્યો હોય તે હું માલીકની હજુરમાં આવીને ખુલાસા કરવા તૈયાર છું. મારા દીકરા શિવાજી જો મારા કહ્યામાં હોત તો હું એનાં મૃત્યા માટે પણ બાદશાહ સલામતને જવાબ આપત. પણુ કમનસીબે દીકરા આડા ફાવ્યો છે. મેં પણ એની સાથે કાઈપણ જાતને સંબધ નથી રાખ્યા. શિવાજીના સંબંધમાં સરકારે મને લખ્યું, તેના જવાબમાં હું તે હજુરને એટલી જ વિન ંતિ કરીશ કે શિવાજી મારા દીકરા છે એ કારણથી એના ઉપર જરાપણ રહેમ નજર ન રાખવી. એના ઉપર લશ્કર મેાકલી એને જીવતા પકડી મંગાવી બાદશાહ સલામતની નજરમાં આવે તે શિક્ષા સરકારે કરમાવવી. શિવાજીને શિક્ષા થાય તેા તેની આડે હું જરા પણ આવવાને નથી અને આ કામમાં મારી જરા પણ શરમ સરકાર ન રાખે એ મારી અંતઃકરણની હજુરને ચરણે વિનંતિ છે. હર પ્રયત્ને શિવાજીને તાબે લઈ તેને પાંસરા કરવા હું હજીરને વીનવું છું. એને પકડીને હજુર સજા કરે એ જ એક રસ્તો મને દેખાય છે. શિવાજીને સજા કર્યાં સિવાય એ પાંસરા થશે એમ મને લાગતું નથી. ”
બાદશાહે લખેલે પત્ર શિવાજી મહારાજને મળ્યા. શિવાજી મહારાજે અહુ શાંતિથી અને ઠંડે મગજે બાદશાહને પત્ર વાંચ્યા અને પોતાના ગઢિયાએની સલાહ લીધી. પત્રમાં લખેલી ધમકીઓથી શિવાજી મહારાજનું રુવાંકું પણ હાલે એમ ન હતું. આફ્ત અને સંકટાને પૂરેપુરા વિચાર કર્યાં પછી જ શિવાજી મહારાજે સ્વરાજ્ય સ્થાપવાનું કામ હાથમાં લીધું હતું અને આગળ પાછળના પૂર્ણ વિચાર કર્યો પછી જ જામેલી જડવાળાં ઝાડ હલાવ્યાં હતાં. બાદશાહના પત્રના જવાબમાં એક ટૂંકા જવાબ નીચે પ્રમાણેની મતલબના શિવાજી મહારાજે બાદશાહ તરફ લખી મોકલ્યા. “ હાલમાં મારા કબજામાં જે બધા મુલક છે તે મારી પાસે રહેવા દેવાનું આપ કબૂલ કરીને તે સંબંધીની ખાત્રી કરી આપે તે આપના દરબારમાં હાજર થવા હું તૈયાર છું. ” શિવાજી મહારાજને પત્ર વાંચી, બાદશાહ બહુ ક્રોધે ભરાયા. ગમે તેમ કરી દિનપ્રતિદિન પ્રબળ થતા શિવાજીને દાખી દેવાના બાદશાહે નિશ્ચય કર્યો. આજકાલનું છેોકરું જડ ઘાલેલી સત્તા સામે માથું ઊંચું કરી અપમાન કરે તેને તે જમીનદોસ્ત જ કરવા જોઈ એ. બાદશાહના અંતઃકરણમાં વેરની જ્વાળા સતેજ થઈ.
23
સિંહાજીએ વાળેલા જવાબ બાદશાહને મળ્યા. બાદશાહ જવાબ વાંચીને વિચારમાં પડ્યો. શિવાજી મહારાજનાં તાાના માટે બાદશાહ સિદ્ધાજી ઉપર સજ્જડ વહેમાયા હતા અને બાદશાહની આજુબાજુના ખુશામતિયાએ બાદશાહને ભંભેરવાનું કામ કરતા. સિંહાજી સ્વપરાક્રમવડે ચડેલા સરદાર હતા. એ બહુ બાહેાશ અને પરાક્રમી હતા, એ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં પેાતાની ખાહેાશીથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરતા હતા. એણે જ્યાં જ્યાં નાકરી કરી ત્યાં ત્યાં એની ઈર્ષા કરનારાઓ પાક્યા એ એના નસીબને દોષ હતા. બિજાપુર દરબારમાં પણ ઈર્ષાને વશ થઈ ધણા સરદારે એની દુશ્મનાવટ કરતા હતા. સિંહાજીની વિરુદ્ધ બાદશાહ સલામતના કાન ભભેરનારાઓને તેા આ ખરી તક મળી. સિંહાજીના હરીફા બાદશાહને સિંહાની વિરુદ્ધ મક્કમ કરવાનું કામ કરી રહ્યા હતા. “ સિંહાજી પોતે જ અંદરખાનેથી શિવાજીને ચડાવે છે. ” એમ બાદશાહના અંતઃકરણમાં સિંહાજીના શત્રુ સરદારેાએ ઠસાવ્યું હતું. સિંહાજી ઉપર ખળી રહેલા સરદારો આ પત્ર વાંચીને પોતાના મનના ઉભરા બાદશાહ આગળ ઠાલવવા લાગ્યા.
..
<<
શાહુજી ( સિંહાજી ) કા ચતુર છે! બાદશાહ સલામતને સમાવી દેવા માટે કેવા મીઠા કાગળ લખ્યા છે! ” પોતાના માથા ઉપરની જવાબદારી કેવી દૂર ફેંકી દીધી. બાદશાહ સલામત એની શબ્દજાળમાં સપડાય એમ નથી. ” “ દીકરા એના કહ્યામાં નથી એ વાત એણે લખી, એટલે એ સત્ય છે એમ હશે, પણ એ જે ગાળી આપે તે ગળી જાય એવા ભાટ બિજાપુર બાદશાહ સલામત બધા ભેદ પામી ગયા છે એટલે શાહજીના
બધા માની લેશે એમ એની માન્યતા દરબારમાં નથી એ વાત એ ભૂલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
23 66
www.umaragyanbhandar.com