________________
૧૩૪ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું મગજમાં ઠસી ગએલા હતા તે ઉપરથી કેરે કાગળ હાથમાં લઈ હું મેઢેથી જ બધું બોલી ગયો. મેં અપરાધ કર્યો છે. મહારાજ મને ક્ષમા કરે.” બાળાજીએ ખરીતે તૈયાર નહિ કરવાનાં કારણે જણાવ્યાં તેની મહારાજને ખાત્રી થઈ એટલે મહારાજે બાળાજીને માફી આપી. બાળાની સમયસૂચકતા, હાજ૨જવાબીપણું ચાતુર્ય અને યાદદાસ્ત જોઈ મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા.
શિવાજી મહારાજે રાજાપુર સર કર્યું. રાજાપુરમાં અંગ્રેજ વેપારીઓની વખાર હતી. શિવાજી મહારાજ અને અંગ્રેજોને ભેટ પહેલવહેલે રાજાપુરમાં થયે.
પનાળાગઢને જ્યારે મરાઠાઓએ ઘેરો ઘાલ્યો હતો ત્યારે અંગ્રેજોએ મુસલમાની ફોજને મદદ કર્યાનું શિવાજી મહારાજે જાયું હતું. મહારાજને આ અંગ્રેજ વેપારીઓનું કૃત્ય સાલી રહ્યું હતું. રાજાપુર સર કર્યા પછી શિવાજી મહારાજે રાજાપુરની અંગ્રેજી વખાર લુંટી અને કેટલાક અંગ્રેજ વેપારીઓને એક ડુંગરી કિલ્લામાં કેદ કર્યા. શિવાજી મહારાજની આ રાજાપુરની ચડાઈમાં અંગ્રેજ વખારવાળાઓને ૧૦૦૦૦ હેનનું નુકશાન થયું હતું (મ. ૩, ૪ પાનું ૨૦ પૂર્વાર્ધ).
રાજાપુરની છતથી મહારાજની પ્રતિષ્ઠા ખૂબ વધી. જુલમી સત્તાધારીઓની આંખમાં શિવાજી મહારાજ સાલવા લાગ્યા. આ જીતેલા મુલકની વ્યવસ્થા માટે રાવજી સોમનાથ નામના બહુ કાબેલ અને કશળ ગૃહસ્થને સુબેદારી આપી. રાજાપુરથી પાછા ફરતાં મહારાજે સર્વેને સર કરી શૃંગારપુર તથા તેની આજુબાજુનો ભાગ પિતાના મુલકમાં જોડી દીધે. રાજાપુર સર થવાથી દક્ષિણ કાંકણુને ઘણે મુલક મહારાજના કબજામાં આવ્યું. જીતેલા મુલક ઉપર સુંદર વ્યવસ્થા સ્થાપી, પ્રજાનાં મન જીતી લેવામાં મહારાજ હંમેશ તૈયાર રહેતા. ત્રાસ અને જુલમ નીચે કચરાતી પ્રજા તે મહારાજની આ નવી સત્તાને ઈશ્વરી આશીર્વાદ માનતી. જીતેલા મલકમાં જવાબદાર અમલદારોને નીમી, પ્રજાને સુખી કરે એવી વ્યવસ્થા દાખલ કરી, શિવાજી મહારાજ પાછા ફર્યા. આ ચડાઈમાં સુવર્ણદુર્ગ, રત્નાગિરિ, ખેરપાટણ વગેરે ઠેકાણે શિવાજી મહારાજની આણ વર્તાવી. ઈ. સ. ૧૫૩ ની સાલમાં શિવાજી મહારાજે વિજયદુગ નો કિલ્લે બંધાવ્યું. આ કિલ્લામાંહેની ઈમારતે બાંધવા પાછળ શિવાજી મહારાજને આશરે અહીલાખ રૂપિયાનું ખર્ચ થયું. રાજાપુરથી પાછા ફર્યા પછી પોતાની ફરજને તૈયાર કરી મહારાજે ચેવલ ઉપર ચડાઈ કરી, એવુલ લૂટયું. એવુલમાંથી મહારાજને ખૂબ ધન મળ્યું.
૫. પઠાણાને શિવાજી મહારાજે આશ્રય આપે. શિવાજી મહારાજના વિચારે ઉચ્ચ હતા. એમનાં હૃદય અને દૃષ્ટિ વિશાળ હતાં. એમના વિચારે જરાપણ સંકુચિત ન હતા. તેના પુરાવાના અનેક દાખલાઓ મહારાજના ચરિત્રમાંથી જડી આવે છે. શિવાજી મહારાજ હિંદુઓ પ્રત્યે દયાળુ અને દરિયાવ દિલના હતા, એ તે ખરું પણ એ તે મુસલમાને પ્રત્યે પણું દરિયાવ દિલના હતા. એ મુસલમાનોના દુશ્મન ને હતા, પણ મુસલમાની જુલમી સત્તાના અને જુલમી મુસલમાનોના દુમન હતા. મુસલમાને પ્રત્યે એમણે માનની લાગણી બતાવ્યાના ઘણું દાખલા છે. મહારાજના દરિયાવ દિલ અને દીર્ધદષ્ટિનું એક દષ્ટાંત અમો અત્રે રજા કરીએ છીએ – બિજાપુર રાજ્યમાં અસંતોષ પામેલા અને ત્યાંથી દરબારી નોકરી મૂકી દઈ. બિજાપુર સરકારને છોડી આશરે ૭૦૦ પઠાણે શિવાજી મહારાજ પાસે નોકરી માગવા આવ્યા ( ચિટણીસ પાનું ૬૮). શિવાજી મહારાજ સાચા, કટ્ટર અને ચુસ્ત હિંદુ હતા. હિંદુઓ, હિંદુધર્મ, અને હિંદુત્વનું અપમાન એ જરા પણ સાંખતા નહિ. મુસલમાની સતા હિંદુઓને દુખ દઈ રહી છે, સતાવી રહી છે, એની એમને પૂરેપુરી ખાત્રી થઈ ગઈ હતી તેથી મુસલમાનોના જુલમાંથી હિંદુઓને છોડાવવા માટે મુસલમાની સત્તાને જમીનદોસ્ત કરવાને એમણે નિશ્ચય કર્યો હતો. આવી રીતે મુસલમાની સત્તાના એ કટ્ટા વેરી હતા. એમની પાસે નોકરી માગવા આવેલા ૭૦૦ મુસલમાન પઠાણને શિવાજી મહારાજે નોકરી આપ્યા વગર મહેણું મારીને પાછા કાઢયા હશે એમ ઘણું અનુમાન બાંધશે પણ શિવાજી મહારાજ સાંકડા દિલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com