________________
પ્રકરણ ૯ મું] છ, શિવાજી ચરિત્ર
૧૫ ધર્મધ ન હતા. એ તે અસાધારણ પુરુષ હતા. રાષ્ટ્રીયત્વને જુસ્સો એમની નસેનસમાં વહી રહ્યો હતે. એમણે નોકરી માગવા આવેલા પઠાણેને પાછી ન કાઢ્યા, પણ એમની હકીકત શાંતિથી સાંભળી લીધી અને એમને નોકરીમાં રાખી લેવાના સંબંધમાં વિચારમાં પડ્યાં. દુશ્મનના દળમાંથી આવેલા માણસને નોકરીમાં લેવા એ જોખમદારીનું કામ હતું, તેથી પૂરી તપાસ કરી બધી દષ્ટિથી તેને વિચાર કરી તેમને નોકરીમાં સ્વીકારવા મહારાજનો વિચાર થયો અને આ સંબંધમાં પોતાના માણસેના વિચાર જાણવાની મહારાજે ઈચ્છા દર્શાવી. મહારાજ પોતે દરિયાવ દિલના હતા પણ એમની સાથેના એમના માણ દીર્ધદષ્ટિ અને ઉમદા વિચારના હતા. ગોમાજી નાયક પાનસંબળ હવાલદારે આ સંબંધમાં મહારાજને પિતાના વિચારે ખુલે ખુલ્લા જણાવી દીધા. હવાલદાર પાનસંબને કહ્યું કે “મહારાજ ! આપણે તે નવી સત્તા સ્થાપવી છે, નવું રાજ્ય સ્થાપવું છે, આપણે તો જામેલી સત્તા સામે જંગ માંડ્યો છે, આપણે તો આપણી પડખે બધાને લેવા છે. નોકરી માગવા આવેલા મુસલમાન પઠાણ, મુસલમાન છે તેથી તેમને નોકરીમાં ન રોકવા એ તે સાંકડા દિલના માણસનું કામ છે. આપણને એ ન શોભે. મહારાજનું દિલ દરિયાવ છે. મહારાજની કીર્તિ ઉદાર વિચાર માટે ફેલાઈ છે. આવા સંજોગોમાં અને જ્યારે જ્યારે આવા પ્રસંગ આવે ત્યારે ત્યારે મહારાજને તો દરિયાવ દિલ રાખે જ æકે છે. મહારાજની કીર્તિ સાંભળીને બહુ દૂરથી અને તે પણ દુશ્મનની નોકરીમાંથી છૂટા થઈને આ પઠાણ લેકે મહારાજ પાસે નોકરીની આશાએ આવ્યા છે. એ આશા ભંગ ન થાય એવું જ વર્તન થવું ઘટે છે. આશાભેર આવેલા પઠાણોને મહારાજે નિરાશ ન કરવા જોઈએ. જો કે નાને મોઢે માટે કાળિયો લેવા જેવું થાય છે, એ હું બરોબર સમજું છું, છતાં મહારાજ સ્પષ્ટવક્તાની કદર કરે છે એ વિશ્વાસથી હું સ્પષ્ટ શબ્દોમાં મારા વિચારે જણાવવાની હિંમત કરી રહ્યો છું. આપણે જે ફક્ત હિંદુઓને જ આશ્રય આપીશું અને બીજાએને હિંદુ નહિ હેવાને કારણે પાછા કાઢીશું તે એક મોટી ગંભીર ભૂલ થશે. સાંકડાં દિલ અને ટુંકા વિચારથી વખતે સત્તા મળે તે પણ તે સત્તા કદી જામે નહિ. અમુક કેમ પ્રત્યે પક્ષપાતી માણસ પિતાની સત્તા ન જમાવી શકે. એ રાજ્યને મજબૂત ન કરી શકે. જેને રાજ્ય સ્થાપવું છે અને પોતાની સત્તાનો પાયો મજબૂત કરે છે તેણે તે અઢારે વર્ણ તરફ મીઠી નજર રાખવી ઘટે. જબરો નબળાને ન સતાવે તે માટે ખબરદારી રાખવાની ખરી, પણ અમુક માણસ અમુક કેમ છે તેથી તેના તરફ રાજાની અથવા રાજ્ય સ્થાપન કરવાની ઈચ્છા રાખનાર પુરષની કરડી નજર ન હોવી જોઈએ. અઢારે વર્ણ પિતાપતાને ધર્મ પાળે, કઈ કઈને ન સતાવે એવો બંદોબસ્ત સત્તાધારીએ કરવાનો છે અને ગરીબ અથવા નબળાને સતાવનારને સજા કરવામાં સત્તાધારીએ સખત રહેવાનું છે, પણ નિરપરાધી માણસો અમુક કામમાં જન્મ્યા તેથી કેમને લીધે એમને આ૫ ગુન્હેગાર નથી જ ગણતા એવી માન્યતા પ્રજામાં ફેલાઈ છે અને તેથી જ પઠાણે મહારાજ પાસે આવ્યા છે. દરવાજે આવેલા આશ્રિતોને મહારાજ પાછા કાઢશે તો મહારાજના દરબારમાં ઉત્તમ માણસોનો સંગ્રહ નહિ થાય. આવેલા પઠાણેને નોકરીમાં રાખી લેવા એવી આ સેવકની મહારાજને ચરણે નમ્ર વિનંતિ છે.” ગેમાજી નાયકની સલાહ મહારાજને ગળે ઊતરી. હવાલદારે ચોખ્ખા શબ્દોમાં દિલ ખોલીને પોતાના વિચારે જાહેર કર્યા તે માટે એમણે તેમનાં વખાણ કર્યાં. ગોમાજી નાયકે કહ્યું તે કેવળ સત્ય છે અને તે પ્રમાણે જ થવું જોઈએ એવું મહારાજને લાગ્યું. બિજાપુર દરબારની નોકરી છોડી આવેલા ૭૦૦ પઠાણને શિવાજી મહારાજે પિતાના લશ્કરમાં નોકરીએ ચડાવ્યા. આ પઠાણોની ટુકડીને રાધે બલાળ કેરડેની સરદારી નીચે મૂકી. મુસલમાનની હિંદુઓ ઉપર ભારે જુલમ અને અત્યાચાર હતા છતાં સાધારણ મરાઠાના વિચારો કેવા ઉદાત્ત હતા તે આ દાખલાથી દેખાઈ આવશે. શિવાજી મહારાજ મુસલમાન કેમના દુશ્મન ન હતા પણ એ તે ઉપર જુલમ અને અત્યાચાર કરનાર સત્તાના દુશ્મન હતા.
૬. પિતા પરહેજ-પખાલીને પાપે પોઠિયાને ડામ. શિવાજી મહારાજે બિજાપુર બાદશાહતની સામે કમર કસી ત્યારે જ એમને તે ખાત્રી હતી કે માથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com