________________
પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૩૩ ગૃહસ્થ મહારાજને મળવા આવ્યા. મળવા આવેલા ગૃહસ્થાને મહારાજે બાળાજી આવછ કોણ છે, ક્યાં છે અને શું કરે છે વગેરે વાત પૂછી. મહારાજે પોતે આ માણસની તપાસ કરી એટલે કે ગભરાયા
તેમને લાગ્યું કે આ છોકરા ઉપર કંઈક સંકટ છે. બાળાજી આવજીને ગામમાંથી બોલાવી લાવવાને શિવાજી મહારાજે હુકમ કર્યો એટલે તે પ્રજાને લાગ્યું કે હવે બાળાજીનું આવી બન્યું. લેકેએ બાળાછની મા ગલબાઈને વાત કરી કે બાળાઓને તે શિવાજી મહારાજ પાસે હાજર કરવાને હુકમ છૂટયો છે. બિચારી ગલબાઈ ભારે ચિંતામાં પડી. બહુ જ ગભરાઈ ગુલબાઈ હિંમતવાન હતી. એણે શિવાજી મહારાજ પાસે જઈ માફી માગવાનો નિશ્ચય કર્યો. બાળાજી આવજીને મહારાજ પાસે રજૂ કરવામાં આવ્યું, તે જ વખતે ગુલબાઈ રોતી કકળતી આવી મહારાજના પગ ઉપર પડી. બાઈએ પિતાની આપવીતી મહારાજને સંભળાવી અને કંઈક અપરાધ થયો હોય તે ક્ષમા કરવા શિવાજી મહારાજને વિનંતિ કરી. આ બાઈની હકીકત સાંભળી મહારાજને બહુ લાગી આવ્યું અને આ કુટુંબ ખાનદાન છે એની મહારાજને ખાત્રી થઈ. મહારાજે ગુલબાઈને દિલાસે દીધો અને કહ્યું કે “ બાઈ તમને ત્રણ પુત્ર છે. મને એ પુત્ર માની હવેથી તમારા ચાર ગણજો. તમારા ત્રણે પુત્રો મારે હવાલે કરો. હું એમને મારા ભાઈ ગણી એમનું કલ્યાણ કરીશ.” ગુલબાઈને મહારાજે બાળાજીને કેમ બોલાવ્યો હતો તે જાણીને ઘણો આનંદ થયો. તેણે પિતાના ત્રણે દીકરા મહારાજના ખોળામાં મૂક્યા. મહારાજે બાળાજી આવજીએ આપેલા જવાબ વાળો કાગળ કાઢો અને બાળાજી સાથે ખુલાસાથી વાત કરી. બાળાજીએ પિતાના દેવાની હકીકત મહારાજને સંભળાવી. મહારાજે બાળાજી આવજીને દેવું પતાવવા તરતજ અવેજ આવે અને ચાંદીનું કલમદાન તથા ચિટણસના હોદ્દાને પિશાક આપો. મહારાજે મોટા છોકરા બાળાઓને પોતાનો ચિટણીસ બનાવ્યો, ચિમાજીને દકતરદારી આપી અને શામળની નિમણક રાયગગઢના અધિકારી તરીકે કરી. એવી રીતે આબાજી હરિચિત્રના આ ત્રણે છોકરાઓને મહારાજે એમની ખાનદાની અને કુળ જઇ પોતાના અમલમાં જવાબદારીના હોદ્દા આપ્યા.
બાળાજી આવળની સમયસૂચકતા અને હાજરજવાબીપણુની એકવાત બહુ પ્રચલિત છે. મહારાષ્ટ્રમાં આ વાત બહુ જાણીતી છે. વાંચકેની જાણ માટે તે અત્રે આપીએ છીએ - બાળાજીએ મહારાજનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. મહત્વના પત્રો અને રાજદ્વારી ખરીતા લખવાનું કામ મહારાજ બાળાઓને જ સોંપતા. એક દિવસે એક મહત્ત્વનો અને ગૂંચવાડા ભરેલી બાબતને ખરીતે લખવા માટે મહારાજે બાળાઓને હુકમ આપ્યો. પરીતામાં જણાવવાના મુખ્ય મુદ્દાઓની મહારાજે સૂચના કરી. બાબત બહુ જરૂરની હતી. એટલે પરીતાની નકલ તે જ રાત્રે મહારાજ આગળ રજા કરવાને હકમ કર્યો. બાળાજી તે દિવસે આ વખત મહત્ત્વના કામમાં રોકાયેલો રહ્યો તેથી મહારાજની આજ્ઞા મુજબ ખરીતે તૈયાર કરી શક્યો નહિ. રાત્રે મહારાજે બાળાઓને બોલાવ્યો અને તૈયાર કરેલે ખરી વાંચવા કહ્યું. બાળાજી ગભરાયો અને મહારાજના મેં તરફ જોયું. મહારાજ બહુ ગંભીર હતા એટલે એને લાગ્યું કે આ વખતે જો હું તૈયાર ન કરી શક્યો એ વાત કહીશ તે મહારાજનો મિજાજ ગરમ થશે. બાળાજીએ દફતર છોડી, કાગળ હાથમાં લઈ ખરીતે વાંચી કહાવ્યો. સવારે કરેલી સૂચનાઓ મુજબને આ મુસદ્દો તૈયાર થએલો જોઈ મહારાજ પ્રસન્ન થયા અને બાળાને શાબાશી આપી. આ બધું જોઈ મહારાજને હજુરિયે જેણે બાળાજી વાંચતો હતો ત્યારે દી ઝાલ્યો હતે તે હસી પડ્યો. મહારાજે હજુરિયાને હસવાનું કારણ પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે બાળાજી આવજી ચિટણસે તે આપની આગળ તદ્દન કેરે કાગળ વાં. મહારાજે બાળાઓને ખરી હકીકત પૂછી. બાળાજીએ પિતાને અપરાધ કબૂલ કર્યો અને જણાવ્યું કે આપે મને હુકમ કર્યો ત્યારથી એક પછી એક મહત્ત્વનાં કામમાં હું એટલે બધે રોકાયેલું હતું કે મને પાણી પીવાની પણ ફરસદ ન હતા. એવા સંજોગોમાં હું ખરીતાને મુસદ્દો તૈયાર કરી શકયા ન હતા. મહારાજે સૂચવેલા મુદ્દાઓ મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com