________________
૧૩૦ છેશિવાજી ચરિત્ર
[પ્રકરણ ૯ મું નોકરીમાં સેંઢવળકર અને કેહવળકર નામના બે મરાઠા જમાદાર હતા. તેમણે શિવાજી મહારાજને સંદેશ મોકલ્યો કે “અમો હિંદુઓ આપના અમલ નીચે આવવા તલસી રહ્યા છીએ. આ હબસીની તાબેદારીથી અમે કંટાળી ગયા છીએ. આપ અમને એ તાબેદારીમાંથી મુક્ત કરવા કૃપા કરી દક્ષિણ કોંકણમાં પધારો. આપ આવશે તે અમે તળા અથવા તળગઢ અને ધોસાળા અથવા ધસાળગઢના કિલ્લાઓ આપને સ્વાધીન કરીશું. આ કિલ્લાઓ કબજે આવવાથી આપ આ પ્રાંતનો ઘણે મુલક સર કરી શકશે. અમે યવનોની ઝૂંસરી નીચેથી નીકળી આપના સેવક બની સુખી થવા ઈચ્છીએ છીએ.” આ સંદેશ સાંભળી શિવાજી રાજા સીદીને દક્ષિણ કંકણને મુલક સર કરવા માટે તે ભાગમાં જવા સજ્જ થયા. આ આમંત્રણ તે શિવાજી મહારાજને મનગમતી વાત હતી. જોઈતું હતું અને વૈદે કહ્યું એવો જ ધાટ બન્યું. થોડા ચુનંદા માણસનું લશ્કર સાથે લઈ, શિવાજી મહારાજે સીદીને મુલક જીતવા માટે દક્ષિણ કંકણ ઉપર ચડાઈ કરી. સેંઢવળકર અને કઢવળકરે પિતાનું વચન બરોબર પાળ્યું. મહારાજ દક્ષિણ કોંકણમાં ગયા એટલે તરત જ સંદેશામાં જણાવ્યા મુજબ તળા અને ધાસાળાના કિલ્લાએ એમને સ્વાધીન કરવામાં આવ્યા. મહારાજે સૂરગઢ કિલ્લે ૫ણ સર કર્યો. આ મહત્વના કિલ્લાઓ સર થવાથી મહારાજ એ તરફના કેટલાક મુલક ઉપર સહેલાઈથી સત્તા સ્થાપી શકયા. આવી રીતે શિવાજી મહારાજે દક્ષિણ કોંકણમાં પ્રવેશ કર્યો. સીદીના ત્રાસથી ત્રાસી ગયેલી હિંદુ પ્રજા શિવાજી મહારાજના વિજયની વાટ જોતી હતી. મહારાજ વિજ્યી થયા અને પ્રજાને આનંદ થયો. છત મળ્યા પછી પણ શિવાજી મહારાજ મળેલા વિજયથી ફુલાઈ જઈ, દુશ્મનનું બળ આંકવામાં જરાપણ બેદરકાર રહેતા નહિ. સીદીને મુલક સર કર્યા પછી પણ શિવાજી મહારાજ મેજમજામાં ગુલતાન બની નિરાંતે બેઠા ન હતા. શિવાજી મહારાજ સીદીનું બળ બરોબર જાણતા હતા એટલે છતમાં સમાધાન માની મહારાજ ત્યાંથી પાછા કર્યા નહિ પણ છતેલ મુલક પ્રબળ શત્રુના પંજામાં પાછો ન પડે એ ઈચ્છાથી તેમણે કેલાબા જિલ્લામાં રહે તાલુકામાં આવેલા બિરવાડી ગામ નજીક એક કિલ્લે બંધાવ્યો (ઈ. સ. ૧૬૪૮).
આ ચડાઈમાં જ શિવાજી મહારાજે રાયરીને ડુંગર સીદી પાસેથી જીતી લીધું. એ ડુંગર ઉપર એક નાને કિલ્લે હતા તેને સુધરાવી મજબૂત કિલ્લે બનાવ્યું. આ જ કિલાને ૧૬૬૨ ની સાલમાં રાયગઢ નામ આપવામાં આવ્યું.
૩. ભવાની તલવારની ભેટ, આ વિજય પ્રાપ્ત કર્યા પછી શિવાજી મહારાજ સાવિત્રી નદીના મુખ પાસે ઉત્તર દિશાએ દરિયા કિનારે હરિહરેશ્વરનું દેવસ્થાન છે ત્યાં દર્શન માટે પધાર્યા. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હરિહરેશ્વરનાં દર્શન અને પૂજનઅર્ચન કરી શિવાજી મહારાજ પાછા ફર્યા. માર્ગે ગવલકર સાવતે મહારાજની મુલાકાત માગી. શિવાજી મહારાજે માગણી સ્વીકારી અને સાવંતને બહુ પ્રેમથી મળ્યા. તે મુલાકાત દરમિયાન મહારાજને એમના કેઈ માણસે જણાવ્યું કે;–“ આ સાવંતને ઘેર અતિ મૂલ્યવાન તલવાર છે. એ તલવારનું પાનું બહુ ઊંચા પ્રકારનું છે. પાનાનું પાણી પણ અજબ છે. એ તલવાર પૂરેપુરી યશસ્વી હોવાનું સંભળાય છે. એવી તલવાર તે આપના હાથમાં શોભે. મહારાજની ખાસ ઈચ્છા હેય તે એ તલવાર મહારાજ સાવંત પાસેથી લઈ શકશે. મહારાજ જો પિતાની ઈચ્છા બતાવે તે સેનાની જાળ પાણીમાં નાખ્યા જેવું તે નહિ જ થાય. માગણી કરવામાં આવે તે સાવંત એ તલવાર આપવા કદી પણ ના નહિ પડે.” પિતાના માણસના આ શબ્દો સાંભળી શિવાજી મહારાજને ખરેખર ખેદ થયો અને એમણે જણાવ્યું કે –“કોઈપણ ગૃહસ્થ પાસે કોઈ સારી ચીજ હોય અને તે આપણને ગમે, તે લેવાનું મન થાય, એ ચીજ ઉપર આપણને મેહ ઉત્પન્ન થાય, એ ચીજ આપણું મનનું આકર્ષણ કરે માટે તે વસ્તુ બીજા પાસેથી તેને શરમમાં નાખી લેવાને અથવા તે માટે માગણી કરી સામા માણસની કડી દશા કરવાનો કોઈને હક્ક નથી. એવી અભિલાષા રાખવી એ વીર પુરુષને ન શોભે. એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com