________________
પ્રકરણુ ૯ મું ]
છે. શિવાજી ચત્રિ
૨૯
કલ્યાણુ હસ્તગત કર્યું અને પછી શિવાજી મહારાજે આજુબાજુના કાંગુરી, તુંગ, તિક્રાના, લેઢગઢ, રાજમાંચી, કુંવારીગઢ, ભારપ, ધનગઢ તથા કુળજાગઢ કિલ્લાએ પણ કબજે કર્યાં ( ઈ. સ. ૧૬૪૮ ). આમ મહારાજે ધણા કિલ્લાઓ કબજે કર્યાં. તેમાંના કેટલાકનાં નામ ઉપર આપ્યાં છે. આ કિલ્લા ઉપરાંત માહુલીને કિલ્લા કે જે એક વખતે સિંહાજીના કબજામાં હતા અને જે સિંહાજીના હાથમાંથી જતા રહ્યો હતા, તે પણ શિવાજી મહારાજે લીધે. આ કિલ્લાઓ લેવામાં મહારાજે શક્તિ કરતાં યુક્તિના જ વધારે ઉપયાગ કર્યાં હતા. જેમ બને તેમ પોતાના માણસાને એછું નુકશાન થાય એવી રીતે કળથી કામ થતું હાય, તેા બળના ઉપયાગ ન કરવા એ મહારાજની યુદ્ધની રીત હતી. મહારાજ પહેલાં તે કિલ્લેદારને કિલ્લા સોંપી દેવાનું કહેણ મેાકલતા. કિલ્લેદાર સમજીને કિલ્લા સોંપી દે તા કાઈ જાતની હેરાનગતિ રૈયતને ભોગવવી પડતી નહિ. જો કિલ્લેદાર લડવા તૈયાર થતા તેા તેના ઉપર વખત અને સંજોગા જોઈ મહારાજ અચાનક છાપા મારતા, કિલ્લાને ઘેરા ધાલતા અને કિલ્લા બજે કરતા. કિલ્લા ઉપર ચડાઈ કરતાં પહેલાં મહારાજ તે કિલ્લાની બધી માહીતી મેળવી લેતા. કિલ્લામાંના માણુસેાને વશ કરી લેતા. ગુપ્ત રસ્તા અને મહત્ત્વની હકીકત મળે એવી બધી તજવીજ રાખતા. કિલ્લામાંના દુશ્મન પક્ષના માણસને ફાડવામાં મહારાજની ખરાખરી તે સમયમાં કરી શકે એવા ખીજે મુત્સદ્દી ન હતા. કિલ્લામાં પ્રવેશ કરવા માટે પણ મહારાજ પાતાના સરદાર અને સૈન્યને જુદી જુદી યુક્તિ બતાવતા. કિલ્લામાં પ્રવેશ થવું બહુ મુશ્કેલ થઈ પડતું ત્યારે મહારાજ પોતાના વિશ્વાસુ માવળાએને તેમના વેશ બદલીને તેમના માથા ઉપર ઘાસના ભારા આપી, તેમાં તલવાર અને એવાં બીજાં હથિયારી સંતાડી ધાસ વેચવાને બહાને કિલ્લા ઉપર મેાકલતા અને એ માણસા કિલ્લા ઉપર જઈ વશ કરેલા દુશ્મનના માણસાની મદદથી અને પેાતાના પક્ષમાં સામા પક્ષમાંથી ફાડીને લીધેલા પહેરેગીરાની સહાયથી કિલ્લાના રક્ષકા ઉપર તૂટી પડતા. એવી અનેક યુક્તિ વાપરી મહારાજે અનેક કિલ્લા કબજે કર્યા. આમ કલ્યાણ પ્રાંતને ઉત્તર ભાગ મહારાજે પેાતાના કબજામાં લીધે અને ત્યાં વ્યવસ્થિત રાજ્યવ્યવસ્થા સ્થાપી. મહારાજની રાજ્યપદ્ધતિએ રૈયતને સુખી કરી એ ભાગ આબાદ કર્યાં. વરસાથી દુખમાં ડૂબેલી હિંદુ પ્રજાને સુખનાં સ્વપ્નાં હવે આવવા લાગ્યાં અને શિવાજી મહારાજની સત્તા જ પ્રજાને સુખી કરશે અને હિંદુત્વનેા બચાવ કરશે એવી પ્રજાની ખાત્રી થવા લાગી. શિવાજી મહારાજની સત્તા નીચેના મુલકામાં વસતા હિંદુઓનાં દુખા દુર થયાં. તે ભાગનાં હિંદુ દેવમંદિરનું રક્ષણ થયું અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત ખેંચી. શિવાજી મહારાજની સત્તા નીચે વસતા મુસલમાના ઉપર કાઈ પ્રકારના જુલમા થતા નહિ. તેમનું રક્ષણ પૂરેપુરુ થતું. મુસલમાને પોતાની મરજી મુજબ પોતાના ધમ પાળી શકતા. આમ શિવાજી મહારાજની પ્રજા સ્વરાજ્યનું સુખ અનુભવવા લાગી.
૨. સીદી સામે શિવાજી મહારાજ,
કલ્યાણપ્રાંતના ઉત્તર ભાગમાં શિવાજી મહારાજે પાતાના ડેરી બરાબર જમાવ્યા. એ પ્રાંતના ઉત્તર ભાગની પ્રજા મહારાજના અમલથી સુખી થઈ. લાકા ત્રાસ અને જીલમમાંથી છૂટ્યા. લકાના સુખની સાથે મુલક પણ આબાદ થવા લાગ્યા. મુલકની આબાદી પ્રજાનાં સુખદુખ ઉપર અવલંબીને રહેલી હેાય છે. મહારાજનેા અમલ પ્રજાને સુખદાતા નીવડ્યો એ વાત મહારાષ્ટ્રમાં ચારે તરફ ફેલાઈ. શિવાજી મહારાજની કીર્તિ તેા ફેલાઈ જ હતી તેમાં વળી આ વધારા થયા. શિવાજી મહારાજ એ કાઈ અસાધારણ અને અસામાન્ય અવતારી પુરુષ છે અને તે પિડાતી પ્રજાના રક્ષણ માટે અવતર્યાં છે, એવી માન્યતા ચારે તરફ પ્રસરી ગઈ અને લેકાનું ધ્યાન શિવાજી મહારાજ તરફ આકર્ષાયું. ઉત્તર કાંકણી હિંદુ પ્રજા શિવાજી મહારાજના અમલથી બહુ સુખી અને આબાદ થયેલી જોઈ, સીદીના તાબાના દક્ષિણ કોંકણના હિંદુ લૉડ્ડાને શિવાજીના છત્ર નીચે જવાની ઈચ્છા થઈ. લેકાને હવે લાગવા માંડયું કે જો સુખી થવું હોય તેા શિવાજી રાજાને વિજયી બનાવી, તેમના છત્ર નીચે રહેવું. આ વખતે સીદીની
17
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com