________________
૧૨૮ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૯ મું યુદ્ધમાં એક અતિ અણુમુલું રત્ન હાથ લાગ્યું છે. તે હજુ મહારાજને સ્વાધીન નથી કર્યું. આ લડાઈમાં અતિરૂપવતી, લાવણ્યની ખાણ, એક ખૂબસુરત યુવતી હાથ લાગી છે. તે મહારાજની સેવામાં રજુ કરવા યોગ્ય છે. લાયક છે. તેથી મેં એને માનપાન સાથે કબજે રાખી છે. આપ એ અણમૂલા રત્નને કૃપા કરીને સ્વીકાર કરશે.” મહારાજની આજ્ઞા થઈ એટલે તરતજ એ સુંદર યુવતીને સુંદર વસ્ત્રાલંકારથી સજ્જ કરી, સભામાં આવ્યું.
વિનયથી લચકાતી અને લજજાથી નીચું જોતી, ધીમે પગલે ચાલતી આ રૂપવતી યુવતીને મહારાજે નયને નિહાળી સ્મિત કર્યું અને બોલ્યા “મારી માતા જીજાબાઈ જ આવી ખૂબસુરત હેત તે તેને પેટે હું પણ એવો દેખાવ પાકત.” મહારાજના માંનાં આ શબ્દ સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધા દરબારીઓ ચકિત થઈ ગયા. બધા કહેવા લાગ્યા કે મહારાજ આ બોલે છે શું ! તે જમાને તે ભેગ વિલાસનો હતે. છતાં મહારાજને આ કડક મનોનિગ્રહ જઈને સર્વને આ સદગુણી સ્વામી માટે ભારે પ્રેમ અને માન ઉત્પન્ન થયાં. દરબારના દરબારીએ તે છક્ક થઈ ગયા. સભાને ચકિત થયેલી જોઈ મહારાજ આબાજી તરફ જોઈને બોલ્યા “આબાજી! તમારી પ્રામાણિક્તા અને સ્વામિભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. જેને જીવનમાં યશપ્રાપ્તિ કરવી છે, જેને પિતાનું જીવને ઊજળું રાખવું છે. જેને પિતાના જીવન ઉપર ડાઘ પડવા નથી દે તેણે તે તે ગમે તે સ્થિતિ અને સંજોગોમાં હોય તે પણ પરસ્ત્રી માબેન સમાન ગણવી જોઈએ. પ્રજાના કલ્યાણ માટે યશપ્રાપ્તિ મેળવવાની ઈચ્છા ધરાવનારે તે આવી આવી બાબતોમાં ચોખ્ખા રહેવું જ જોઈએ. જે સંસ્કૃતિને અત્યાચારના આક્રમણમાંથી બચાવવાનું પણ લઈ ને હું બહાર પડ્યો છું તે સંસ્કૃતિને ઝાંખપ લાગે એવું કૃત્ય મારાથી કેમ થાય? પરસ્ત્રીની લાલસામાં રાવણ જેવા બળીયાએ ચૌદ ચોકડીનું રાજ્ય તે પછી મારા જેવાની તો વાત જ શી કરવી? મારા સૈન્યને કોઈપણ સિનિક કોઈપણ સ્ત્રીનું કાઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું અપમાન કરે તે તેને માટે ભારેમાં ભારે નસિયત નક્કી કરવામાં આવી છે. અનેક આફત અને આક્રમણ હોવા છતાં આપણી ઊજળી સંસ્કૃતિના જોર ઉપર હજુ આપણે હયાત છીએ. એ સંસ્કૃતિને ટકાવી રાખવી એ આપણી પ્રથમ ફરજ છે. સ્ત્રી એ અબળા છે, એનું રક્ષણ કરવું એ ક્ષત્રિય ધર્મ છે. નિર્બળની રક્ષા તે મરદ જ કરી શકે. કેઈપણ પ્રસંગે અબળાએ હાથ આવે તે તેમનાં માનપાન જાળવીને તેમને જતી કરવી એજ આપણું ભૂષણ છે. સ્ત્રીઓને સતાવવી એ કાયરોનાં કામ છે, એ નામર્દીની નિશાની છે, એ નીચ અને હલકા વૃત્તિ કહેવાય. દુશ્મનની સ્ત્રીઓ હાથમાં આવે તેમને આબરૂર પાછી મેકલવી એજ આપણું ભૂષણ છે.” કોઈ મહાત્મા પુરુષના મેમાં શોભે એ ઉપદેશ મહારાજને આપતા સાંભળી દરબારીઓના મનની ખાત્રી થઈ ગઈ કે આતે કઈ અસામાન્ય, અસાધારણ, અવતારી પુરુષ છે, નહિ તે આ મનોનિગ્રહ અને ડહાપણું ન હોય. મહારાજના આ ઉપદેશથી હાજર રહેલા સિપાહીઓ અને સૈનિકે પણ ચેતી ગયા. જેને માલીક ચારિત્ર્યની બાબતમાં આટલે બધો કડક હોય તેના સૈનિકોને કડક રહે જ છૂટકે. પ્રજામાં મહારાજની પ્રતિષ્ઠા વધવા લાગી. પ્રજાના મનમાં પોતાનાં આવા માલીકના સંબંધમાં એક પ્રકારનું અભિમાન ઊભું થયું. આબાજી સેનદેવે સભામાં આણેલી યુવતીને મહારાજે વસ્ત્રો અને અલંકાર અર્પણ કર્યો અને તેને તેના સસરા પાસે બિજાપુર મોકલી દીધી.
આબાજી સનદેવને તેની કામગીરી માટે ધન્યવાદ આપવામાં આવ્યો અને મહારાજે એને કલ્યાણની સુબેદારી આપી.
પિતાનાં આ કોનું પરિણામ શું આવશે તેને ચારે તરફથી પૂરો વિચાર મહારાજે કર્યા પછી જ તિજોરી ઉપર છાપ મારવામાં આવ્યું હતું. કલ્યાણથી જ ખજાને કબજે કરવાથી બિજાપુર બાદશાહ સાથે ખુલ્લું વેર બંધાવાનું જ એની મહારાજને પૂરેપુરી ખાત્રી હતી. તિજોરી કબજે કર્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com