________________
પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૭ આપવામાં આવ્યાં. આવી રીતના બંદોબસ્તથી પ્રજાને ભારે ઉત્તેજન મળ્યું. સૈનિકને લાગ્યું કે આપણું કામની કદર થાય છે. ધર્મને માટે મરવું પડે તે પણ પાછળ બૈરાં છોકરાંની સંભાળ લેનાર શિવાજી મહારાજ બેઠા છે. મહારાષ્ટ્રનું ધ્યાન શિવાજી મહારાજે આકર્ષે. મહારાજના પક્ષમાં જોડાવા લેકે આતુર થયા.
બિજાપુર જતી તિજોરી શિવાજી મહારાજના માણસોએ કબજે કરી એ હકીકત સાંભળી કલ્યાણને સુબેદાર પિતાની જાગીરના મુલક ઉપર ચડાઈ કરશે એવી શિવાજી મહારાજે અટકળ બાંધી હતી. સિહાજીએ મહારાજને બિજાપુરથી રવાના કર્યા ત્યારે પોતાના ખાસ વિશ્વાસુ માણસને મહારાજની સાથે પૂને મોકલ્યા હતા તેમાં તેને પતને મહારાજના મંત્રી (Secretary) તરીકે મોકલ્યા હતા. તે સોને પતને બીજે છોકરે બાજી સેનદેવ જે દાદાજી કેન્ડદેવની તાલીમમાં તૈયાર થએલો હતો તેને કલ્યાણું શહેર જીતવા અને કલ્યાણને સુબેદાર શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરવા આગળ વધે તે પહેલાં તેને અટકાવી દેવા લશ્કર સાથે મોકલ્યો. આ બાજી સેનદેવ બહુ ચાલાક અને હિંમતવાન
અધિકારી હતો. એણે પોતાના સ્વામી શિવાજી મહારાજને હુકમ થયો કે તરતજ કૂચ કરી અને કલ્યાણ ઉપર છાપો માર્યો. બાજી સોનદેવે ખરી હિંમત અને કુનેહ બતાવ્યાં અને કલ્યાણ કબજે કરી સુબેદારને કબજે કર્યો. આ આનંદદાયક સમાચાર સાંભળી શિવાજી મહારાજ કલ્યાણ ગયા. મહારાજ આવે છે એવી ખબર મળતાં જ આ સ્વામીભક્ત બાજીએ મહારાજના કલ્યાણ નજીક ભારે સત્કાર કર્યો. શિવાજી મહારાજે ભારે ઠાઠમાઠ અને દબદબાથી નગરપ્રવેશ કર્યો. કલ્યાણ પ્રાતના મુસલમાન સુબેદાર મૌલાના અહમદશાહને બાજી સેનદેવે મહારાજ આગળ રજૂ કર્યો. આ યવન અમલદાર કાફર દુશ્મનના હાથમાં આવ્યો હતો અને તેમાં વળી શિવાજી જેવા ચુસ્ત હિંદુના હાથમાં. હિંદુઓને પીડનાર મુસલમાની સત્તા ઉખેડવાનો નિશ્ચય કરનાર શિવાજી મહારાજના હાથમાં મુસલમાન અમલદાર કેદી તરીકે આવ્યો. વાંચનાર તે એમજ અનુમાન કરશે કે શિવાજીએ આ કેદીને બહુ રિબાવ્યો હશે અથવા બીજી કઈ ભારે નસિયત કરી હશે અથવા એને મહેણાં માર્યા હશે, પણ વાંચકેને વાંચીને અજાયબી થશે કે હિંદુત્વના તારણહાર શિવાજી રાજાએ મૌલાના અહમદશાહની સાથે બહુ માનભરી વર્તણૂક ચલાવી. પરહેજ કરેલા સુબેદાર મૌલાનાને શિવાજી મહારાજે કોઈપણ રીતે સતાવ્યો નહિ, તેનું અપમાન કર્યું નહિ. હિંદુઓ ઉપર જુલમ ગુજારનાર મુસલમાની સત્તાને અમલદાર હાથમાં આવ્યા છતાં હિંદુત્વના જુસ્સાથી ભરેલા શિવાજી મહારાજે હિંદુ સંસ્કૃતિને શોભે એવું જ વર્તન કર્યું. તેમણે મૌલાનાને બંધનમુક્ત કર્યો અને તેને બહુમાન પૂર્વક બિજાપુર રવાના કર્યો. કલ્યાણમાંથી મહારાજને અઢળક દ્રવ્ય મળ્યું હતું ( ટ્રાવેલર ટાવર્નિયર ). કલ્યાણના સુબેદાર મૌલાના છોકરાની બૈરી અતિ ખૂબસુરત અને દેખાવડી હતી. એનું લાવણ્ય અનુપમ હતું. એ યુવતી બાજી સનદેવને હાથ લાગી. બાજી જબરે સ્વામિભક્ત હતો. એ રૂપવતી યુવતીને માનભેર પિતાના કબજામાં રાખી અને જ્યારે મહારાજ કલ્યાણ આવે ત્યારે તેમને આ રત્ન નજરાણામાં આપવાનું નક્કી કર્યું.
મહારાજે કલ્યાણમાં વિજય દરબાર ભર્યો. જેમ જેમણે શૌર્યનાં કામ કર્યા હતાં તેમને મહારાજે નવાજ્યા. માણસોને ઈનામો આપવામાં આવ્યાં. દાદાજી કેન્ડદેવે શરુ કરેલી જમીન મહેસૂલી પદ્ધતિ આ જીતેલા ભાગમાં દાખલ કરવાનું નક્કી કરી જાહેર કરવામાં આવ્યું. જૂની સંસ્થાઓ એ મુલકમાં
જ્યાં જ્યાં જડી આવે ત્યાં તેમને ઘટિત મદદ કરી તેમનો જીર્ણોદ્ધાર કરવાનું મહારાજે વચન આપ્યું. દેવસ્થાન, ધર્માદાનાં ઈનામો, વતન કે જમીને જે જે જેને જેને મળતું હોય તે તે કાયમ રાખવાનું મહારાજે જાહેર કર્યું. ઘોસાળા અને રાયરી નજીક બીરવાડી અને લિંગાણાના કિલ્લાએ નવા બાંધવાનું નક્કી કરવામાં આવ્યું.
હાથ લાગેલી સર્વ સંપત્તિ મહારાજને ચરણે ધર્યા પછી સ્વામિભક્ત આબાજી સોનદેવે મહારાજને કહ્યું કે “આ યુદ્ધમાં જે રને અમને હાથ લાગ્યો તે સર્વ સેવકે સ્વામીને ચરણે ધર્યા છે, પણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com