________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું પ્રજા કારણે જે ઉઠે રાજ સામે, તેતે નહિ ઊંઘ આરામ પામે;
પ્રજાનાં દુખે દૂર કરવા મથે છે, કરે શિર ધારી જગતમાં ફરે છે, ઉપર પ્રમાણેની સ્થિતિ શિવાજી મહારાજની થઈ હતી. હિંદુત્વનું રક્ષણ કરવાની ધગશ શિવાજી મહારાજમાં જબરી હતી. પ્રજાના કલ્યાણ માટે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનો એમને નિશ્ચય જબરજસ્ત હતો. એમણે કરેલી ભીષ્મ પ્રતિજ્ઞાની પાછળ ભગીરથ પ્રયત્નનું બળ ઊભું હતું. ઈશ્વરને પણ એમને રસ્તે સીધે અને સરળ કર્યે જ છૂટકે હતા. એમના માર્ગમાંના કાંટા દૂર કરવા કુદરત અનેક રસ્તા લખી રહી હતી. આર્થિક અડચણ શી રીતે ટાળવી એના વિચારોમાં મહારાજ મગ્ન થઈ ગયા હતા. અડચણોને લીધે મહારાજ પોતે આંકેલા કાર્યક્રમમાં કદીપણું ઢીલા થયા નથી. એને માનતા કે “ મારો હેતુ શુદ્ધ છે. સેવા પ્રભુની છે અને હાથ ધરેલું કાર્ય કચડાતી અને પિડાતી પ્રજાનું છે તે ઈશ્વરે મને યશ આપે જ છટકે છે. આ અડચણે તે કામ કરનારની કસોટી માટે છે, માણસની પરીક્ષા માટે છે.” શિવાજી મહારાજની ચિંતા લાંબે કાળ ન રહી. મહારાજનું ધ્યાન થાણા જિલ્લાના એક ધનવાને શહેર-કલ્યાણ તરફ ખેંચાયું. નિઝામશાહીની પડતીથી ઈ. સ. ૧૬૩૬ ના મુગલસત્તા સાથેના તહનામાને આધારે કંકણ પ્રદેશ બિજાપુરના બાદશાહને હાથ આવ્યા હતા. એ પ્રદેશમાં ભીંવડીથી નાગોઠણ સુધીને મલક કલ્યાણ પ્રાંત કહેવાતો હતો. એ પ્રાંત આદિલશાહી સરદાર મૌલાના અહમદશાહ નટિયાના કબજામાં હતું. એ પ્રાંતના મુખ્ય શહેર કલ્યાણમાં અહમદશાહ રહેતા હતા. મૌલાના અહમદશાહે એ ગામના બાદશાહી મુલકનું મહેસૂલ ઉઘરાવ્યું અને એ નાણાં એણે બાદશાહી તિજોરીમાં જમે થવા બિજાપુર રવાના કર્યા. કલ્યાણથી એ તિજોરી બિજાપુર જવાની હતી. જંગલના જંગલી બહારવટિયા, લુટાર અથવા ધાડપાડુને પહોંચી વળવા માટે તેમને મારી હઠાવવા માટે જરૂર પડે એટલું મનુષ્યબળ આપીને મૌલાનાએ એ તિજોરી રવાના કરી. શિવાજી તરફથી આ તિજોરીને કોઈપણ પ્રકારને ઉપદ્રવ થશે એવી મૌલાનાને સ્વપ્ન પણ કલ્પના નહિ થઈ હોય. પિતાને કર૫ આજુબાજુના મુલકમાં એ સજજડ બેસી ગયો છે કે એમનું નામ સાંભળી બદમાસે ભાગી જાય એવી મૌલાનાની માન્યતા હતી. ઉપર પ્રમાણે મૌલાનાની પ્રમાણિક માન્યતા હતી, એટલે તિજોરીને રસ્તે સાચવવા માટે જબરું લશ્કર મૌલાનાએ સાથે મે કહ્યું નહિ. મહારાજે વિચાર કર્યો કે દ્રવ્ય સિવાય પ્રજાના કલ્યાણની લડત ચાલી શકશે નહિ, માટે ગમે તે રસ્તે નાણાં ભેગાં કરવાં. કલ્યાણ તરફ મહારાજની નજર ફર્યાથી તે ગાળામાં બારીક તપાસ કરવા મહારાજે પોતાના વિશ્વાસુ માણસને રેકળ્યા હતા. બિજાપુરની બાદશાહી તિજોરીમાં જમે કરવા આ મૌલાનાએ કહ્યાણથી નાણાં રવાના કર્યાની ખબર શિવાજી મહારાજને મળી. લોકોના ભલા માટે આરંભેલ કાર્ય નાણાંને અભાવે ખેળભે પડશે એ ચિંતામાં સપડાયેલા અને હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં નાણાંની ભીડમાં આવી પડેલા શિવાજી મહારાજ આ તક જવા દે એવા તે ન હતા. એમણે આ ખબર મળ્યા પછી ઊંડે વિચાર કર્યો અને કલ્યાણથી રવાના કરવામાં આવેલી તિજોરી કબજે કરવાનું નક્કી કર્યું. આ કામની ખાસ જવાબદારી મહારાજે તાનાજી માલુસરે અને કેસાજી કંકને સોંપી દીધી. ત્રણસે ચુનંદા ઘડેસ્વારે સુપાથી સાથે લઈ સરદારેએ તિજોરી કબજે કરવા માટે કૂચ કરી. નાણાથી ભરેલાં ગાડાં રક્ષક સિપાહીઓ સાથે બિજાપુર તરફ જતાં હતાં. પૂનાથી પશ્ચિમે બરધાટ ઉતરીતે મહારાજની ટુકડીએ છાપો મારી ધનનાં ગાડાં કબજે કર્યો (ઈ. સ. ૧૬૪૮). બન્ને પક્ષ વચ્ચે જબરી ઝપાઝપી થઈ. મહારાજની ટુકડીમાંથી દશ પંદર માણસ મરાયાં અને વિશ પચીશ ઘવાયાં. મૌલાનાની ટુકડીમાંથી વીશ પચીસ માણૂસ મરાયાં અને આશરે સો માણસ ઘવાયાં. કબજે કરેલ ખજાને તરતજ રાજગઢ ઉપર મોકલી દેવામાં આવ્યા. મહારાજની ટુકડીમાંથી જે સિપાહીઓ મરણ પામ્યા હતા તેમના કુટુંબના પોષણને મહારાજે પૂરતો બંદોબસ્ત કર્યો. ઘવાયેલાઓની સુંદર સારવાર કરવામાં આવી. આ ઝપાઝપીમાં જેમણે શૌર્ય અને હિંમત બતાવ્યાં તેમને ઈનામ અને માનપાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com