________________
૧૫
પ્રકરણ મું]
છે. શિવાજી ચરિત્ર રહેલા હિંદુત્વને બચાવવા માટે નવી સત્તા સ્થાપવાની કલ્પના ઊભી કરી. હિંદવી સ્વરાજ સ્થાપવાને નિશ્ચય કર્યો, પ્રતિજ્ઞા લીધી, એ પ્રતિજ્ઞા પાર પાડવા માટે ઘટિત પગલાં લેવાનું શરૂ કરી લીધેલા કામમાં નડતાં સંકટો અને આવી પડતી અડચણની સાથે બાથ ભીડવાને પણ મહારાજ તૈયાર થયા. એકલી હિંમત કે શૌર્યથી રાજ્ય ઊભાં નથી થતાં. જૂની સત્તાને મૂળમાંથી હલાવી નવી સત્તા સ્થાપવી એ કંઈ નાનીસની વાત નથી. એકલી કલમની કાબેલિયત કે એકલા ભાલા બરછીના આબાદ ઉપયોગથી પણ નવું રાજ્ય સ્થાપવાની મતલબ હાંસલ નથી થતી. શસ્ત્રાસ્ત્રમાં નિપુણ નીવડેલે માણસ સંગ્રામમાં વિજય મેળવી શકે પણ નવું રાજ્ય સ્થાપવા માટે તે આ ગુણે ઉપરાંત બીજા વધારાના ગુણોની આવશ્યકતા હેય છે. યુદ્ધના વિજય કરતાં, નવી સત્તા સ્થાપવામાં માણસને વધારે વેઠવું પડે છે. નવી સત્તા સ્થાપવામાં તે માણસમાં હિંમત-શૌર્ય, સાહસ, હોંશિયારી, મુત્સદ્દીપણું, પેચ પારખવાની શક્તિ, સામાના દાવ જાણવાની કળા, કાર્યદક્ષતા, હાજરજવાબીપણું, સમયસૂચકતા, પ્રજાનાં મનહરણ કરવાની કળા, ત્યાગ માટેની તૈયારી વગેરે સદ્દગુણોની ખાસ જરૂર હોય છે. પ્રસંગ પડે આંખમાંથી અંગાર પણ કરવા જોઈએ અને પ્રસંગ પડે બરફથી પણ ઠંડું મગજ રાખવાની અને આજુબાજુએ ઉશ્કેરણું ભરપૂર ચાલી રહી હોય, આખું વાતાવરણ ઉશ્કેરણીથી દુષિત થયેલું હોય તે પણ સમતોલપણું જાળવી રાખવાની શક્તિ જે માણસમાં હોય તે જ માણસ નવી સત્તા સ્થાપવાનું કામ હાથમાં ધરવાની હિંમત કરી શકે. દિલને ઉશ્કેરે, ઉછાળી નાખે, લેહી ઊકળતાં કરે, એવા બનાવો નજર સામે બની રહ્યા હોય તે પણ મગજ ઉપર કાબુ ન ખેતાં, વિરોધીની જડ ઉખેડવાનું કામ જે માણસ ઠંડે મગજે કરી શકે છે, તેજ મુત્સદી, નવી સત્તા સ્થાપવાની પોતાની મતલબ કંઈક અંશે હાંસલ કરી શકે છે. દુમનદળ સામે લડવામાં માણસ બહુ હિંમતબાજ અને પાવર હોય પણ અનેક પ્રકારની અડચણે આવી પડે, તેથી જે માણસ મુંઝાય, ગૂંચવાડામાં પડે, તે માણસ દુશ્મન દળને હરાવી શકે, પણ નવી સત્તા સ્થાપવાના કામમાં ફરહમંદ ન નીવડે. નવી સત્તા સ્થાપવાને માટે જરૂરના બધા સદગુણો શિવાજી મહારાજમાં હતા. આવી પડતી અડચણોમાંથી માર્ગ કાઢવાની બાબતમાં તો એ એક હતા. હરકતોથી એ કાઈ દિવસ હિંમત હારતા નહિ. અડચણે કે આફતથી એ દૂર નાસતા નહિ. નવી સત્તા સ્થાપવાને નિશ્ચય કરીને જ એમણે કિલ્લાઓ કબજે લીધા. પિતાના મુલકની મજબૂતી કરી અને લશ્કર તથા બીજા નેકરો પૂરતા પ્રમાણમાં રોકળ્યા. તેમાં શિવાજી મહારાજને ખૂબ ખર્ચ થયું. તરણના કિલ્લામાંથી મળેલું ધન અને સિતાજીની જાગીરની આવકમાંથી દાદાજી કેન્ડદેવના સુંદર અને કરકસરીયા કારભારથી બચાવે પૈસો સર્વ ખર્ચાઈ ગયો. હવે શિવાજી મહારાજ પૈસાની ભારે તંગીમાં આવી પડ્યા. જાગીરના મુલકેનું નમુનેદાર સ્વરાજય બનાવવાના કામમાં પણ મુસીબતો ખૂબ વધી. નબળા પોચા માણસની તે આવા સંજોગોમાં અડધી હિંમત ઘટી જાય પરંતુ શિવાજી મહારાજને તે હિંદવી સ્વરાજ્યની ખરી લગની લાગી હતી. આ વીર, આર્થિક આફતોને લીધે, લીધેલું કામ મૂકી દે એ તે હતો જ નહિ. પૈસાની તંગી તે ભલભલાને ભેંયભેગા કરી દે છે. પૈસાની તંગી તે બહાદુરોની હિંમત પણ હઠાવી દે છે. પૈસાની તંગી સામે તે વીરલા પુર જ ટકી શકે છે. પુરંદરને કિલે લીધા પછી શિવાજી મહારાજ પૈસાની બાબતમાં ભારે ચિંતામાં પડ્યા હતા. તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું. હવે શું કરવું એ વિચારમાં મહારાજ ચિંતાતુર હતા. શિવાજી મહારાજ મજશેખના જમાનામાં પેદા થયા હતા અને એમની જે ઈચછા હોત, અથવા એમણે જે ધાર્યું હોત તો એ પિતે ભારે વૈભવમાં પૂરેપુરા ઠાઠમાઠ અને દબદબાથી ઝનાનખાનાના જીવડાની માફક રહી શકત અને એને પૈસાની પીકર પણ ન કરવી પડત. પણ શિવાજી મહારાજે સ્વીકારેલે માર્ગ તે જુદા જ પ્રકારને હતા. પ્રજા, સમાજ અથવા જનસમુહની ચિંતા દૂર કરવા બહાર પડનારને માથે તે ચિંતાના ડુંગરે ઢળી પડે. લોકોનાં દુખ દર કરવા મથન કરનારને માથે તે દુખનાં ઝાડ ઊભાં થાય, એને રાત્રે ઊંઘ નહિ અને દિવસે આરામ નહિ. એવા પરગજુ પુરની સ્થિતિ બહુ દુખી હોય છે. પણ એમને તે એવાં છે અને આતમાં જ આનંદ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com