________________
પ્રકરણ ૯ મું] છે. શિવાજી ચરિત્ર
૧૩૧ ઈચ્છાઓ અને માગણીઓને લીધે કેટલાંયે વેર અને વૈમનસ્ય ઊભાં થયાં છે અને વધ્યાં પણ છે. આવી વાર્તામાં વેર બાંધવું એ ક્ષત્રિયનું ભૂષણ નથી.” શિવાજી મહારાજના આ શબ્દો સાંભળી હાજર રહેલા સર્વે ચૂપ થઈ ગયા. સાવંતના સલાહકારો અને કારભારીઓ તે વખતે ત્યાં હાજર હતા. તેઓ શિવાજી મહારાજના ઉપર પ્રમાણેના ઉપદેશના શબ્દો સાંભળી મહારાજના મેટા મન ઉપર, દિલાવરપણું ઉપર અને ખાનદાની ઉપર આફરીન થઈ ગયા. મહારાજને માટે એમના દિલમાં ખૂબ માન વધ્યું. એ સલાહકાર અને કારભારીઓએ પોતાના માલીક સાવંતને વિનંતિ કરી કે “ આવા પ્રતાપી પુરુષ સાથે સ્નેહ સાધવાની સુંદર તક સારે નશીબે આપણને મળે છે તે મળેલી તકનો લાભ આપણે લેવો જ જોઈએ. આપની પાસે જે સુંદર અને પાણીદાર તલવાર છે તે આપ શિવાજી મહારાજને અર્પણ કરો.” સાવંતને ગળે આ વાત ઉતરી અને એમણે એ તલવાર શિવાજી મહારાજને અર્પણ કરી. આ ભેટ જોઈ શિવાજી મહારાજ અત્યંત રાજી થયા. તેમણે સાવંતને ૩૦૦ હેન (એક હોનના રૂા. ૩૮-૦ ) અને પોષાક અર્પણ કર્યો. મહારાજે આ તલવારનું નામ “ભવાની તલવાર ” રાખ્યું. આ તલવાર મહારાજે કઈ દિવસે દૂર મૂકી નથી. આ તલવારની મહારાજ દર દસેરાએ વિધિપૂર્વક સમારંભથી પૂજા કરતા.
આ તલવાર શિવાજી મહારાજને અતિ યશસ્વી નીવડી. આ ભવાની તલવારના સંબંધમાં મી. જેમ્સ ડગ્લાસ Book of Bombay માં ૧૧૮ મે પાને જણાવે છે કે આ ભવાની તલવાર શ્રી કલ્હાપુરના મહારાજાના કબજામાં હતી, પણ ૧૮૫૭માં પ્રિન્સ ઑફ વેલ્સ જ્યારે હિંદુસ્થાનમાં પધાર્યા હતા ત્યારે આ ભવાની તલવાર કહાપુરના મહારાજાએ એમને નજર કરી હતી જે આજે વિલાયતમાં ઈન્ડિયન મ્યુઝિયમમાં છે.
- દક્ષિણ કાંકણમાં શિવાજી મહારાજની સત્તા પગભર થવા લાગી. જંજીરાના સંબંધમાં સીધી અને શિવાજી વચ્ચે જબરો ઝઘડે જામ્યો. આ ઝઘડામાં મરાઠાઓએ ખરું પાણી બતાવ્યું નહિ તેથી શિવાજી મહારાજ શમરાજ નીલકંઠ ઉપર નારાજ થયા અને એમને પેશ્વા પદેથી પદભ્રષ્ટ કરી તેમની જગ્યાએ પ્રસિદ્ધ મરો ત્રાંબક પીંગળની પેશ્વા તરીકે નિમણૂક કરી. મરાઠાઓની આ પીછેહઠથી શિવાજી મહારાજને ભારે દુખ થયું. એમણે રઘુનાથ બલામની સરદારી નીચે સીદીને સીધે કરી મરાઠાઓએ ગુમાવેલી આબરૂ પાછી મેળવવા એક કસાયેલું લશ્કર મેકવ્યુંઆ વખતે મરાઠી લશ્કરના પાયદળના ઉપરી પેસાજી કંક હતા અને નેતાજી પાલકર સરબત હતા. આ ચુનંદા સરદારોની સરદારી નીચે મરાઠાએએ ઘણો મુલક અને કિલ્લાઓ સર કર્યા. તેમાંના મુખ્યનાં નામ ચંદનગઢ, વંદનગઢ, પાંડવગઢ, નંદગિરિ અથવા કલ્યાણગઢ, સતારા, અને પરળી અથવા સજ્જનગઢ હતાં.
શિવાજી મહારાજે અણછ દત્તા સરનસ અને માલ સાવંતને પનાળા પ્રાંતમાં મુલક જીતવા મોકલ્યા. મરાઠા લશ્કરે પનાળાગઢ, વસંતગઢ, પાવનગઢ, વિશાળગઢ, અને ગગનબાવડાના કિલ્લાઓ સર કર્યા.
મરાઠા લશ્કરે કિલ્લાઓ કબજે કરવાનું કામ સપાટાબંધ ચલાવ્યું હતું. ઉપર પ્રમાણે કિલ્લા જીતી મરાઠા લશ્કરે દક્ષિણ કાંકણમાં દિગ્વિજય મેળવ્યો. મરાઠા લશ્કરે રાંગણ અથવા પ્રસિદ્ધગઢ (કાપુરથી ૫૫ માઈલ દૂર ) ઉપર ચડાઈ કરી બિજાપુરી કિલ્લેદારને પરાભવ કરી કિલ્લે કબજે કર્યો.
૪. બાળાજી આવછ ચિટણુસ-રાજાપુરની છત. મહારાષ્ટ્રના ઇતિહાસમાં બાળાજી આવછ ચિટણસનું નામ અમર છે. બાળાજી અને તેના વંશજોની સ્વામિભક્તિ કંઈક અજબ હતી. એમના દેશપ્રેમની વાતો આજે પણ મહારાષ્ટ્રીઓની નસમાં લોહી ઉછાળે છે. બાળાજની સેવાઓ, તેની બુદ્ધિ, ચાતુર્ય શિવચરિત્ર તપાસતાં ઠેકઠેકાણે નજરે પડે છે. એ કલમ બહાદુરે પિતાના કારકુની કામથી અનેકવાર છક્ક કરી નાખ્યા હતા. શિવાજી મહારાજે સ્થાપન કરેલા હિંદવી સ્વરાજ્યના પાયામાં બાળાજી આવજીની સેવાઓ પણ છે. આવા ઇતિહાસપ્રસિદ્ધ પુરષની પૂર્વ પીઠિકા જાણવાની દરેકને ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. બાળાજીનું ઓળખાણ બહુ ટુંકમાં અમે
વિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com