________________
પ્રકરણ ૮ મું ]
૭. શિવાજી ચરિત્ર
૧૦૯
સ્વરાજ્ય માટેની લડત શરૂ કરવાના આ પહેલા જ પ્રસંગ હતા એટલે કિલ્લો તે લેવા પણ તે તુક્રસાનીમાં ઊતર્યાં સિવાય, ભારે જોખમ ખેડ્યા સિવાય લેવા એવા મહારાજે નિશ્ચય કર્યાં.
તારા કિલ્લામાં બિજાપુર બાદશાહને એક કિલ્લેદાર રહેતા હતા અને બિજાપુરી મુલના બચાવ માટે અને રાજ્યની વ્યવસ્થાને માટે આ કિલ્લા ઉપર કિલ્લેદારના કબજામાં નાનું લશ્કર બાદશાહ તરકુથી રાખવામાં આવ્યું હતું. આ કિલ્લાની ટાચ ઉપર કિલ્લેદારને રહેવા માટે સર્વ પ્રકારની સગવડ રાખવામાં આવી હતી. લશ્કરને માટે પશુ કિલ્લામાં જોગવાઈ હતી. બાદશાહી કિલ્લેદાર। આ વખતે મેાજશાખ અને એશઆરામને સ્વાધીન થઈ ગયા હતા. કિલ્લા ઉપર પોતાના રહેઠાણુમાં રહેવું એ કિલ્લેદારને અડચણ ભરેલું લાગ્યું અને તેથી ચેામાસાની માસમમાં કિલ્લા ઉપરનું પેાતાનું રહેઠાણુ મૂકી દઈ કિલ્લાની તળેટીમાં રહેવા લાગ્યા. શિવાજી મહારાજની ઝીણી નજરમાં આ બધી વાતા રમી રહી હતી. કિલ્લેદારના આ કૃત્યને પૂરેપુરા લાભ ઉઠાવવાના મહારાજે વિચાર કર્યાં અને ચામાસાની ઋતુમાં જ્યારે કિલ્લેદાર કિલ્લા ઉપર ન હેાય ત્યારે કિલ્લા કબજે કરી લેવાના નિશ્ચય કરી મહારાજે પોતાના ગાડિયાએની આ બાબતમાં સલાહ લીધી. આ બાબતમાં વિચાર અને મસલત ચલાવ્યા પછી મહારાજે સૂચવેલી યુક્તિ પ્રમાણે જ કિલ્લા કબજે કરવાનું બધાએ નક્કી કર્યું અને ચેામાસામાં એક દિવસે શિવાજી મહારાજ, તાનાજી માલુસરે, યેસાજીક અને બાજી પાસલકરને સાથે લઈ આસરે એક હજાર માણુસ સાથે તારા ગયા અને કિલ્લાને કબજે કર્યાં. આ કિલ્લા લેવામાં શિવાજી મહારાજને એક પણ માણસને ભાગ આપવા પડ્યો ન હતા. લાહીનું એક પણ ટીપું પાડ્યા સિવાય શિવાજી મહારાજે તારણાગઢ જીતી તે કિલ્લાને દરવાજે સ્વરાજ્યનું તારણ બાંધ્યું. આ પ્રસંગે મરાઠા સરદારોએ બહુ યુક્તિપૂર્વક કિલ્લેદારને
હાથતાથી આપી ગઢ લીધા હતા.
આ કિલ્લાના બાદશાહી ખજાનામાં એ લાખ હૈાન નગદ હતી તે મહારાજને હાથ લાગી ( પ્રે. સરકારને ‘ શિવાજી ’ પાનું ૩૨ ). આ કિલ્લો કબજે કર્યા પછી તેનું નામ તારા બદલીને “ પ્રચંડગઢ રાખવામાં આવ્યું.
""
પાછલા એક પ્રકરણમાં આપણે વાંચી ગયા છીએ કે શિવાજી મહારાજના દાદાને ભવાની દેવીએ રૃખા દીધી હતી અને જમીનમાં દાટેલું ધન બતાવી તે ખાદીને લઈ જવા આજ્ઞા કરી હતી. આના મુજબ વર્તન કરતાં ધન મળી આવ્યું હતું. શિવાજી મહારાજને તે આ વખતે દેશના કામમાં ધનની ખરેખરી જરૂર હતી. શિવાજીના શબ્દો ઉપર માવળા મરવા માટે મરણિયા બન્યા પણુ લડાઈ માટે તેમનું લશ્કર ઊભું કરી તેમને તાલીમ આપ્યા સિવાય એકલી લાગણીથી કંઈ પણ બને એમ ન હતું. લશ્કર ઊભું કરવાના વિચાર કરતાની સાથે જ હથિયારા ખરીદવાને સવાલ ઊભા થયા સિવાય ન રહે અને એ બધા માટે ધનની જરૂર હતી. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી પરગજુપણે પુરુષાર્થ આદરનાર પુરુષને ઈશ્વર હર પ્રયત્ને મદદ કરે છે, એની અનેક દાખલાએથી સાખીતી મળે છે. શિવાજી મહારાજની બાબતમાં પણુ તેમજ થયું. લશ્કર ઊભું કરવા માટે માણસે મળ્યાં પણ તેમને હથિયાર ક્યાંથી આપવાં એ ચિંતા મહારાજના મગજને સતાવી રહી હતી. શિવાજીનેા સિતારે પણ આ વખતે સિક ંદર હતા. ઈશ્વરની કૃપા હેાય તેા પ્રતિકૂળ સંજોગે પણ અનુકૂળ થઈ જાય છે.
તારાગઢમાં કેટલુંક સમારકામ કરવા જેવું હતું. તે કામ મહારાજે તરતજ હાથમાં લીધું. સમારકામ ચાલતું હતું તે વખતે ગઢની દિવાલ ખાદ્દતાં શિવાજી મહારાજને પુષ્કળ ધન મળી આવ્યું ( ર્કિક્રેડ-પારસનિસ. પા. ૧૩૪ ).
શિવાજી મહારાજે તારણા કિલ્લા કબજે કર્યાના સમાચાર બિજાપુરી કિલ્લેદાર ખાદ્શાહને ગણાવ્યા અને શિવાજીના આ કૃત્ય સામે કડવી ફરિયાદ કરી. શિવાજી ખડી પડે
માયાના હતા. એણે બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com