________________
૧૦
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૮ મું
ભોગ ધરાવીને બિજાપુર બાદશાહતના દરબારી દેવોને સાધી મૂક્યા હતા. કિલ્લેદારે મોકલેલી ખબર ઉપરથી બાદશાહતના અમલદારાએ શિવાજી મહારાજના તેમના તોરણાગઢના કૃત્ય માટે જવાબ માગ્યા હતા. મહારાજે સમયને શાબે એવા જવાબ આપી ધૂંધવાતી આગ ઠંડી પાડી હતી. બિજાપુરના બાદશાહને જવાબ આપતાં મહારાજે કિલ્લેદારના સંબંધમાં પણ ભારે ફરિયાદ કરી હતી કેઃ—“ કિલ્લેદાર બાદશાહ સલામતને પગાર ખાય છે, કિલ્લેદાર તરીકે માન ખાટે છે, હોદ્દો ભોગવે છે, સત્તા ચલાવે છે, પણ પોતાની ફરજમાં તદ્દન ખેદરકાર રહે છે. કિલ્લાની જવાબદારી માથે હાવા છતાં કિલ્લેદાર પોતાનું મથક છેાડી એશઆરામ માટે તળેટીમાં રહે છે. પોતાની સગવડ અને સુખની ખાતર કિલ્લાને સુના મૂકે છે. આવા સંજોગામાં આવા ભેદરકાર કિલ્લેદારના હાથમાં કિલ્લો રાખવા કરતાં, મારા જેવા બિજાપુર દરબારનું હિત હૈયે રાખી કામ કરનારાના તાબામાં કિલ્લા રહે એ શું ખોટું છે ? ” મહારાજને કિલ્લામાંથી જે ધન મળ્યું હતું તેમાંથી થેાડું બાદશાહી અમલદારામાં વહેંચ્યું. રૂપેરી અને તેરી થપ્પડ બહુ અસરકારક નિવડ્યાના અનુભવ ધણાને થયા હશે. આ બાબતમાં તે જમાનાની અને આજની સ્થિતિમાં બહુ ફેર નથી દેખાતો. નાણાં વહેંચાયાં એટલે માં બંધ થયાં. શિવાજી મહારાજ સામેની કિલ્લેદારની ફરિયાદ દફતરે પડી અને કિલ્લેદારને ઠપકાનું ઈનામ મળ્યું ( કાફીખાન. ઈટીયટ ડાઉસન વૉલ્યુમ છ. પા, ૨૫૭ ).
કિલ્લા ત। કળથી કબજે કરી યુક્તિથી પચાવ્યા પણ કિલ્લાની આજુબાજુની અને નજીકની જમીનો ઉપર મહારાજની નજર ચોંટી જ હતી. એ જનીનેા પણ કડવાશ કે ખટાશ કર્યા સિવાય યુક્તિ પ્રયુક્તિથી કબજે લઈ જાગીરમાં જોડી દેવાના મહારાજનો મનસૂખે હતા. મનમાં આવેલા વિચાર આ વખતે પાર પાડવાનું ધારી એ જમોનાની જે આવક બિજાપુર બાદશાહને દર વરસે મળતી હતી તેથી વધારે રકમ બિજાપુર દરબારને આપવાનું કબૂલ કરીને શિવાજી મહારાજે એ જમીના બાદશાહ પાસેથી મેળવી પેાતાની જાગીરમાં જોડી દીધી.
તારણા કિલ્લામાંથી મહારાજને જે ધન મળ્યું હતું. તેમાંથી બહુ જ થાડું એમણે બિનપુરના અમલદારાને વહેંચી દીધું અને પછી જે બાકી રહ્યું તે ધન મહારાજે પોતાના એશઆરામ, મેાજમજા અને વૈભવ વધારવામાં ન વાપર્યું. “તેને જૂન ને દ્વાર ” એ વૃત્તિવાળા મહારાજ હાવાથી અને એમની નજર આગળ હિંદવી સ્વરાજ્ય સ્થાપવાને પ્રશ્ન જાગૃત જ્યેાતિની માફ્ક સામે જ હતેા. તેથી બાકીના ધનના ઉપયાગ સ્વરાજ્ય સ્થાપવા માટેનાં સાધના મેળવવાના કામમાં વાપરવાનું નક્કી કર્યું.
..
મહારાજે મહારાષ્ટ્રમાં ફરી દ્વીતે માવળા લૉકામાં હિંદુત્વને જુસ્સો પેદા કર્યો હતા. ધર્મારક્ષા માટે મરવા માવળા તૈયાર થયા હતા. મુસલમાની સત્તા તાડવા માટે લડવા તૈયાર કરવામાં આવતા લશ્કરમાં જોડાવા માવળા એક પગે તૈયાર થઈ ગયા હતા, પણ લશ્કર ભેગું કર્યા પછી લડાઈ પ્રસગે જોઈતાં સાધનાના તદ્દન અભાવ હતા તેથી જોઈતાં હથિયારા, તાપા, દારૂગોળા, વગેરે સાધના ખરીદવામાં એ ધન વાપરવામાં આવ્યું. બાદશાહતની સામે શિવાજી મહારાજે જંગ માંડ્યો હતા એટલે થિયાર અને દારૂગોળા તૈયાર રાખ્યે જ છૂટકા હતા. લડાઈનાં સાધને ખરીદવામાં આવ્યાં અને તે ખરીદ કરતાં ખાકી રહેલું ધન લશ્કર ઉભું કરવાના તથા રાજગઢ કિલ્લો બાંધવાના કામમાં આવ્યું. મુસલમાની સત્તા તાડી દેશમાં સ્વરાજ્ય સ્થાપવાની યેાજના શિવાજી મહારાજે ઘડી હતી. તે ચેાજના પેાતાના ગાઠીયાને સમજાવી તેમના અભિપ્રાય અને મત લીધા હતા. તે યાજનાને માતા જીજાબાઈ ને પૂર્ણ 2કા અને આશીર્વાદ હતા. તે ચેાજના કૃતિમાં ઉતારનારૂં મહારાજનું પહેલું કૃત્ય યુક્તિ અને કળથી તારણાગઢને કબજો લીધે એ હતું. મહારાજે તારાગઢ ઈ. સ. ૧૬૪૬ ની સાલમાં એટલે પોતાની "ફૂટ વર્ષની ઉંમર હતી ત્યારે લીધા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com