________________
૧૦૮ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૮ મું અખત્યાર કરવાથી અસંતોષ વધે અને એક વખત તોફાન સળગે તે પછી બુઝાવવું બહુ ભારે થઈ પડે એમ હતું એની બિજાપુર બાદશાહ અને મુત્સદ્દીઓને બરાબર જાણ હતી. પુખ્ત વિચાર કરી બિજાપુર બાદશાહે શિવાજી મહારાજની સામે સખ્તાઈનું ધોરણ સ્વીકાર્યું નહિ, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં થીગડાં થીગડી કરી નિભાવવાની રીત સ્વીકારી. ઉપર પ્રમાણેનું ધેરણ બિજાપુરના મહમદ આદિલશાહે સ્વીકાર્યું હતું એમ બિજાપુરી અધિકારીએ તા. ૩૧ મી મે ૧૬૪૫ ને રોજ દાદાજી નરસપ્રભુ ઉપર જે હુકમ રવાના કર્યો, તે ઉપરથી જણાઈ આવે છે.
પ્રકરણ ૮ મું ૧. તેરણાગઢ સ્વરાજ્ય તરણ
| ૪. દાદાજીના મરણ પછીને મામલો. ૨. રાજગહને ઉદય.
૫. સૂ૫ ઉપર સવારી-ચાકણ ઉ૫ર ચડાઈ.
કોન્ડાણ કબજે, ૩. દાદાજી કેન્ડદેવની માંદગી અને મરણ ) , પુરકરનું પતન.
૧, તેરણાગઢ સ્વરાજ્ય તારણ.
lહીડેશ્વરની માવળાઓની સભા, પ્રતિજ્ઞા અને નિશ્ચય પછી શિવાજી મહારાજે પિતાની
જાગીરના મલકની બરોબર મજબૂતી કરવાનો વિચાર કર્યો. જડ ઘાલી બેઠેલી મુસલમાની સત્તાના બેફામ બનેલા અને છંછેડાયેલા અમલદારે મહારાજની જાગીરના મુલકને ન સતાવી શકે તે માટે મહારાજે પોતાના મુલકને પૂરતે બંદેબસ્ત કરવાનો વિચાર કર્યો. સિહાજીની ગીરની ઉત્તર દિશાએ મુગલે અહમદનગર પ્રાન્ત આવતા હતા. એ જાગીરના પશ્ચિમ ભાગનું રક્ષણ સંવાદ્રિ પર્વતની હાર અને ઘાડાં જંગલોએ કર્યું હતું. ગીરના પૂર્વ ભાગના મોખરાની મજબૂતી બરાબર નહતી, પણ પૂર્વ દિશાએથી પૂના ઉપર ચડાઈ લાવવી એ બિજાપુરી લશ્કર માટે બહુ લાંબો માર્ગ અને અવળા રસ્તે થઈ પડે એમ હતું. હવે પ્રશ્ન રહો દક્ષિણ ભાગને. જાગીરના દક્ષિણ ભાગને જોઈએ તેવી મજબૂતી ન હતી, એટલું જ નહિ પણ જાગીરની દક્ષિણ દિશા તરફથી દુશ્મન દળ ચડાઈ કરે એ સંભવ શિવાજી મહારાજને લાગવાથી એ ભાગની મજબૂતી શી રીતે કરવી તેની ગોઠવણના વિચારમાં શિવાજી મહારાજ પડ્યા હતા, ત્યારે તેમનું ધ્યાન દક્ષિણના મોખરા ઉપર આવેલા તેરગઢ તરફ ખેંચાયું. દક્ષિણ દિશા તરફથી મહારાજના મુલક ઉપર હલ્લે આવવાને સંભવ હતું. દુશ્મન ધારે ત્યારે એ દિશાએથી મહારાજના મુલક ઉપર બહુ સહેલાઈથી હુમલે લાવી શકે એમ હતું. મુસલમાની સલ્તનતને છંછેડતાં પહેલાં પિતાના ઘરની બરાબર મજબૂત કરવાની અગમબુદ્ધિ મહારાજમાં હતી.
પિતાની નવી યોજના, કાર્યક્રમ, વગેરેને પૂરેપુર વિચાર કરી મહારાજે તેરણ કિલ્લે હર પ્રયત્ન કબજે કરી જાગીરના મુલકની મજબૂતી કરવાનો નિશ્ચય પિતાના ગઠિયાઓને જાહેર કર્યો. સાધનસંપન્ન અને ભારે બળવાળી સંતનના સામના વારંવાર કરવા પડશે એને વિચાર કર્યો અને સંખ્યાબળ સંબંધી પણ બશિબર ખ્યાલ કર્યો. જામેલી સલતનતને જમીનદોસ્ત કરવા યુક્તિપ્રયુક્તિની પરાકાષ્ટા કરીને પણ સાધને મેળવવાને મહારાજે વિચાર કર્યો અને એ વિચારમાં એમના ગઠીયાઓએ એમને કે આપ્યો. મહારાજે બહુ ઝીણી નજરથી સંગે તપાસ્યા અને જ્યારે એમણે જોયું કે સંજોગો બહુ વિચિત્ર છે અને હજુ આપણે પગ જમીન ઉપર બરાબર જામ્યો નથી ત્યારે તે બળ નહિ બતાવતાં કળથી કામ કાઢી લેવું જોઈએ. આવા સંજોગોમાં શક્તિને બદલે યુક્તિ જ વધારે લાભદાયક નીવડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com