________________
પ્રકરણ ૫ સું]
૭. શિવાજી ચરિત્ર
૧
અભિપ્રાય ઉપર બહુ વજન આપવામાં આવતું. આવી પ્રકૃતિના મુરારપંતે જ્યારે શિવાજી રાજાના દરબારમાં વખાણુ કર્યું ત્યારે બાદશાહે શિવાજી રાજાને દરબારમાં લઈ આવવા મુરારપંતને જણાવ્યું. શિવાજી રાજાને દરબારમાં લાવવાની બાદશાહની ઈચ્છા મુરારપંતે સિંહાને જણાવી અને શિવાજી રાજાને દરબારમાં લાવવા સિંહાને સૂચના કરી.
૭. વિરોધનું મંડાણ,
શિવાજી મહારાજ ઉમરે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનામાં યવન ્ષ વધતા જ ગયા. હિંદુ ધર્મ અને હિંદુ સ્ત્રી પુરુષો ઉપરના આજ સુધીના મુસલમાનેના હુમલા, અત્યાચાર અને આક્રમણેાનાં વતા, ઇતિહાસ, વાતા વગેરે સાંભળવાની જ્યાં જ્યાં એમને તક મળતી ત્યાં ત્યાં એ બહુ આતુરતાથી એનેા લાભ લેતા.
હિંદુત્વ ઉપરના આક્રમણાની વાતા જ્યારે જ્યારે એ સાંભળતા ત્યારે ત્યારે એમને ભારે દુખ થતું. મુસલમાનાના અત્યાચારાના વતા સાંભળ્યાથી એમના અંતઃકરણ ઉપર ભારે આધાત થતા. આ વાતા સાંભળ્યા પછી કલાકાના કલાકો એકાંતમાં ખેસી શિવાજી મહારાજ દીલગીર દિલે ખૂબ વિચાર કરતા. આખરે શિવાજી મહારાજના મનની ખાત્રી થઈ કે મુસલમાનેા સત્તાના જોરથી હિંદુત્વને ઉચ્છેદ કરવા ઈચ્છે છે. યવનાનું જોર દિન પ્રતિદિન વધતું જાય છે. આવા સંજોગામાં હિંદુત્વની હયાતી રાખવી હાય તા મુસલમાન સત્તા તાડે જ છૂટકા છે. મુસલમાની સત્તાને તેડવી સહેલી નથી એ વાત શિવાજી મહારાજ જાગુતા હતા પણ ઊંડા વિચાર કરતાં એમને લાગ્યું કે ઈસ્લામ સત્તા તેાડવાનું સાહસ ખેડવાથી જ કંઈ વળી શકે એમ છે.
બાદશાહ, શિવાજી રાજાને મળવા ઈચ્છે છે એ વાત મુરારપંતની મારફતે સિંહાજીએ જાણી અને તેથી સિંહાજીને ઠીક લાગ્યું. શિવાજી રાજાને દરબારમાં લઈ જવાના સિદ્ધાજીએ વિચાર કર્યો. શિવાજી રાજ્ઞને બાદશાહ સલામતની મહેરબાનીની, મુરારજગદેવ સાથે સિ’હાજીને મેલેલા સંદેશાની અને ખાદશાહના દરબારમાં સિંહાજી એમને લઈ જવાના ઈરાદો રાખે છે એ બધી ખમરે મળી. આ ખબા સાંભળી શિવાજી રાજા વિચારમાં પડ્યા. આ વિદ્મ શી રીતે ટાળવું એ ચિંતામાં પડ્યા. વડીલો પ્રત્યે શિવાજી રાજા હંમેશ નમનતાઈથી વતા અને પેાતાના વડીલના ખેલ કાઈ દિવસ પાછા ઠેલતા નહિ. પિતાના પડતા ખેાલ ઝીલનાર આ પુત્ર ગૂંચવાડામાં પડ્યો. બાદશાહના આમંત્રણે શિવાજી રાજા સામે ધર્મસંકટ ઊભું કર્યું. ઉંમર નાની, અનુભવ નહિ અને પિતા સાથે મતભેદ, એ સ્થિતિમાં શી રીતે રસ્તા કાઢવા એ કુમળી વયના દુનિયાદારીના નવા ઉમેદવાર માટે બહુ ભારે હતું. બહુ વિચાર પછી એમને નિશ્ચય થયા કે હિંદુ ધર્મની નિંદા કરનાર અને હિંદુત્વ ઉપર આક્રમણ કરનાર અને અત્યાચાર ગુજારનાર સત્તાને ક્રાઈ પણ સંજોગામાં નમવું નિહ. આ નિશ્રયમાં અડગ રહેવામાં પિતાની ઈતરાજી થાય તો પણ તે સુખેથી વહેારી લેવી. પિતાને નારાજ કરવાની તા શિવાજી રાજાની ખીલકુલ ઈચ્છા ન હતી પણ પેાતાના ઉચ્ચ વિચારીને શુદ્ધબુદ્ધિ અને પવિત્ર દાનતથી અમલમાં મુકવા જતાં પિતાને કે કાઈ પણ બીજા વડીલને માઠું' લાગે તેા તેમની ઈતરાજી ખમીને પણ પેાતાના વિચારેામાં મક્કમ રહેવાનું શિવાજી રાજાને વ્યાજખી લાગ્યું. માણુસના મક્કમપણાની સેટી પણુ આવા સંજોગામાં જ થાય છે અને આવા સંજોગામાં માણસ ગૂંચવાઈ તે નરમ બની પેાતાના મક્કમ સિદ્ધાંતાને છેડી સોગાતા દાસ અને તે તેવા માણુસથી મહાભારત કામ કદી પણ થઈ શકે નહિ એવું શિવાજી રાજાને લાગ્યું અને પેાતાના વિચારેામાં વધારે મક્કમ બન્યા. આ સંબંધી પોતાના ખરા વિચારા પિતા સિ'હાજી સન્મુખ ખુલ્લે ખુલ્લા મૂકવાનું સાહસ ખેડવા શિવાજી રાજા તૈયાર થયા. સિંહાજીએ શિવાજી રાજાને દરબારમાં જવા સંબંધી વાત કરી ત્યારે શિવાજી રાજાએ પિતાને બહુ નમનતાઈથી કહ્યું. “ પિતાજી ! આપ મતે બાદશાહના દરબારમાં લઈ જવા ઈચ્છા છે એ મેં જ્યારથી સાંભળ્યું છે ત્યારથી હું ભારે ચિંતામાં પડ્યો છું. આપના હુકમા મને શિરસાવધ
11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com