________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૫ મું પૂરતી સંભાળ લેવા માટે પણ આટલી નાની ઉમરમાં જ તૈયાર થઈ ગયા છે એવી આનંદની વાતે વારંવાર અનેક માણસો મારફત સિંહાજીને મળતી. પિતાના પુત્રનાં આવાં વખાણ બીજાને મેઢેથી સાંભળીને કયો પિતાને આનંદ ન થાય ? શિવાજી રાજાનાં લગ્ન બહુ સુંદર રીતે વિધિપૂર્વક પૂર ધામધૂમથી દાદાજી કોન્ટદેવ અને જીજાબાઈ એ આટોપી લીધાનું સાંભળીને સિંહાજીને સમાધાન થયું. લગ્ન થઈ ગયા પછી સિંહજીએ જીજાબાઈ અને શિવાજી રાજાને બિજાપુર મેકલવા દાદાજીને લખ્યું. માલીકને હુકમ મળે કે તરત જ દાદાજીએ ઉત્તમ બંદોબસ્ત કરી, સિપાહી, સ્વાર, રખા, ચોકીદાર વગેરે સાથે આપી ઠેક ઠેકાણે ભવાને બંદોબસ્ત કરી વાહન વગેરેની સંપૂર્ણ તજવીજ કરી જીજાબાઈ તથા શિવાજી રાજાને બિજાપુર રવાના કર્યા.
સિંહાના તેડાવ્યાથી જીજાબાઈ અને શિવાજી મહારાજ ઈ. સ. ૧૬૪૧ માં બિજાપુર સિંહજીને મળવા ગયા. આ વખતે શિવાજી રાજાની ઉંમર આશરે ૧૪ વરસની હતી. શિવાજી રાજાનું જ્ઞાન, તેમની ચાલાકી, વાત કરવાની તેમની ઢબ, વડીલો પ્રત્યેનો તેમને વિનય, મોટેરાઓ પ્રત્યેની તેમની આમન્યા, પ્રશ્નો પૂછવાની તેમની રીત, દરેક બાબત પૂરી રીતે જાણી લેવાની એમની ધગશ, મોટી મોટી અને મહત્ત્વની બાબતમાં પણ રસ લેવાની એમની ઉત્સુકતા વગેરે જઈ પિતાને બહુ જ આનંદ થયો. લેકે તરફથી શિવાજીનાં વખાણ સાંભળી સિંહાજી ખુશી થતા પરંતુ દુનિયાના અનુભવથી એણે જાણ્યું હતું કે મોટાઓના છોકરાઓનાં વખાણમાં ઘણે ભાગે બહુ વજૂદ નથી હોતું તેથી લેકે જે વાત એમનાં વખાણુની કરતા તે પૂરેપુરી એ માની લે નહિજ્યારે પ્રત્યક્ષ અનુભવ થશે અને શિવાજી રાજાનું વર્તન જોયું અને સ્ટ્રગુણે અનુભવ્યા ત્યારે સિંહાજીની ખાત્રી થઈ કે લેકે શિવાજી રાજાને જે વખાણ કરતા હતા તે સાવ સાચાં હતાં. તીખા અને તેજ સ્વભાવના માણમાં વિવેક અને વિનયપૂર્ણ વિકાસ પામેલા જવલ્લેજ જડી આવે છે. શિવાજી મહારાજ તેજ મિજાજના અને તીખા સ્વભાવના તે હતા પણ એમનામાં વિવેક અને વિનય સારી રીતે ખીલ્યાં હતાં. મોટેરાઓની સાથે વિચાર ભેદ હોવા છતાં, મહત્વનો મતભેદ હોવા છતાં પૂર્ણ નમનતાઈથી શી રીતે વર્તવું એ તેઓ પૂરેપુરું જાણતા હતા.
બિજાપુર દરબારમાં સિંહાજીને વજીર મુરારજગદેવ અને સરદાર રણદુલ્લાખાન સાથે બહુ ઘાડે સંબંધ અને સાચો સ્નેહ હતે. સિંહાજીની કૌટુંબિક બાબતમાં પણ મુરારજગદેવ ખૂબ રસ લેતા. મુરારજગદેવે શિવાજી રાજાનાં વખાણ વારંવાર ઘણાને મોઢે સાંભળ્યાં હતાં. સિંહ સાથેના ઘાડા સંબંધને લીધે મુરારપતને શિવાજી રાજાને મળીને તેમની સાથે અનેક બાબતે ઉપર વાત કરવાનું કે મળ્યો હતિ. મુરારપતે મુત્સદ્દીની રીત મુજબ શિવાજી રાજાને જુદી જુદી રીતે તપાસી પણ જોયો. મુરારપંત જેવા મુત્સદીએ શિવાજી રાજાને નાણું જોયો અને એમની કસોટીમાં પણ શિવાજી રાજા બરોબર ઊતર્યા. મુરારપતે બહુ ઝીણવટથી શિવાજી રાજાને એમને માલૂમ પણ ન પડે એવી રીતે તપાસી લીધા. શિવાજી રાજામાં દેખાતો વિનય, એમનામાં તરી આવતા વિવેક, વડીલે પ્રત્યેની એમનામાં જણાઈ આવતી માનની લાગણી, એમની વાતચિત કરવાની ઢબ, પ્રશ્નો પૂછવાની એમની કળા, ઉત્તર આપવાની એમની
ટા, અને બધું હોવા છતાં પણ શિવાજી રાજામાં મર્યાદિત વિનોદ પણ ઘણી વખતે દેખાતે. એ બધું જોઈ મુરારપતને બહુ હર્ષ થયા. ચૌદ વરસના કુમળા બાળકમાં આટલા બધા સદગુણ આટલે બધે દરજજે વિકાસ પામેલા જોઈ મુરારપતના મનમાં શિવાજી રાજ માટે જે પ્રેમ હતો તે બેવડા અને માન વધ્યું. શિવાજી રાજાએ પોતાના સગુણ અને સદવર્તનથી પોતાના પિતાના જાની દોસ્ત મુરારપતની પૂરેપુરો ચાહ બહુ જ જલદી મેળવી લીધે.
મુરારપતે શિવાજી રાજાના સદ્દગુણો અને આટલી નાની ઉંમરમાં એમનામાં દેખાઈ આવતી ચપળતા અને ડહાપણુ વગેરેની વાતે બિજાપુરના બાદશાહને કરી. મુરારપત બહુ ઠાવક અને બેભાદર મુત્સદ્દી હતા. ગમે તેના વખાણું અને ગમે તેની નિંદા કરે એવી પ્રકૃતિને એ માણસ ન હતો. એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com