________________
પ્રકરણ ૫ મું ]
છ, શિવાજી ચરિત્ર શિવાજી રાજાને ખબર પડી કે પિતાના પિતા સિંહાજીને વિચાર શિવાજી, જીજાબાઈ વગેરે બધાને બિજાપુર બેલાવી ત્યાં લગ્ન સમારંભ કરવાનો છે. આ વખતે શિવાજી રાજાની ઉંમર આશરે ૧૩ વરસની હતી. ઉંમર નાની હતી પણ બુદ્ધિ બહુ તીક્ષ્ણ અને નજર બહુ ઊંડી હોવાથી આ લગ્ન સમારંભ
ધી ભારે ગૂંચવણમાં પડ્યા. અનેક દૃષ્ટિથી આ ૧૩ વરસના શિવાજી રાજાએ પોતાના વિચારે તપાસ્યા. તે જમાને બાળલગ્નને હવે એ વાત ખરી પણ તે જમાનામાં વિનય અને વિવેક પણ હાલના કરતાં વધારે પ્રમાણમાં જળવાતાં હતાં. પોતાના લગ્ન સંબંધી બાબતોને ઉહાપોહ અથવા ચર્ચા વરરાજા પિતાના મેટેરાં આગળ કરતા નહિ. ખૂબ વિચાર કરી શિવાજી રાજાએ આ સંબંધમાં પોતાના વિચારો બહુ વિનય અને વિવેક પૂર્વક દાદાજી આગળ રજૂ કરવાનો નિશ્ચય કર્યો. શિવાજી મહારાજને લાગ્યું કે આ બાબતમાં મારા વિચારો પિતાજીને જણાવવાનો મારો ધર્મ છે અને તેથી જ એમણે એ વિચારો દાદાજીની મારફતે સિંહાજીને જણાવવાનું વિચાર કર્યો. " શિવાજી રાજાના મનમાં મુસલમાનો માટેનો ગુસ્સે ભડકે બળી રહ્યો હતો, અમારા લગ્ન જેવા ધાર્મિક સમારંભમાં યવનોની હાજરી ન જોઈએ એવું શિવાજી રાજાને લાગ્યું અને તેમણે દાદાજીને કહ્યું કે “મારું લગ્ન મને બિજાપુર લઈ જઈ કરવાને પિતાજીને વિચાર છે એમ મેં સાંભળ્યું છે. મને એ સંબંધમાં ચિંતા થાય છે. બિજાપુર એ યવન રાજાની રાજ્યધાની છે અને ત્યાં જે લગ્નને સમારંભ થશે તે પિતાજીના દરજ્જાને લીધે આ ધર્મકૃત્યમાં યવન હાજરી આપશે. પિતાજીથી એ સંબંધમાં કાંઈ બેલાશે નહિ અને એમ થવાથી મને લાગે છે કે હિંદુ ધર્મનું અપમાન થશે. યવનોને આમંત્રણ ન કરે તો પણ પિતાજીને હરકત અને બોલાવે તે આપણે ધર્મભ્રષ્ટ થયા સિવાય રહેવાનું નથી. આ બધા સંગને અને વખતને તથા પિતાજીની સ્થિતિને વિચાર કરી લગ્ન સમારંભ અહીં પૂનામાં જ થાય તે વધારે અનુકૂળ થઈ પડશે એવું મારું માનવું છે. મને જે લાગ્યું કે તમને જણાવ્યું. પછી તે બધા મોટેરાંઓને જે ઠીક લાગે તે ખરું.” દાદાજી તે આ વિચાર સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગયો. એણે આ બીના સિંહાજીને બિજાપુર લખી જણાવી અને વધારામાં પિતાને અભિપ્રાય જણાવ્યો કે “સંગે તથા વખતનો વિચાર કરતાં મને લાગે છે કે શિવાજી રાજાના લગ્ન અહીં પૂને કરવામાં આવે તે વધારે અનુકળ થઈ પડશે. આપ એ બાબતમાં નિશ્ચિંત રહેશો. આપ મારી સૂચના તથા પત્રમાં જણાવેલી હકીકત ઉપર વિચાર કરી મને જવાબ આપશે. લગ્ન સમારંભ અત્રે કરી લેવાની આપ રજા આપશે તે અત્રે સુંદર કન્યા અને કુળવાન વેવાઈ પસંદ કરી આપના દરજજાને શોભે એવા દમામથી શુભ લગ્ન આટોપી લઈશું.” સિંહાને દાદાજીની સૂચનાઓ પસંદ પડી અને પૂનામાં જ લગ્ન આપી લેવાની સંમતિ આપી.
સિંહજીની રજા મળ્યાથી શિવાજી રાજાનાં શુભ લગ્ન ઈ. સ. ૧૬૪૦ ની સાલ તેઓ ૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે દાદાજીની પૂર્ણ દેખરેખ નીચે સિંહાજીની ઈજજત આબરૂ અને બેભાને શોભે એવા દમામથી અને ભપકાથી સરદાર આરકેની કન્યા સૌભાગ્યકાંક્ષિણી સઈબાઈ જોડે જીજાબાઈએ કર્યો.
૬. શિવાજી મહારાજ બિજાપુરમાં અમે પાછળ જણાવી ગયા છીએ કે સિંહાના બીજા લગ્ન પછી જીજાબાઈએ પતિ સાથે સંબંધ નામનો જ રાખ્યો હતો. એ વાત ખરી છે કે લગ્નથી જીજાબાઈનું દિલ ઊંચું થયું હતું અને તેથી પતિ પ્રત્યે પરિપૂર્ણ પ્રેમ હોવા છતાં એના મનમાંથી પતિસુખનો આનંદ આથમી ગયો હતો. જીજાબાઈના મનની આવી સ્થિતિ હોવા છતાં સિંહાજી જીજાબાઈ પ્રત્યે તથા જીજાબાઈના ફરજદા પ્રત્યે બીલકુલ બેદરકાર નહતો. શિવાજી રાજાનાં લગ્ન પછી સિંહાએ જીજાબાઈ તથા શિવાજી રાજાને બિજાપુર પિતાની સાથે રહેવા માટે બેલાવ્યાં. શિવાજી રાજામાં ચાલાકી અને હોશિયારી, સમયસૂચકતા અને હાજરજવાબીપણું વગેરે વિકાસ પામેલા સદ્દગુણેની વાર્તા સિંહાએ ઘણાને મેઢેથી સાંભળી. હતી. શિવાજી રાજા યુદ્ધકલામાં નિપુણ નીવડ્યા છે તથા જાગીરની વ્યવસ્થા કરવા માટે તથા પ્રજાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com