________________
૧
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ પામ્
છે. પિતાને હું નારાજ કરવા ઈચ્છતા જ નથી. મારા પિતા એ તા મારું પરમ દૈવત છે. પિતાજી, હું અનુભવ વિનાનું બાળક છું. આપના મરજી વિરુદ્ધ મારાથી અક્ષર પણ ન ખેલાય છતાં મારા મનની ગૂંચ હું આપના ચરણુ આગળ બહુ નમ્ર પણે રજૂ કરું છું. મારા મનમાં ઊભી થતી ગૂંચે આપના આગળ કહેવામાં વડીલની અવજ્ઞા થતી હોય તે મને ક્ષમા કરશે. યવનેએ આપણા પરમપવિત્ર પ્યારા હિંદુ ધર્માંનું વારંવાર ભારે અપમાન કર્યું છે એ ક્ષત્રિયાથી ક્રમ ભુલાય ? પિતાજી ! યવા સાથેના યુદ્ધમાં યવનેએ કરેલા ધા રુઝાય છે, આપણા સગાંસંબંધીઓને કરેલા સંહાર ભુલાય છે પણ એમણે તેડેલાં મદિરા અને ભાંગેલી મૂર્તિઓના ઇતિહાસ, એમણે કરેલી ગાયાની કતલ અને હિંદુ સ્ત્રી ઉપર એમણે ગુજારેલા અત્યાચારની હકીકતાએ ક્ષત્રિયે!ના હૃદય ઉપર જે કારી ધા કર્યાં છે તે રુઝાય તેમ નથી. પિતાજી ! જમાના વીતી જશે તે પણ જ્યારે જ્યારે એ દુષ્ટોનાં દુષ્ટ કૃત્યનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે એ જખમે તદ્દન તાજા જ માલુમ પડે છે. એમના દુષ્ટ કૃત્યના ઇતિહાસેા સાચા ક્ષત્રિના લેહીને ઉકાળે છે. પિતાજી! આપની ધૃતરાજીની મને ભારે ખીક છે છતાં પ્યારા હિંદુ ધર્મ પ્રત્યેના પ્રેમ આપની સમક્ષ મારા ગાંડા ધેલા વિચારે! પ્રકટ કરવાની મને હિંમત આપે છે. જે મુસલમાનેએ આપણા ધર્મો ઉપર હુમલા કર્યાં, મદિરા તેમાં, મૂર્તિએ ભાંગી, આપણી મા એન વહુ એટીની ઈજ્જત લૂટી તે મુસલમાન સત્તાને નમવું એ હિંદુત્વનું અપમાન કરવા જેવું મને લાગે છે. માતા અને મેનાના વધ કરવા એ વધારે સારું છે. પિતાજી ! માફ કરે, મારા દિલના ઊભરા હું આજે ઠાલવું છું. આવી જુલમી મુસલમાન સત્તાની નાકરી કરવી, તેની સેવા કરવી એ મુસલમાની સત્તાને હિંદુત્વ હરણ કરવા માટે મજબૂત કરવા જેવું છે. બિજાપુરમાં ધોળે દહાડે હિંદુએના દેખતાં યવને ગૌવધ કરે છે એ જ્યારે હું જોઉં છું ત્યારે તા વધ કરનારને શિરચ્છેદ કરવાનું મન થઈ જાય છે, તૈયાર પણ થઈ જાઉં છું પશુ આપ ઢપા દેશ એ વિચારને લીધે મન દબાવીને ખે। છું. મુસલમાન સત્તાને નમવાની વાત મને માથા ઉપર ધા સમાન લાગે છે. મુસલમાન ઉમરાવાને ત્યાં જવું પણ મને નથી ગમતું. મુસલમાન સત્તાને ન નમવું અને એમની સાથે સબંધ ન રાખવા એવું મને મારું મન કહ્યા જ કરે છે. મુસલમાનાના સ્પર્શ થતાં જ પોશાક પલાળી સ્નાન કરી પવિત્ર થવાનું મને મન થાય છે. મુસલમાન બાદશાહને મળવા જવું અને તેને ર્નિશ કરવી એ મને જરા પણ ગમતું નથી. ” શિવાજી રાજાના શબ્દો સાંભળી સિંહાજી ચક્તિ થયા. ક્રોધે ન ભરાયા પણ એને લાગ્યું કે “ આ છોકરા દુનિયાના અનુભવ નહિ હેાવાથી કાચું કાપે છે. આવા ખુલ્લા દેષતા આ જમાના નથી. ખુલ્લા દ્રેષ માટે હજી હિંદુઓને અનુકૂળ એવું વાતાવરણ તૈયાર નથી થયું. પૂરી તૈયારી પહેલાં દ્વેષ પ્રકટ કરવાથી નફાને ખદલે નુકસાન જ થવાનું એ આ છેકરા હજી નથી જાણતા. હજી હમણાં ઉકળતું લેાહી છે. અનુભવથી શીખશે ” વગેરે વિચારા મનમાં કરી સિ’હાજીએ શિવાજી રાજાને સમજાવવા પાનાના કારભારીઓને કહ્યું. શિવાજી રાજાના સ્નેહીઓને તેમને સમજાવવા સમજાવ્યા અને જીજાબાઈ ને પણ શિવાજી રાતને સમજાવવા સિંહાજીએ કહ્યું.
,,
સિદ્ધાજીએ પેાતાના કારભારી મારફતે શિવાજી રાજાને કહેવડાવ્યું કે “યવનેાની સેવા કરીને જ અમે આ હદ્દો અને દરજ્જો મેળળ્યેા છે. જેમની કૃપાથી આ હોદ્દે ચડ્યા છીએ તેમના પ્રત્યે આવા તિરસ્કાર તમને ન શોભે. એમના તરફની આવી વલણથી તમે અમારું અપમાન કરેા છે અને કરાવે છે.’’ સ્નેહીઓએ પણ શિવાજી રાજાને બહુ સમજાવ્યા અને આખરે જીજાબાઈ એ પણ એમને સમજાવવાના પ્રયત્ન કર્યાં. ચારે તરફથી બધા શિવાજી રાજાને સમજાવવા મંડ્યા પણ શિવાજી રાજા પેાતાના નિશ્ચયથી ડગ્યા જ નહિ. જીજાખાઈ શિવાજી રાજાને સમજાવવાના પ્રયત્ને સિંહાજીના કહેવાથી કરતાં હતાં પણ શિવાજી રાજાને પોતાના નિશ્ચયમાં બહુ જ દૃઢ અને મક્કમ જોઈ જીજાબાઈ ને અંતરમાં બહુ આનંદ થયો. પોતે આપેલું શિક્ષણ શિવાજી રાખને હૈયે ખરાખર ચોંટવુ' છે એ જોઈ જીજાબાઈ ને પૂ સંતોષ થયા. શિવાજી રાજા કેાઈનું નથી માનતા એ જોઈ સિદ્ધાજીએ તેમને પોતાની પાસે ખેલાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com